Home /News /eye-catcher /

Snake Video: શૂઝમાં છુપાયેલો હતો ખતરનાક કોબ્રા સાપ! છેડતા જ કર્યો હુમલો

Snake Video: શૂઝમાં છુપાયેલો હતો ખતરનાક કોબ્રા સાપ! છેડતા જ કર્યો હુમલો

સાપ સૂઝની અંદર એવી રીતે છુપાયેલો હતો કે ઉપરથી તેનો અંદાજો ન લગાવી શકાય.

Snake Hiding in Shoe Video: સાપ શૂઝ (Hiding Snake)ની અંદર એવી રીતે છુપાયેલો હતો કે ઉપરથી તેનો અંદાજો ન લગાવી શકાય. જ્યારે તે તેમાંથી બહાર આવે છે અને ફન ફેલાવીને ઉભો રહે છે, ત્યારે વીડિયો (Viral Video) જોનારાઓના હોશ ઉડી જાય છે.

    Snake Hiding in Shoe Video: સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral Video) થાય છે. આમાંથી કેટલાક વિડિયો ફની છે અને કેટલાક આપણા રોજિંદા જીવન સાથે સંબંધિત છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં શૂઝમાંથી સાપ નીકળતો(Snake Came Out Of Shoe) જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જે રીતે સ્નેક (Snake Sighting) છુપાયેલ છે, તમે કલ્પના પણ નહીં કરી શકો કે અહીં કંઈક હોય શકે છે.

    વરસાદની મોસમમાં જંતુઓ કોઈપણ રીતે વધુ સક્રિય બને છે. આવી સ્થિતિમાં, તેઓ ઘણીવાર ઘરોમાં છુપાયેલા સ્થાનો શોધી કાઢે છે. તમે સાંભળ્યું હશે કે કપડાં અને શૂઝ પહેરતા પહેલા એક વાર ખંખેરી લેવા જોઈએ, પરંતુ આ વીડિયો જોયા પછી તમે સમજી શકશો કે આવું કેમ કહેવામાં આવે છે. જો કોઈએ સૂઝ પહેર્યા હોત, તો આ ભૂલને કારણે તેનો જીવ ગયો હોત.

    કોબ્રા સાપ શૂઝમાં સંતાઈને બેઠો હતો

    વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ટ્રેન્ડ મહિલા ઘરના શૂ રેક પર રાખવામાં આવેલા શૂઝમાંથી સાપને બહાર કાઢી રહી છે. પહેલા તો સાપ જૂતામાંથી બહાર આવતો નથી, પરંતુ થોડીવાર પછી તે પોતાનો હૂડ ફેલાવીને બહાર આવે છે. તે પછી તે ધીમે ધીમે બહાર ઉભો રહેવા લાગે છે.



    આ પણ વાંચો: આગમાં પણ નથી પીગળતો આ આઈસ્ક્રીમ, સૂર્યપ્રકાશની પણ નથી થતી અસર

    આ દરમિયાન તેને પકડવા આવેલી મહિલા કહે છે કે વરસાદના દિવસોમાં ઝેરી જંતુઓ ગમે ત્યાં છુપાઈ શકે છે, તેથી બધાએ સાવચેત રહેવું જોઈએ. સાપની લંબાઈ અને પહોળાઈ જોઈને તમે કલ્પના પણ નહીં કરી શકો કે તે નાના જૂતાની અંદર છુપાઈ શકે છે.

    આ પણ વાંચો: પાઈલટે હાઈવે પર જ પ્લેન કર્યું લેન્ડ, ગભરાયેલા ડ્રાઈવરોએ ભગાવી ગાડીઓ

    વિડીયો જોયા બાદ લોકો અચંબામાં પડી ગયા હતા

    53 સેકન્ડનો આ વીડિયો IFS સુશાંત નંદાએ @susantananda3 નામના એકાઉન્ટથી ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોને થોડા જ કલાકોમાં 45 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 1800થી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયોની સાથે તેમણે લખ્યું છે કે વરસાદમાં કોઈપણ જગ્યાએ સાપ જોવા મળે છે, તેથી સાવચેત રહો. વીડિયો જોયા બાદ કેટલાક યુઝર્સે તો ડરથી કહ્યું કે તેઓ હવે શૂઝ નહીં પહેરે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Snake, Trending, Viral videos, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन