VIDEO: દીપડાએ ટ્રક ડ્રાઈવર પર કર્યો હુમલો, કૂતરાઓએ આવી રીતે બચાવ્યો જીવ

News18 Gujarati
Updated: May 18, 2020, 11:02 AM IST
VIDEO: દીપડાએ ટ્રક ડ્રાઈવર પર કર્યો હુમલો, કૂતરાઓએ આવી રીતે બચાવ્યો જીવ
દીપડાએ ટ્રક ડ્રાઇવરનો પગ પકડી દીધો ત્યારે જ 6 કૂતરાએ હુમલો કરતાં માંડ બચ્યો જીવ

દીપડાએ ટ્રક ડ્રાઇવરનો પગ પકડી દીધો ત્યારે જ 6 કૂતરાએ હુમલો કરતાં માંડ બચ્યો જીવ

  • Share this:
હૈદરાબાદ (Hyderabad)માં દીપડાએ એક ટ્રક ડ્રાઇવર પર અચાનક હુમલો કરી દીધો. પરંતુ જ્યારે દીપડાએ વ્યક્તિનો પગ પકડી દીધો ત્યાં રોડ પર રખડતાં કૂતરાંઓ બચાવમાં આવી ગયા અને ટ્રક ડ્રાઇવરને બચાવી દીધો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શૅર કરતાં જ ઝડપથી વાયરલ થઈ ગયો. વીડિયોને શનિવારે ટ્વિટર પર ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS)ના અધિકારી પ્રવીણ કાસવાને શૅર કર્યો છે. કાસવાન અનેકવાર આ પ્રકારના મજેદાર, ડરાવી દે તેવા અને રસપ્રસ વીડિયો શૅર કરતાં રહે છે.

આ વીડિયો બે ટ્રક ડ્રાઇવરનો છે જે દીપડાને આવતો જોઈ પોતાનો જીવ બચાવવા માટે છુપાઈ જવાનો પ્રયાસ કરે છે.. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરીને તાત્કાલિક ટ્રકમાં ચઢી ગયો. પરંતુ બીજી વ્યક્તિ સામેની તરફ ભાગે છે. બીજી વ્યક્તિને ત્યાં કોઈ છુપાવવાની જગ્યા નથી મળતો તો તે પણ ટ્રકની તરફ ભાગે છે પરંતુ એટલામાં દીપડો તેની પર હુમલો કરી દે છે.

આ પણ વાંચો, નવાજુદ્દીન સિદ્દીકી સમગ્ર પરિવાર સાથે 14 દિવસ માટે કવૉરન્ટીન, મુંબઈથી પહોંચ્યા હતા મુજફ્ફરનગર?

દીપડાને જોઈ રસ્તે રખડતા 6 કૂતરા તેની પર હુમલો કરવા માટે આગળ વધે છે. તે સમયે મુશ્કેલીમાં મૂકાયેલો વ્યક્તિ મિત્રની મદદથી ટ્રકમાં ચઢી જાય છે. દીપડો પોતાનો જીવ બચાવવા માટે બંધ દરવાજાથી કૂદીને ભાગવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેના તમામ પ્રયાસ નિષ્ફળ થઈ જાય છે. આ ઘટના ગુરુવારના રોજ હૈદરાબાદના કટ્ટનમાં બની હતી. આ વીડિયોને શૅર કર્યા બાદથી 26 હજારથી વધુ વાર જોવામાં આવી ચૂક્યો છે.

આ પણ વાંચો, પાકિસ્તાનમાં કેમ ચર્ચામાં છે ‘નેકી કી ટોકરી’, જાણો શું છે તેમાં ખાસ
First published: May 18, 2020, 11:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading