નાટકબાજ સાપ! ડરના કારણે સાપે કર્યું મરવાનું નાટક, 10 લાખથી વધુ લોકોએ જોયો આ Viral Video

News18 Gujarati
Updated: May 7, 2020, 6:22 PM IST
નાટકબાજ સાપ! ડરના કારણે સાપે કર્યું મરવાનું નાટક, 10 લાખથી વધુ લોકોએ જોયો આ Viral Video
વાયરલ વીડિયોની તસવીર

તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર સાંપનો એક વીડિયો ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાંપ એક પ્રકારે મરવાનું નાટક કરે છે.

  • Share this:
નવી દિલ્હીઃ વાઘથી બચવા માટે કોઈ અન્ય જનાવરનું મરવાનું નાટક કરતા લોકોએ અનેક વખત જોયા હશે. પરંતુ જ્યારે સાપ જ મરવાનું નાટક કરવા લાગે ત્યારે શું કહેશો? તાજેતરમાં સોશિયલ મીડિયા (Social media) ઉપર સાપનો એક વીડિયો ખૂબજ વાયરલ (Viral video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાપ એક પ્રકારે મરવાનું નાટક કરે છે. જાણે તે કોઈને દગો આપવા જઈ રહ્યો હોય. આ વીડિયો ટેક્સાસનો છે જ્યાં ઈંડિગો સાપ મરવાનું નાટક કરીને રમી રહ્યો છે. સાપ પણ પોતાનો જીવ સંકટમાં જોવે છે ત્યારે ક્યારેક હુમલો કરવાના બદલે મરવાનું નાટક કરવા લાગે છે.

આમ ચો આ વીડિયો વર્ષ 2017ના નેશનલ જ્યોગ્રાફિક ચેનલનો છે. યુટ્યૂબ ઉપર હાજર આ વીડિયોમાં એક સાપને આવું કરતા જોઈ શકાય છે. આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. હજારો લોકોએ કમેન્ટ્સ પણ કરી છે.

આ સાપ પોતાની આજુબાજુ ખતરો અનુભવતા મરવાનું નાટક કરવા લાગે છે. પરંતુ જ્યારે તેને ઉઠાવવામાં આવે છે ત્યારે તે ફરીથી પોતાની જીભ કાઢવા લાગે છે. ઉલ્લેખનીય છેકે ઈન્ડિગો સાપ આ કળા માટે પ્રખ્યાત છે. જંગલી પ્રાણીઓ અને અન્ય જીવોના વ્યવહાર અંગે ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રાફિક જેવી ચેનલ સમય સમય ઉપર બતાવે છે. વાયરલ વીડિયો નેશનલ જ્યોગ્રાફિક ચેનલનો છે. જેમાં સાપને મરવાનું નાટક કરતા જોઈ શકાય છે. જેમાં આવો વ્યવહાર સામાન્ય નથી.

આ પહેલા દેહરાદૂનમાં એક કિંગ કોબ્રાએ અજગરને ગળી ગયાનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. આના વાયરલ થવાના કારણે પણ લોકોને સામાન્ય રીતે અજગર કોઈ અન્ય પ્રાણીને ગળી જાય તે વાત સાંભળી હતી. પરંતુ આ વખતે અજગર પોતે શિકાર બની ગયો હતો.
First published: May 7, 2020, 6:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading