સિક્રેટ ઓપરેશન Smiling Buddha: ઇન્દિરા ગાંધીના મંત્રીઓને પણ પોખરણ પરમાણુ પરીક્ષણ વિશે જાણ નહોતી

સિક્રેટ ઓપરેશન Smiling Buddha: ઇન્દિરા ગાંધીના મંત્રીઓને પણ પોખરણ પરમાણુ પરીક્ષણ વિશે જાણ નહોતી

  • Share this:
નવી દિલ્લી:   ભારતે 47 વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં પહેલુ પરમાણુ પરીક્ષણ કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી હતી. ઇન્દિરા ગાંધીએ ભારતના આ પરીક્ષણને શાંતિપૂર્ણ પરમાણુ પરીક્ષણ કરાર આપ્યો હતો. કોઈને અંદાજો પણ નહોતો કે ભારત પરમાણુ પરીક્ષણ કરવાની ઉપલબ્ધિ પ્રાપ્ત કરશે. આ શાંતિપૂર્ણ પરમાણુ પરીક્ષણ બાદ અમેરિકાએ ભારત પર પ્રતિબંધ લગાવતા પરમાણુ સામગ્રી અને ઈંધણની આપૂર્તિ પર રોક લગાવી હતી.

તે સમયે અમેરિકા સંપૂર્ણપણે પાકિસ્તાનનો સાથ આપતું હતું. પાકિસ્તાનને ભારત પર ખૂબ જ ગુસ્સો હતો અને ભારતના ગુટનિરપેક્ષ સિદ્ધાંતના કારણે અમેરિકા ચિઢાયેલું હતું. ભારતે પાકિસ્તાન તોડીને બાંગ્લાદેશ બનાવવાનો નિર્ણય કર્યો તે અમેરિકાને પસંદ નહોતો. આ પરિસ્થિતિમાં ભારતે કોઈપણ પ્રકારની જાણ વગર પરમાણુ કાર્યક્રમ બાદ વર્ષ 1974માં પોખરણમાં પહેલી વાર પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. આ ઓપરેશનને Smiling Buddha નામ આપવામાં આવ્યું હતું.જીપના કારણે પરીક્ષણ કરવામાં વાર લાગી હતી

18 મેના રોજ પરમાણુ ટેસ્ટની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. વિસ્ફોટ પર ધ્યાન રાખવા માટે મચાનને પ કિમી દૂર લગાવવામાં આવ્યું હતું. મચાનથી તમામ મોટા સૈન્ય અધિકારીઓ અને વૈજ્ઞાનિકો પરીક્ષણ પર નજર રાખી રહ્યા હતા. વૈજ્ઞાનિક વિરેન્દ્ર સેઠીને અંતિમ તપાસ માટે પરીક્ષણના સ્થળ મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. તપાસ બાદ પરીક્ષણ સ્થળ પર જીપ શરૂ થતી નહોતી અને વિસ્ફોટનો સમય સવારે 8 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો. જીપ શરૂ ન થતા વિરેન્દ્ર સેઠી બે કિમી દૂર કંટ્રોલ રૂમ સુધી ચાલીને ગયા હતા. આ કારણોસર પરીક્ષણનો સમય 5 મિનિટ મોડો કરવામાં આવ્યો હતો.વૈજ્ઞાનિક રાજા રમન્નાના પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા હતા

આ ટોપ સીક્રેટ પ્રોજેક્ટ પર ઘણા સમયથી એક ટીમ કામ કરી રહી હતી. 75 વૈજ્ઞાનિક અને એન્જિનિયરોની ટીમે વર્ષ 1967થી લઈને 1974 સુધી 7 વર્ષ સુધી પ્રોજેક્ટ માટે ખૂબ જ મહેનત કરી હતી. BARCના નિદેશક ડૉ.રાજા રમન્ના આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા હતા. રમન્નાની પ્રોજેક્ટ ટીમમાં ડૉ. એપીજે અબ્દુલ કલામ પણ શામેલ હતા, જેમણે વર્ષ 1998માં પોખરણ પરમાણુ પરીક્ષણની ટીમનું નેતૃત્વ કર્યું હતું.

ઇન્દિરા ગાંધીએ મૌખિક મંજૂરી આપી હતી

તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ વર્ષ 1972માં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની મુલાકાત લીધી, ત્યારે તેમણે BARCના વૈજ્ઞાનિકોને પરમાણુ પરીક્ષણ માટે સંયંત્ર બનાવવાની મૌખિક મંજૂરી આપી હતી. પરીક્ષણના આગલા દિવસ સુધી આ ઓપરેશન વિશે કોઈને જાણકારી આપવામાં આવી નહોતી. અમેરિકાને પણ આ વાતની કોઈ જાણકારી નહોતી. ત્યાર બાદ અમેરિકાએ પરમાણુ સામગ્રી અને ઈંધણ સાથે અનેક વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યા હતા અને આ પરિસ્થિતિમાં રશિયાએ ભારતનો સાથ આપ્યો હતો.દેશના રક્ષામંત્રીને પણ આ વાતની જાણકારી બાદમાં આપવામાં આવી

પ્રોજેક્ટનું નેતૃત્વ કરતા રાજા રમન્નાએ તેમની આત્મકથા ‘ઈયર્સ ઓફ પિલગ્રિમિજ’માં જણાવ્યું છે કે આ ઓપરેશન સાથે જોડાયેલ કેટલીક એજન્સીઓને જ આ ઓપરેશન વિશે જાણકારી હતી. ઇન્દિરા ગાંધી સિવાય મુખ્ય સચિવ પી.એન હક્સર અને તેમના સાથી મુખ્ય સચિવ પી.એન ધર, ભારતીય રક્ષામંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર ડૉ.નાગ ચૌધરી અને એટોમિક એનર્જી કમિશનના ચેરમેન એચ.એન. સેઠના અને રમન્ના તથા પ્રોજેક્ટ સાથે જોડાયેલ માત્ર થોડાક લોકો જ આ બેઠકમાં શામેલ હતા.

ઇન્દિરા ગાંધી સરકારે આ ઓપરેશનમાં 75 વૈજ્ઞાનિકોને શામેલ કર્યા હતા. ભારતીય સેનાના પ્રમુખ જનરલ જી.જી. બેવૂર અને ઈંડિયન વેસ્ટર્ન કમાંડના કમાંડર અને સેનાના જે વ્યક્તિઓને આ ઓપરેશનની જાણકારી હતી તે લોકો જ શામેલ હતા.

ભારતના ઈતિહાસમાં આ ઓપરેશને સિક્રેટ ઓપરેશન ગણવામાં આવે છે. એક પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે તત્કાલીન રક્ષામંત્રી જગજીવન રામને પણ આ વિશે કોઈ જાણકારી નહોતી. સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ થયા બાદ તેમને ઓપરેશનની જાણ થઈ હતી.
Published by:kuldipsinh barot
First published:May 18, 2021, 23:35 pm

ટૉપ ન્યૂઝ