સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, નોરા તાન શૂમે અને ડીરેક્ટર કોસિગાન 2016માં મળ્યા અને મિત્રત બન્યા. પણ 2020માં બંને વચ્ચે કોઈ વાતને લઈને અણબનાવ થયો અને ત્યારથી તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ.
કોઈ છોકરો કોઈ છોકરીને લવ પ્રપોઝલ મોકલે અને તેને ઠોકર મારી દે તે સામાન્ય બાબક છે. પણ સિંગાપુરમાં એક છોકરાએ લવ પ્રપોજલને ઠોકર મારતા એટલું માઠુ લાગ્યું કે, તેના વિરુદ્ધ કેસ ઠોકી દીધો હતો. ત્યાં સુધી કે, હવે 18 કરોડ રૂપિયાના વળતરની માગ કરી રહ્યો છે. તેનું કહેવું છે કે, સંબંધ તોડી નાખતા તે એટલો બધો તૂટી ગયો કે, કેટલાય દિવસ સુધી પોતાનો બિઝનેસ સંભાળી શક્યો નહોતો. તેના કારણ તેને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, નોરા તાન શૂમે અને ડીરેક્ટર કોસિગાન 2016માં મળ્યા અને મિત્રત બન્યા. પણ 2020માં બંને વચ્ચે કોઈ વાતને લઈને અણબનાવ થયો અને ત્યારથી તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ. કોસિગાન એક ડ્રોન કંપનીમાં ડિરેક્ટર છે. નોરાનું કહેવું છે કે, તે ફક્ત દોસ્ત હતા, પણ કોસિગાન તેને એકતરફી પ્રેમ કરવા લાગી હતી. એક દિવસ તે આવ્યો અને મને મળવા માટે બોલાવી. હું પહોંચી તો, તેણે પ્રપોઝ કરી દીધું. શરુઆતમાં મેં તેને સમજાવી બાદમાં મેં તેની ગર્લફ્રેન્ડ બનવાની ના પાડી દીધી. ત્યાર બાદ તે ડિપ્રેશનમાં આવી ગયો, જેના કારણે કોસિગાનને પાંચ બિઝનેસ પાર્ટનરશિપમાંથી હાથ ધોવાનો વારો આવ્યો.
હાઈકોર્ટ સુધી પહોંચ્યો મામલો
રિપોર્ટ્સ મુજબ કોસિગાન એટલો દુ:ખી થયો કે, તેને નોરા તાન શૂ વિરુદ્ધ કોર્ટમાં કેસ ઠોકી દીધો અને 13 લાખ રૂપિયાના દંડની માગ કરી. જો કે, કોર્ટે તેનો કેસ ફગાવી દીધો અને ભારે ફટકાર લગાવી. ત્યાર બાદ તેણે હાર માની નહીં. હાઈકોર્ટમાં કેસ કર્યો અને આ વખતે તો તેણે 18 કરોડનું વળતર પણ માગ્યું. કોર્ટમાં તેણે આરોપ લગાવ્યો કે, નોરા તાન શૂના વ્યવહારી તે માનસિક રીતે પ્રતાડિત થયો છે. તેનાથી તેને બહુ નુકસાન થયું છે. તે આખી આખી રાત સુઈ શક્યો નથી. તેને ખૂબ તકલીફ વેઠવી પડી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર