મસીહા બની મહિલા કોન્સ્ટેબલ! ચાલતી ટ્રેનમાં ચઢવા દરમિયાન પડતી મહિલાનો બચાવ્યો જીવ

મહિલા કોન્સેટબલ બની મસિહા

મહિલા ટ્રેન અને પાટાની વચ્ચે આવવાની જ હતી. તેને ત્યાં હાજર RPFની મહિલા કોન્સ્ટેબલ (RPF Constable)એ બચાવી લીધી હતી. જેનાં પર સંપૂર્ણ ઘટનાનું CCTV Footage સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ ગયું છે.

  • Share this:
    મુંબઇ: સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન (Sandhurst Road Railway Station) પર તે સમયે એક મોટી દુર્ધટના બનતા બચી ગઇ જ્યારે ચાલતી ટ્રેનમાં ચડતા દરમિયાન એક મહિલા પડી ગઇ. મહિલા ટ્રેન અને પાટાની વચ્ચે આવવાની હતી. તે સમયે ત્યાં હાજર RPFની મહિલા કોન્સ્ટેબલ (RPF Constable)એ તેને બચાવી લીધી. આ આખી ઘટના CCTV ફૂટેજ (CCTV Footage) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ ગઇ છે. આ વીડિયો જોયા બાદ લોકોએ મહિલા કોન્સ્ટેબલને અસલી હીરો ગણાવી છે.

    આ પણ વાંચો-1962નાં યુદ્ધ માંથી મોદી સરકારે લીધો પાઠ, ચીન સરહદ સુધી પહોંચવાનો પાક્કો રસ્તો તૈયાર

    આ ઘટના સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશનની છે. CCTV ફુટેડમાં સ્પષ્ટ દેખાય છે કે, બદલાપુર તરફથ જતી લોકલ ટ્રેન ગુરુવારે બપોરે આશરે 1 વાગ્યે સ્ટેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન પહોંચી હતી.

    આ પણ વાંચો-જો Paytmનો ઉપયોગ કરો છો, તો જાણો કેવી રીતે જીતી શકો છો 1 લાખ રુપિયા

    થોડા સમય બાદ જેમ ટ્રેન આગળ તરફ રવાના થઇ તે દરમિાયન એક વૃદ્ધ મહિલા ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરવામાં પડી ગઇ. મહિલા ટ્રેન અને પાટાની વચ્ચે ફસાવવાની જ હતી. તે ત્યાં હાજર RPFની મહિલા કોન્સ્ટેબલ સપના ગોલકરે તેને ખેંચી લીધી હતી અને જીવ બચાવ્યો હતો.

    આ પણ વાંચો-આ છે દુનિયાની સૌથી મોંઘી પાણીની બોટલ, તેની કિંમતમાં અમદાવાદમાં આવી જાય 3BHK ફ્લેટ

    સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકો RPF કોન્સ્ટેબલ સપના ગોલકરનાં વખાણ કરી રહી છે. એક યૂરે લખ્યું છે કે, અમને આપનાં પર ગર્વ છે. સપના જી, દેશને આપનાં જેવાં હીરોની જરૂર છે. અન્ય યૂઝરે લખ્યું ચે, 'આ છે આપણી વચ્ચે હાજર અસલી હીરો. જેમને આપણાં જીવનની ઘટનાઓથી વખાણ કરવાંનું શીખવ્યું છે.'

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: