Home /News /eye-catcher /

Shocking Video: અચાનક જમીનમાં સમાઈ ગયો કૂવો, લોકોના ઉડ્યા હોશ

Shocking Video: અચાનક જમીનમાં સમાઈ ગયો કૂવો, લોકોના ઉડ્યા હોશ

IAS અધિકારીએ કહ્યું, ‘તમે કૂવાને ડૂબતો જોયો છે! 2020 કંઈ પણ કરી શકે છે’, જુઓ Video

IAS અધિકારીએ કહ્યું, ‘તમે કૂવાને ડૂબતો જોયો છે! 2020 કંઈ પણ કરી શકે છે’, જુઓ Video

    નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા (Social Media) પર એક કૂવાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો. તમે કૂવામાં ડૂબતાં લોકોના સમાચાર તો સાંભળ્યા હશે પરંતુ કૂવો પોતે ડૂબી જાય એવા સમાચાર સાંભળ્યા છે? જી હા, રસ્તા કિનારે આવેલો કૂવો અચાનક જ જમીનમાં સમાઈ જાય છે. જેને પણ આ ઘટના જોઈ તેના હોશ જ ઉડી ગયા. ત્યાં હાજર લોકોએ તેનો વીડિયો ઉતારી દીધો. આ વીડિયોને ટ્વિટર પર આઈએએસ અધિકારી અવનીષ શરણ (Awanish Sharan)એ પોસ્ટ કર્યો છે.

    વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા કિનારે કૂવો છે. વરસાદના પાણીથી ભીની થયેલી માટી નીચે ધસી જાય છે અને કૂવો પણ જમીનની અંદર ધસવા લાગે છે. જોતજોતામાં કૂવો જમીનમાં સમાઈ જાય છે. નજીકમાં ઊભેલા લોકો આ જોઈ હેરાન રહી જાય છે. આઈએએસ અધિકારી અવનીષ શરણ પણ આ દૃશ્ય જોઈ હેરાન રહી ગયા.

    આ પણ વાંચો, શું છે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલું ‘#Binod’? જાણો ઇન્ટરનેટ પર કેવી રીતે આવ્યું Memesનું પૂર

    વીડિયોને શૅર કરતાં અવનીષ શરણે લખ્યું કે, તમે કૂવામાં ડૂબતા તો સાંભળ્યું હશે પરંતુ ક્યારેય કૂવાને ડૂબતો સાંભળ્યો છે? 2020 કંઈ પણ કરી શકે છે.

    આ પણ વાંચો, અમેરિકાના અબજો ડૉલરના દેવા નીચે દબાયેલા ચીન સહિતના આ મોટા દેશ

    અવનીષ શરણે આ વીડિયોને 8 ઓગસ્ટે શૅર કર્યો હતો. ત્યારબાદથી તેને 75 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. સાથોસાથ 5 હજારથી વધુ લાઇક્સ અને હજારથી વધુ રિ-ટ્વિટ અને કોમેન્ટ્સ આવી ચૂકી છે. લોકો આ વીડિયોને જોઈ હેરાન છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Social media, Video viral, Well, વાયરલ વીડિયો

    આગામી સમાચાર