Video : શોમાં સિંગરના માથામાં અચાનક લાગી આગ, સિંગર હતો પોતાની મસ્તીમાં મસ્ત

News18 Gujarati
Updated: February 20, 2020, 1:04 PM IST
Video : શોમાં સિંગરના માથામાં અચાનક લાગી આગ, સિંગર હતો પોતાની મસ્તીમાં મસ્ત
લાઇવ શોમાં લાગી આગ

ગાયક જેનસનનું કહેવું છે કે તેમને ખબર નહતી કે તેના માથામાં આગ લાગી છે!

  • Share this:
ડેટ્રાઇટ : સ્ટેજ શોમાં પરફોર્મન્સ દરમિયાન ધણીવાર ફટાકડા ફોડવામાં આવે છે. પણ હાલમાં જ એક સ્ટેજ શો દરમિયાન થયેલી આતિશબાજીમાં એક તણખલો પરફોમ કરતા સિંગરના વાળમાં લાગી ગયો. અને સિંગરના માથાના વાળ ભડભડ બળવા લાગ્યા. એક જ સેકન્ડમાં આ આગે તેના આખા વાળને પોતાના કાબુમાં લઇ લીધા. પણ તેમ છતાં સિંગર પોતાની ધૂનમાં ગાતો રહ્યો.

આ સમગ્ર ઘટના લોઆના ડેટ્રોઇટ રોક સિટીની છે. જ્યાં હિપ હોપ સિંગર બોબી જેનસન તેના બેન્ડ સાથે શો કરી રહ્યા હતા. શો દરમિયાન ગાયક ગિટાર સાથે પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા હતા ત્યારે સ્ટેજ પર જ ફટાકડા ફોડવામાં આવ્યા. જેનો એક સળગતું તળખણું પરફોર્મ કરી રહેલા ગાયકના વાળમાં લાગી ગયું. અને તેમના વાળમાં ભડભડ આગ લાગવા લાગી.



જો કે આ બધી વાતથી બેખબર બોબી જોનસન ગીત સતત ગાતા રહ્યા. તેમની બાજુમાં ઊભેલા ગિટારિસ્ટે આ વાત જોઇ અને તેમને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. જો કે એટલા જ બે ક્રૂ મેમ્બર પણ ત્યાં પહોંચી ગયા અને તેમણે વાળમાં લાગેલી આ આગને શાંત કરી. જો કે ત્યાં હાજર લોકો સિંગરના વાળમાં લાગેલી આ આગને જોઇને ચોંકી ગયા હતા. અને હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

ગાયક જેનસનનું કહેવું છે કે તેમને ખબર નહતી કે તેમના વાળમાં આટલી મોટી આગ લાગી છે. વળી મજાક કરતા તેમણે એમ પણ કહ્યું કે મેં કોઇ વિગ નહતી પહેરી. પણ સારું છે હવે મારા વાળ એલિસ કૂપરથી પણ સારા થઇ ગયા છે!
First published: February 20, 2020
વધુ વાંચો
अगली ख़बर