Home /News /eye-catcher /ડેમની દિવાલ પર ચાલતા બાળકનો વીડિયો જોઈને શ્વાસ અદ્ધર થઇ જશે, VIDEO VIRAL

ડેમની દિવાલ પર ચાલતા બાળકનો વીડિયો જોઈને શ્વાસ અદ્ધર થઇ જશે, VIDEO VIRAL

ડેમ પર રેલિંગ પકડીને ચાલતા બાળકનાં વીડિયોનું સત્ય

Social Media Viral: ટ્વિટર પર મેજર અખિલ નામના ટ્વિટર હેન્ડલ પર વીડિયો મુકાયો જેનાથી ટ્વિટર વાયરલ થઈ ગયો. હજારો લોકો વીડિયો જુએ છે અને ફક્ત એક જ શબ્દો નિકળી જાય છે ઓ માડી રે...... આ પડશે તો... વાયરલ થયેલા વીડિયોમાં બાળક લોખંડની ગ્રીલ પકડીને આગળ ચાલી રહ્યો છે.

વધુ જુઓ ...
    સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં જરા પણ વાર લાગતી નથી. બસ વીડિયોમાં એવું કંઈ હોવું જોઈએ જે લોકોને પસંદ આવવું જોઈએ. અથવા તો એવું હોવું જોઈએ જેનાથી લોકો અચંભિત થઇ જાય આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક ડેમની દિવાલ પર લાગેલી લોખંડની ગ્રીલ પકડીને ચાલી રહેલું નજર આવે છે અને એકાદ વાર તો પડતાં પડતાં પણ બચે છે.

    ટ્વિટર પર મેજર અખિલ નામના ટ્વિટર હેન્ડલ પર વીડિયો મુકાયો જેનાથી ટ્વિટર વાયરલ થઈ ગયો. હજારો લોકો વીડિયો જુએ છે અને ફક્ત એક જ શબ્દો નિકળી જાય છે ઓ માડી રે...... આ પડશે તો... વાયરલ થયેલા વીડિયોમાં બાળક લોખંડની ગ્રીલ પકડીને આગળ ચાલી રહ્યો છે. તેની ડાબી તરફ ઉંડો ડેમ છે. જેમાંથી પાણી પણ છોડાઈ રહ્યુ છે. અચાનક બાળકનો પગ લપસી જાય છે પણ લોખંડની રેલિંગ પકડી રાખી હોવાથી બાળક માંડ માંડ બચી શકે છે.



    અમે આપને જણાવી દેવા માંગીએ છીએ કે આ વીડિયો એક સામાન્ય ગાર્ડનમાં જ તૈયાર કરાયો છે. જેને VFX ગ્રાફિક્સની મદદથી બાળકની ડાબી તરફ પાણી છોડાયેલા ડેમના ગ્રાફિક્સ મુકવામાં આવ્યા છે. જેનાથી લાગે છે કે, બાળક રેલિંગ પકડીને ડરી ડરીને આગળ વધી રહ્યું છે. વીડિયોના અંતમાં સત્ય જાહેર કરવામાં આવ્યું છે તે પણ સૌ કોઇ જોઇ શકે છે.
    " isDesktop="true" id="1181186" >

    ઉલ્લેખનીય છે કે અત્યારની મોટા ભાગની એક્સન ફિલ્મોમાં પણ VFX ગ્રાફિક્સનો સારો એવો ઉપયોગ થાય છે. ફિલ્મ 'બાહુબલી'માં પણ આ જ પ્રકારે ગ્રાફિક્સના ઉપયોગથી આખા માહિષ્મતીને સામ્રાજ્યને દેખાડવામાં આવ્યુ છે. તો જોઇ લીધુને કેવી રીતે બાહુબલી માટે સરળ હતું હિમાલય પર્વત પર ચઢવું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Fake video, OMG VIDEO, Social Media Viral, VFX effect, વાયરલ વીડિયો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन