Video : બળદની સમજદારી સોશિયલ મીડિયામાં છવાઇ, યુઝર્સે કહ્યું 'આ છે આત્મનિર્ભર'

News18 Gujarati
Updated: June 24, 2020, 4:09 PM IST
Video : બળદની સમજદારી સોશિયલ મીડિયામાં છવાઇ, યુઝર્સે કહ્યું 'આ છે આત્મનિર્ભર'
સમજું બળદ

એક યુઝર્સે તો પ્રાણીઓથી શીખવાની સલાહ પણ આપી.

  • Share this:
એક સમય હતો જ્યારે એક ગામથી બીજા ગામમાં જવું હોય તો બળદગાડી એકમાત્ર વિકલ્પ હતો. આજે પણ ખેતી કરવા, સામાન લઇ જવા માટે ગામડામાં બળદ ગાડી (Bullock Card) જ કામ આવે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક બળદ અને તેમની સમજદારી ખૂબ જ વાયરલ થઇ રહી છે. લોકો આ બળદને આત્મનિર્ભર બળદનું નામ આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં બળદનો એક વીડિયો સામે આવ્યો છે. જેણે અનેક લોકોને વિચારતા કરી દીધા છે. આ વીડિયોને લોકો આત્મનિર્ભર ભારત સાથે જોડીને પણ જોઇ રહ્યા છે. વળી કેટલાક તેને અતૂલ્ય ભારતનું ઉદાહરણ આપીને પણ જોઇ રહ્યા છે. આ વીડિયો વેસ્ટ દિલ્હીના સાંસદ પ્રવેશ સાહિબ સિંહ વર્માએ પોતાના ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. અને વીડિયો પોસ્ટ કરવાની સાથે જ કેપ્શનમાં તેમણે લખ્યું છે કે મંત્રમુગ્ધ કરી દેનાર. તમે પણ જુઓ આ વીડિયો...



આ વીડિયોમાં એક બળદ જાતે બળદગાડીની અંદરની તરફ આવી, પોતાને જ બળદ ગાડીથી લાદી લે છે. ગાડીમાં ધાસ ભર્યું છે. જેને બળદ ખેંચીને લઇ જાય છે. આ વીડિયો જોઇને લાગે છે કે બળદને એટલી સરસ રીતે ટ્રેઇન કર્યો છે કે આ કામ જાતે જ કરી શકે છે.


આ વીડિયો જોયા પછી સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારના રિએક્શન આવી રહ્યા છે. નિધિ નામની યુઝર્સનું કહેવું છે કે આ વીડિયો ખૂબ જ સરસ છે.



કેટલાક યુઝર્સે તો ત્યાં સુધી કહી દીધું કે જે રીતે પ્રાણીઓ પોતાની સમજદારી સમજે આપણે પણ આપણી જવાબદારી સમજવી જોઇએ. અને આ રીતે પ્રાણીઓથી શીખવાની સલાહ પણ કેટલાક લોકોએ આપી દીધી.

ઉલ્લેખનીય છે કે આજે પણ ગામડામાં બળદનું અનેરું મહત્વ છે. બળદના માલિક તેને માલિશ કરે, સાફ રાખે તો બીજી તરફ બળદ પણ ખેતરમાં તેનો સાથી બનીને તેને મદદ કરે છે. આ સહજીવન ભારતના અનેક ખેડૂતોની સચ્ચાઇ છે. તેમના માટે તેમનો આ બળદ જ તેમનો સાચો મિત્ર હોય છે.
First published: June 24, 2020, 4:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading