બુદ્ધિશાળી લોકો કાયમ દુ:ખી કેમ રહે છે?

News18 Gujarati
Updated: August 22, 2018, 8:08 PM IST
બુદ્ધિશાળી લોકો કાયમ દુ:ખી કેમ રહે છે?
ફાઈલ ફોટો

  • Share this:
ક્યારેક અર્નેસ્ટ હેમિંગ્વેએ લખ્યું હતું, "હું જાણું છું, બુદ્ધિમાન લોકોમાં ખુશી સૌથી દૂર્લભ ચીજ હોય છે." આ વાત ભલે તમને અજીબ લાગે, પરંતુ આપણા સમાજમાં હંમેશા સારા તરફ વધવા માટે દબાણ બનાવવામાં આવે છે. સારી નોકરી, સારી કાર, શાનદાર ઘર અને દરેક વસ્તુ સારી હોવી જોઈએ. બુદ્ધિશાળી લોકોમાં આ બધી સારી વસ્તુઓનું દબાણ વધારે હોય છે. ખરેખર તે લોકો આ દિશામાં સૌથી ફાસ્ટ આગળ વધે પણ છે, પરંતુ આ લોકો સૌથી વધારે દુ:ખી પણ હોય છે. આ સમજદાર લોકો દુ:ખી રહે છે તેના સંભવિત 6 કારણે પણ બતવવામાં આવે છે.

1. આવા લોકો વધારે વિચારે છે

જે લોકો વધારે સમજદાર હોય છે, તેઓ વધારે વિચારે છે અને વિષયો, સમસ્યાઓ અને પરિસ્થિતિ વિશે સાધારણ લોકોથી વધારે વિચારી શકે છે. સતત વિચારવાના કારણે પણ તેમના મગજમાં ઘણી બધી વાતો અને ચિંતાઓની એક જાળ બની જાય છે.

2. તેઓ હંમેશા જીવનમાં એક મોટા ઉદ્દેશ્યની તલાશમાં રહે છે

જે લોકો બુદ્ધિશાળી હોય છે તેઓ પોતાના જીવનથી સંતુષ્ટ હોતા નથી અને સારા ભવિષ્યની શોધ કરતાં રહે છે. સાધારણ ચીજો અને વાતોથી તેઓ કંટાળી જાય છે, કેમ કે તેમનામાં કંઈક નવું જાણવાની અને કરવાની ઘેલછા હોય છે.

3. તેઓ હંમેશા કામની વાતો કરવા ઈચ્છે છેતેમની આસપાસ એવા ઘણા ઓછા લોકો હોય છે, જેઓ તેમને સાંભળે અને સમજે. આવા લોકોને વાતોમાં વિશ્લેષણ અને ઉંડાઈ સારી લાગે છે, તેઓ એકપણ વાત કામ વગરની ફાલતું કરતા નથી. તેવામાં તેમને સાંભળવા અને સમજવા પણ એક ટાસ્ક સમાન હોય છે તેવામાં તેમની આસપાસ ઘણા ઓછા લોકો જોવા મળે છે. જ્યારે તેમની આસપાસ રહેલા લોકો પણ તેમની વાતને સમજી શકતા નથી ત્યારે તેઓ ખુબ જ દુ:ખી થઈ જતા હોય છે.

ફાઈલ ફોટો


4. બધા લોકો પાસેથી તેમને ખુબ જ અપેક્ષા રહે છે

આવા લોકો પહેલાથી એવું વિચારી લે છે કે, ક્યાં નિર્ણયથી તેમને કેટલો ફાયદો થઈ શકે છે? અને જો તેમના ધાર્યા જેટલો ફાયદો થતો નથી તો તેઓ દુ:ખી થઈ જાય છે. જો કે, વાત આટલે આવીને પણ અટકી જતી નથી તેઓ તેની શોધમાં પણ લાગી જાય છે કે, ક્યાં કારણે તેમને ધારેલી સફળતા મળી નથી અને તેઓ ફરીથઈ કારણ શોધીને દુ:ખી થઈ જાય છે.

5. તેઓ પોતાનું પણ ખુબ જ ક્રૂરતાથી મૂલ્યાંકન કરે છે

બુદ્ધિમાન લોકોને સમજદારી સાથે એટલો બધો લગાવ હોય છે કે તેઓ પોતાનું મૂલ્યાંકન કરતા રહે છે. તેઓ પોતાની જાત વિશે વિચારવામાં ઘણો બધો સમય ખર્ચ કરે છે. સ્વભાવિક છે કે તેઓ જેટલી વખત પોતાના વિશે વિચારે છે તેટલી વખત તેમના અને તેમના વ્યક્તિત્વ વિશે ખરાબ અનુભવવા લાગે છે. આમ તેઓ સતત દુખી થતાં રહે છે.

6. સમજદાર લોકમાં માનસિક બિમારીઓની સંભાવના વધારે હોય છે

એક સ્ટડી અનુસાર સમજદાર લોકોને મનોવૈજ્ઞાનિક બિમારીઓ વધારે હોય છે. એવું જોવા મળ્યું છે કે, આવા લોકોને બાઈપોલર ડિસઓર્ડર, લોકોથી ગભરામણ થાય, અથવા બીજા મગજના ડિસઓર્ડર થઈ જતા હોય છે.

 
First published: August 22, 2018, 8:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading