Home /News /eye-catcher /VIDEO: અંધારા રસ્તે મળી ગયો અજગર જેવો સાપ, શખ્સે જે કર્યું એ જોઈને છાતીના પાટિયા બેસી જશે

VIDEO: અંધારા રસ્તે મળી ગયો અજગર જેવો સાપ, શખ્સે જે કર્યું એ જોઈને છાતીના પાટિયા બેસી જશે

સાપનો વાઇરલ વિડિયો

VIRAL VIDEO: સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ એક VIDEO માં એક શખ્સને અંધારી રાત્રે રસ્તા પરથી જતાં સાપ મળી જાય છે. પછી તે કઈ રીતે તેનો સામનો કે છે એ રસપ્રદ છે. જુઓ વિડીયો

    સાપ નાનો હોય કે મોટો, જ્યારે કોઈ વ્યક્તિ તેને અચાનક સામે જુએ છે તો તે દંગ રહી જાય છે. સાપથી બચવા માટે લોકો દૂર ભાગવાનું યોગ્ય માને છે. જો કે, દુનિયામાં કેટલાક એવા લોકો છે, જે આવા સરિસૃપથી બિલકુલ ડરતા નથી અને તેનો સામનો કરવા આગળ આવે છે. એક વાયરલ વિડીયોમાં આવું જ કંઈક દેખાય છે. જેમાં એક વિશાળકાય સાપ રસ્તાની વચ્ચે રખડતો હતો અને લોકો તેના જવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ એક મુસાફર તેને ખુલ્લા હાથે ઊંચકીને બાજુ તરફ લઈ જતો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણકે આ દરમિયાન સાપે પણ તેના પર હુમલો કર્યો હતો.



    અચાનક રસ્તા પર ખતરનાક સાપ દેખાયો

    વાઈરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિએ રોડ ક્રોસ કરી રહેલા સાપને હાથમાં ઉપાડ્યો અને પછી તેને બાજુમાં ધકેલી દીધો. જો કે આ દરમિયાન સાપે તેના પર પણ હુમલો કર્યો હતો. તે સાપ એક વિશાળ ડ્રેગન જેવો દેખાતો હતો. આ વિડીયોએ ટ્વિટર પર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) ઓફિસર પ્રવીણ કાસવાન દ્વારા ટ્વિટર પર અપલોડ કરવામાં આવેલી ક્લિપમાં તે વ્યક્તિ વાહનમાંથી નીચે ઉતરતો અને આકસ્મિક રીતે સાપ તરફ જતો જોઈ શકાય છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી ટ્વિટર પર આ વિડીયોને 87 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ અંગે ઘણા લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

    આ પણ વાંચો: RAILWAY TRACK ક્રોસ કરી રહી હતી મહિલા, 2 સેકન્ડમાં બે વાર થયો મોત સાથે સામનો, જુઓ VIRAL VIDEO

    પૂંછડીથી ઉપાડીને...

    પછી તે સાપને તેની પૂંછડીથી ઉપાડે છે અને તેને રસ્તાની બાજુમાં ફેંકવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન લોકો તેનાથી અંતર રાખવા માટે બેકગ્રાઉન્ડમાં બૂમો પાડતા જોઈ શકાય છે. જો કે તે કોઈ પણ ડર વગર સાપની પીઠ પકડી લે છે. ત્યાં હાજર લોકો આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે. થોડીવાર પછી સાપ જંગલમાં પ્રવેશ કરે છે. IFS ઓફિસર પ્રવીણ કાસવાનના જણાવ્યા અનુસાર આ ઘટના દક્ષિણ ભારતમાં બની હતી. તેણે વિડીયોના કેપ્શનમાં લખ્યું, 'આ અંગે તમારો શું મત છે? વન્યજીવોના નિવાસસ્થાનની મુલાકાત લેવી અને ખલેલ પહોંચાડવી કે માર્ગ અકસ્માતથી બચવું? આ વિડીયો દક્ષિણ ભારતના વાઇલ્ડ લાઇફ હેબિચ્યુઅલનો છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Snake

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन