Home /News /eye-catcher /

Weird! Stretchingથી ગાયકે ગુમાવ્યો પોતાનો અવાજ, ઉઠવા-ચાલવામાં પણ મુશ્કલી, વઘુ પડતી Exerciseથી ફાટી ગઈ ગળાની ધમની

Weird! Stretchingથી ગાયકે ગુમાવ્યો પોતાનો અવાજ, ઉઠવા-ચાલવામાં પણ મુશ્કલી, વઘુ પડતી Exerciseથી ફાટી ગઈ ગળાની ધમની

ફાઈલ તસવીર

સ્ટ્રેચિંગ (Stretching), કસરત (exercise)નો ઉપયોગ કરવાથી જીવન સુધરે છે. પરંતુ જો તેમનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો તે એક મોટી સમસ્યા (problem) બની શકે છે. હેલન ફેરેલ (Helen Farrell) નામના સિંગરે પોતાનો અવાજ ગુમાવ્યો.

  જે પીડાને તે માઇગ્રેન અટેક સમજીને પેઇનકિલર (painkiller) લઈ રહી હતી તે હકીકતમાં, કંઈક બીજું જ નીકળ્યું. તબિયત ખરાબ થવાને કારણે થોડા દિવસોના આરામ (rest) બાદ જ્યારે તે જાગી ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ હતી. તે ઊભી થઈ શકતી ન હતી અથવા ચાલવા માટે સક્ષમ અનુભવી શકતી ન હતી. જ્યારે તેણે મદદ માટે અવાજ (lost voice) કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે વધુ આશ્ચર્યચકિત થઈ ગઈ.

  ઘણા પ્રયત્નો પછી પણ તેના ગળામાંથી કોઈ અવાજ આવ્યો ન હતો જેનાથી તે ખૂબ ડરી ગઈ હતી. 32 વર્ષીય હેલન ફેરેલ (Helen Farrell) માટે અવાજ જતો રહેવો એ સૌથી મોટો પડકાર હતો. હેલન એક વ્યાવસાયિક ગાયિકા છે અને ગાયન તેની આવકનો સ્ત્રોત છે. એવામાં તેમને મોટી કટોકટીનો સામનો કરવો પડ્યો હતો.

  ડોકટરોએ હેલન પર તેના બધા ગાયન કાર્યક્રમો રદ કરવા દબાણ કર્યું. કારણ કે તે તેના ગળા પર કોઈ ભાર આપવાની સ્થિતિમાં નથી. જો તે તેમ કરશે તો તેના ગળાની સમસ્યા વધુ વધશે. ફેબ્રુઆરી સુધીમાં હેલને ઘણા મ્યુઝિક શો બુક કરાવ્યા હતા જે રદ કરવા પડ્યા હતા.
  આ પણ વાંચો: Weird: અહીં ગધેડા સાથે સંબંધ બનાવે છે યુવાનો! વિચિત્ર રિવાજનું કારણ જાણીને ચોંકી જશો

  વઘુ સેટ્રેચિંગ પડ્યું ભારે
  હેલને જણાવ્યું હતું કે તેણે થોડા વર્ષો પહેલા કાઇરોપ્રેક્ટિક (Chiropractic) જોયી હતી જેમાં ગરદનની જડતા અને પીડાને દૂર કરવા માટે કસરત અને ખેંચાણ કરાવવામાં આવતું હતું. એક દિવસ જ્યારે તે કાઇરોપ્રેક્ટિકમાં બતાવવામાં આવેલી કસરત દરમિયાન બંને બાજુ પોતાની ગરદન હલાવી રહી હતી ત્યારે અચાનક તીવ્ર દુખાવો થયો હતો.

  આ પણ વાંચો: Weird: Party કરવામાં યુનિર્વસિટી આપી રહી છે માસ્ટર ડીગ્રી, એડમિશન માટે પડાપડી!

  હેલને તેને માઇગ્રેનના દુખાવા તરીકે હળવાશથી લીધો. પરંતુ પેઇનકિલર પછી પણ તેમાં આરામ ન મળ્યો તો તેની ચિંતા વધી ગઈ. પછી તે સૂઈ ગઈ. તે ઊંઘમાંથી જાગી ત્યારે ભાન ગુમાવી બેઠી. હેલન ચાલવા, ઊભી રહેવા, બોલવામાં પણ અસમર્થ હતી.

  આ પણ વાંચો: Weird: Covid Protocol તોડ્યો, તો પોસ્ટરો લગાવીને કરાવાઈ અપમાનજનક પરેડ!

  શું હેલન ફરીથી ગાઈ શકશે?
  હેલનનો મંગેતર એન્ડી ઇસ્ટવુડ તેને ડોક્ટર પાસે લઈ ગયો હતો જ્યાં ચેકઅપ પછી એવી માહિતી મળી હતી કે વધુ પડતા ખેંચાણને કારણે ગરદનની મુખ્ય ધમની ફાટી ગઈ હતી. ઊંડો સ્ટ્રોક પણ આવ્યો છે. આનાથી બોલવાની ક્ષમતા પર પણ અસર પડી. ઘણા પ્રયત્નો પછી હેલન થોડું વધારે બોલવા માટે સક્ષમ છે. મંગેતર એન્ડી ઇસ્ટવુડ, જે પોતે સંગીતકાર છે, જ્યારે તેણે કેટલાક સાધનો વગાડ્યા ત્યારે ગાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ગાવામાં સહજ નહોતી.

  આ પણ વાંચોઃ-દાહોદઃ કમકમાટી ભર્યો Accident, ટ્રકે બાઈક સહિત વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી, સ્કૂલથી ઘરે જતા મોતને ભેટી

  બીજી તરફ, તેના ઘણા સિંગિંગ શો રદ કરવા માટે તેને 7,000 પાઉન્ડ એટલે કે 7 લાખની નજીક ખર્ચ ઉઠાવવો પડ્યો. હેલન ફેરેલ ચિંતા કરી રહી છે કે શું તે હવે ક્યારેય ગાઈ શકશે. ડોકટરો હાલમાં તેની ચાલવા અને સ્પીચ થેરાપી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: OMG News, Shocking news, Weird news, અજબગજબ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन