એકબીજાના અશ્લીલ ફોટો પાડીને કરોડપતિ થઈ ગયા ભાઈ-બહેન, મા-બાપને બાળકો પર ગર્વ

ઓન્લીફેન્સ પર ભાઈ-બહેનના લાખો ફોલોઅર્સ છે. (Image-instagram)

ઓન્લીફેન્સ (OnlyFans) નામની એડલ્ટ સાઈટ (Adult Site) પર અશ્લીલ ફોટોઝ વેચીને ભાઈ-બહેન (Siblings earning fortune selling hot photos)ની જોડી કરોડપતિ બની ગઈ છે. આ જોડી આ સાઈટ પર બોલ્ડ ફોટોઝ પોસ્ટ કરે છે. ફોટોઝ પાડવામાં આ ભાઈ-બહેન એકબીજાની ખૂબ મદદ કરે છે.

 • Share this:
  નવી દિલ્હી: ભાઈ-બહેનના ખટમીઠાં સંબંધ તમે ઘણી વખત જોયા હશે. ભાઈ-બહેન એકબીજા સાથે ખૂબ ઝઘડે છે અને સમય આવે ત્યારે સૌથી પહેલાં એકબીજાની પડખે ઊભા રહે છે. પણ અમે આજે જે ભાઈ-બહેન (Weird Siblings)ની વાત કરવા જઈ રહ્યા છીએ તેમણે એકબીજાને કરોડપતિ બનવામાં મદદ કરી છે. જોકે, પૈસા કમાવાની આ રીત લોકોને નથી પચી રહી. આ ભાઈ-બહેન એકબીજાની અશ્લીલ તસ્વીરો લે છે (Siblings Click Bold Photos) અને તેને એડલ્ટ સાઈટ પર વેચે છે. આ કામ કરીને તેઓ અત્યારસુધીમાં 20 કરોડ રૂપિયા કમાઈ ચૂક્યા છે.

  સ્કોટલેન્ડ (Scotland)ના ગ્લાસગો (Glasgow)માં રહેતા આ ભાઈ-બહેન ચર્ચામાં છે. 24 વર્ષની ડેઝી ડ્રિયુનો ભાઈ પહેલાથી જ એડલ્ટ સાઈટ પર ફોટોઝ વેચતો હતો. જ્યારે ડેઝી એક વખત ન્યુઝીલેન્ડના પ્રવાસે ગઈ હતી, ત્યારે પૈસા ખતમ થઈ જતાં તેણે પણ ભાઈના પગલે ચાલવાનો નિર્ણય કર્યો. ડેઝીનો ભાઈ, 29 વર્ષનો ઓસ્ટિન ઓન્લીફેન્સ (OnlyFans)પર પોતાના ફોટોઝ શેર કરીને પૈસા કમાતો હતો. તેની જેમ જ ડેઝીએ પણ ફેબ્રુઆરી 2021માં ઓન્લીફેન્સ સાઈટ પર અકાઉન્ટ બનાવ્યું અને પોતાના ફોટોઝ વેંચવા લાગી.

  siblings earn 20 crore selling bold photos
  ડેઝીને પોતાના ભાઈ સામે બોલ્ડ કપડાં પહેરવામાં કોઈ સંકોચ નથી થતો.


  હવે બંને ભાઈ-બહેન મળીને ઓન્લીફેન્સ પર પોતાના અશ્લીલ ફોટો વેંચે છે. ફોટોઝ પાડવામાં બંને એકબીજાની મદદ કરે છે. લોકોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ ચોંકી ગયા હતા. જોકે, કેટલાંક લોકોએ બંનેને એડલ્ટ ફિલ્મ સાથે બનાવવાના બદલે સારી રકમ ઓફર કરી હતી, પણ બંનેએ એ ઓફર રિજેક્ટ કરી નાખી. ડેઝીએ કહ્યું કે ભલે તેનો ભાઈ તેના બોલ્ડ ફોટોઝ પાડે છે પણ એનો મતલબ એ નથી કે તે પોતાના સંબંધની મર્યાદા ભૂલી ગઈ છે.

  siblings earn 20 crore selling bold photos
  એડલ્ટ સાઈટ પરની કમાણીથી વેકેશન માણે છે ભાઈ-બહેન


  ડેઝી અને ઓસ્ટિનના મા-બાપને પણ પોતાના બાળકો જે કામ કરી રહ્યા છે તેના વિશે માહિતી છે. તેમના મા-બાપને આ બાબતે કોઈ જ વાંધો નથી. તેમને પોતાના બાળકો પર ગર્વ છે. ભાઈ-બહેનમાં ઓસ્ટિન સમલૈંગિક છે તેમ છતાં કેટલાય લોકોએ બંનેને લઈને અશ્લીલ ફિલ્મ બનાવવાની રિક્વેસ્ટ કરી છે. જણાવી દઈએ કે વર્તમાનમાં ઓન્લીફેન્સના માધ્યમથી ઘણાં લોકોએ પૈસા કમાયા છે. આ સાઈટ પર લોકો પોતાના બોલ્ડ ફોટોઝ શેર કરે છે, જેને જોવા માટે સબસ્ક્રિપ્શન લેવું પડે છે. આના માધ્યમથી લોકો સારા એવા પૈસા કમાઈ લે છે.
  Published by:Nirali Dave
  First published: