માત્ર 50 પૈસામાં દુકાનદાર વેચતો હતો ટીશર્ટ, પોલીસે તરત જ કરાવી પડી દુકાન બંધ

માત્ર 50 પૈસામાં દુકાનદાર વેચતો હતો ટીશર્ટ, પોલીસે તરત જ કરાવી પડી દુકાન બંધ

તમિલનાડુ (TamilNadu)માં એક ચોંકાવનારો કિસ્સો (Shocking Case) સામે આવ્યો હતો. અહીં એક દુકાનદારે ગ્રાહકોને આકર્ષવા માટે સેલ(sale) બહાર પાડ્યો હતો. પરંતુ આ સેલ બંધ કરવા માટે પોલીસને બોલાવવી પડી હતી. વાસ્તવમાં દુકાનદારે એવી ઓફર કરી હતી કે લોકોની ભારે ભીડે દુકાને ઉમટી પડી હતી જે બાદ પોલીસે દુકાન બંધ કરાવી પડી હતી.

 • Share this:
  માર્કેટિંગ એક કળા છે જેના કારણે વ્યક્તિ વ્યવસાયમાં ઘણી પ્રગતિ કરી શકે છે. માર્કેટિંગ ટેકનિક સાચી હોય તો એક નાનો ધંધો પણ એક ક્ષણમાં સફળતાની ઊંચાઈએ પહોંચે છે. કોઈ પ્રોડ્કટનુ વઘુમાં વઘુ વેચાણ કરવા માટે લગાવવામાં આવતી સેલ પણ તે જ માર્કેટિંગનો ભાગ છે.

  વેચાણમાં તેની કિંમત ઘટાડીને ઉત્પાદનનું વેચાણ વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ જો આ વ્યૂહરચના તમને પોલીસ પ્રકરણમાં ફસાવે તો? આવો જ એક કિસ્સો તમિલનાડુથી સામે આવ્યો હતો. અહીં એક કાપડની દુકાનના માલિકને તેની દુકાનના સેલને કારણે થયેલી ભીડના લીઘે બંધ કરાવવી પડી હતી.

  અહેવાલો અનુસાર તમિલનાડુના તિરુચિમાં એક દુકાનદારે પોતાની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે એવી ઓફર કરી હતી કે ત્યાં લોકોની ભારે ભીડ થઈ ગઈ હતી. પછી એટલો બધો હોબાળો થયો કે પોલીસે આવીને દુકાન બંધ કરાવવી પડી. દુકાન ૨૧ નવેમ્બરે ખુલ્લી હતી. ઓફર હેઠળ ટી-શર્ટ 50 પૈસામાં (50 Paisa TShirt) વેચાઇ રહી હતી. દુકાન ખુલતાજ ત્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ. હકીકતમાં, દુકાન ખોલતા પહેલા જ, ઓફર દરેક જગ્યાએ એડ દ્વારા કહેવામાં આવી હતી. દુકાન ખુલે તે પહેલાં તેના શટર પર ભીડ હતી.

  આ પણ વાંચો: દર મહિને 210 રૂપિયા જમા કરાવીને મેળવો રૂ. 5,000નું પેન્શન, ઑનલાઇન e-KYC કરાવવાની સુવિધા

  સવારે 9 વાગ્યે દુકાન ખુલી કે તરત જ ત્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. 50 પૈસામાં ટીશર્ટ મેળવવા માટે લોકોએ મારા મારી શરૂ કરી હતી. ત્યાં એટલી ભારે ભીડ હતી કે લોકો દુકાનની બહાર શેરીમાં કતારમાં ઊભા હતા. ટ્રાફિકને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવવી પડી હતી. ભીડને ધ્યાનમાં રાખીને પોલીસે દુકાન બંધ કરી દીધી હતી. ઘણી વાતો બાદ બપોરે 1 વાગ્યે દુકાન ફરી ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી.

  આ પણ વાંચો: રાજ્યની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણ પેપરલેસ કરવા આજથી “ઇ-સરકાર” એપ્લિકેશન શરૂ

  દુકાનદારની ઓળખ હકીમ મોહમ્મદ તરીકે થઈ હતી. હકીમે તેની દુકાનના પ્રમોશન માટે ઓફર કાઢી હતી. તેની નીચે લગભગ 1,000 ટી-શર્ટ વેચાણ માટે રાખવામાં આવી હતા. તેમને ૫૦ પૈસામાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ એવી ભીડ હતી કે માત્ર સો ટી-શર્ટ જ વેચી શકાય. લોકો ત્યાં 50 પૈસાનો સિક્કો લાવ્યા હતા. પરંતુ થોડા કલાકો માટે બંધ થયા પછી સ્ટોર ખુલ્યો ત્યાં સુધીમાં ઓફર સમાપ્ત થઈ ગઈ હતી. લોકો પણ માસ્ક વિના ટોળામાં આવ્યા હતા. આવી ભીડના કારણે કોરોનાના ડરથી દુકાન બંધ કરાઈ હતી.
  Published by:Riya Upadhay
  First published: