Spam Mailથી પણ બની શકો છો કરોડપતિ! વિશ્વાસ ન આવે તો આ અમેરિકાની મહિલાનો કિસ્સો વાંચી લો
Spam Mailથી પણ બની શકો છો કરોડપતિ! વિશ્વાસ ન આવે તો આ અમેરિકાની મહિલાનો કિસ્સો વાંચી લો
(પ્રતીકાત્મક ફોટો)
US woman wins 3 million dollar Lottery through junk-mail: અમેરિકાની લોરા સ્પિયર્સ (55)એ જંક મેઇલની મદદથી 30 લાખ ડોલરની લોટરી જીતી છે. તે કહે છે કે, મેં સ્પેમ ફોલ્ડર (Spam Folder) ચેક કર્યો ત્યારે મારી નજર એક જંક-મેઇલ (Spam Mail) ઉપર પડી. તેમાં લખ્યું હતું કે મારી લોટરી (Lottery) લાગી ગઈ છે.
વોશિંગ્ટન. જંક-મેઇલ (Spam Mail)ને આપણામાંથી મોટાભાગના લોકો જોયા વિના જ ડિલિટ કરી નાખે છે. મોટા ભાગના જંક મેઇલ પણ એવા બિનજરૂરી જ હોય છે. કેમ કે કેટલીક વખત તેના દ્વારા લોકોને ફસાવવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ ક્યારેક કોઈ જંક મેઇલ કિસ્મત બદલી નાખે તેવા પણ સાબિત થાય છે, કોઈને કરોડપતિ પણ બનાવી દે છે, તે હમણાં હમણાં જ ખબર પડી છે. અમેરિકાની એક મહિલા (US woman wins 3 million dollar Lottery through junk-mail) ની વાર્તા આવા જ એક જંક – મેઇલ (Spam Mail) સાથે જોડાયેલી છે.
બીબીસીના સમાચાર મુજબ, અમેરિકાની લોરા સ્પિયર્સ (55)એ જંક મેઇલની મદદથી 30 લાખ ડોલરની લોટરી જીતી છે. એટલે કે ભારતીય કરન્સીમાં જોઈએ તો 22.41 કરોડ રૂપિયા. તે કહે છે કે, હું મારા મેઈલ બોક્સમાં કોઈનો મેઈલ શોધતી હતી. તેમાં મેં સ્પેમ ફોલ્ડર (Spam Folder) પણ ચેક કર્યો. ત્યારે મારી નજર એક જંક-મેઇલ (Spam Mail) ઉપર પડી. તેમાં લખ્યું હતું કે મારી લોટરી (Lottery) લાગી ગઈ છે. તેમાં 3 મિલિયન ડોલરની ઇનામી રકમ મળી છે.
સ્પિયર્સ જણાવે છે કે, ‘પહેલા તો મને તેના પર વિશ્વાસ જ ન આવ્યો. કેમ કે તે જંક-મેઇલ હતો. પણ તો પણ મેં મારી લોટરીની ટિકિટ ચેક કરી તો એ જ નંબર હતો, જેના વિશે જંક – મેઇલમાં જાણકારી આપવામાં આવી હતી. ત્યારે તો મારી ખુશીનો કોઈ પાર જ ન રહ્યો. હવેથી હું જંક-મેઇલ પણ ધ્યાનથી ચેક કરીશ.’
સમાચાર મુજબ સ્પિયર્સ સમયથી પહેલા રિટાયરમેન્ટ લેવાનું વિચારી રહી છે. તેણે મિશિનગ લોટરી (Michigan Lottery)ની મેગા મિલિયન લોટરી (Mega Million Lottery) જીતી છે. તે કહે છે, મિશિનગ લોટરીને હું હવે સુરક્ષિત મેઇલમાં સામેલ કરવાની છું. શું ખબર, ભવિષ્યમાં કોઈ મોટા ઇનામની સૂચના અહીંથી મળી જાય.
મેગા મિલિયન લોટરી (Mega Million Lottery)ની ટિકિટ અમેરિકાના 45 રાજ્યોમાં 2 ડોલરની કિંમતમાં મળે છે. આ લોટરી દ્વારા 2018માં દક્ષિણી-કેરોલીનાના એક વિજેતાએ 1.6 અરબ ડોલર (આશરે 119.57 અબજ રૂપિયા)નું ઇનામ જીત્યું હતું.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર