આ ચિમ્પાન્જીનું ફેન થયું સોશિયલ મીડિયા, વાયરલ Video

News18 Gujarati
Updated: June 11, 2020, 5:21 PM IST
આ ચિમ્પાન્જીનું ફેન થયું સોશિયલ મીડિયા, વાયરલ Video
ચિમ્પાન્જીનો વાયરલ વીડિયો

આ ચિમ્પાન્જીનો ક્યૂટ વીડિયો જોઇને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે!

  • Share this:
ચિમ્પાન્જી (Chimpanzee) અને માણસો (Humans) વચ્ચે અનેક સમાનતાઓ છે. તેમના સંબંધો પણ આદિકાળથી જોડાયેલા છે. અનેક વસ્તુઓ છે જે માણસની જેમ ચિમ્પાન્જી પણ કરી શકે છે. હાલમાં આવા જ એક ચિમ્પાન્જીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે ચિમ્પાન્જી અંદર પણ માનવતા છે. અને તે ખાલી પોતાનું જ નહીં બીજા પ્રાણીઓનું પણ ધ્યાન રાખે છે.

આ વીડિયોને આઇએફએસ અધિકારી સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા નંદાએ કેપ્શનમાં લખ્યું છે કે ચિમ્પાન્જી પણ 98 ટકા માણસ જ છે. જુઓ કેવું માછલીઓને ખાવાનું આપે છે. આગળ લખ્યું છે કે માછલીઓને ખાવાનું આપવું સ્ટ્રેસ દૂર કરવાનો સૌથી સરસ ઉપાય છે. તમે પણ ટ્રાય કરી શકો છો.


ચિમ્પાન્જીના આ વીડિયોને જે પણ જોઇ રહ્યું છે ખુશ થઇ રહ્યું છે. આ વીડિયોને અત્યાર સુધી અનેક લોકોએ જોયો છે. અને અનેક લોકોએ આ પર કૉમેન્ટ પણ કરી છે. એક વ્યક્તિએ કહ્યું ચિમ્પાન્જી ખૂબ જ સારું કામ કર્યું છે. તમામને પ્રેમ અને સન્માન આપવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનના આ સમયમાં પ્રાણીઓના આ પ્રકારના  વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યા છે. ખાસ કરીને બિલાડી અને કૂતરાના આવા વીડિયોને મોટી સંખ્યામાં લોકો જુઓ છે. આજ કારણ છે કે આ ક્યૂટ વીડિયો પર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
First published: June 11, 2020, 5:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading