ખજાનો શોધવા ચાલી રહ્યું હતું ખોદકામ, ખાડામાંથી અચાનક 500 લાશો મળતાં મચી સનસની

નાઝી કેમ્પની નીચે હજુ આવા અનેક ખાડા છે જેમાં હજારો લાશો દટાયેલી છે.

ખાડામાંથી મળેલી 500 લાશો પર ગોળી માર્યાના નિશાન મળ્યા, નાઝી કેમ્પમાં મહિલાઓ અને બાળકોને ઉતાર્યા હતા મોતને ઘાટ

 • Share this:
  મોસ્કો. જમીનની નીચે ઘણું બધું દબાયેલું હોય છે. તેનું રહસ્ય ખોદકામ દરમિયાન જ બહાર આવતું હોય છે. અનેક રહસ્યો આવા ખોદકામ દરમિયાન સામે આવતા હોય છે. હાલમાં રશિયા (Russia)માં ખોદકામ દરમિયાન એક ખાડામાંથી 500 લાશો (500 Bodies) મળી આવી છે. આ લાશો બાળકો (Children) અને મહિલાઓની (Women) હતી. આ ખાડો નાઝી કેમ્પ (Nazi Concentration Camp)નો હોવાનું કહેવાઈ રહ્યું છે જ્યાં લોકોને નિર્મમ હત્યા કરવામાં આવતી હતી.

  આ લાશો પર ગોળીથી મારવાના નિશાન મળ્યા છે. સાથોસાથ ટોર્ચરના અનેક નિશાન પણ બોડી પર મળ્યા છે. બીજી તરફ કેટલાંક લોકોના મોત ભૂખના કારણે થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સાઇટ પર લગભગ 64 ઇન્વેસ્ટિગેટર્સ ઉપસ્થિત હતા. આ ખાડાની તપાસ ઘણા વર્ષોથી થઈ રહી હતી. કેટલાક લોકોનું કહેવું હતું કે આ ખાડામાંથી મૂલ્યવાન ચીજો મળી શકતી હતી. પરંતુ જ્યારે ખાડાની તપાસ કરવામાં આવી તો અંદરથી માત્ર લાશો જ મળી.

  આ પણ જુઓ, ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં મેહુલ ચોકસી, ભાગેડુ હીરા વેપારીની લેટેસ્ટ તસવીરો

  વધુ લાશો મળવાની શક્યતા

  લાશોથી ભરેલા આ ખાડાઓમાં લગભગ 8500 લાશો હોવાની વાતો કહેવામાં આવી રહી છે. નાઝી કેમ્પથી ભાગેલા લોકોના નિવેદનો મુજબ, ત્યાં આવા લગભગ 15 ખાડા છે. આ દરેક ખાડામાં 30થી 100 લાશોને નાખવામાં આવી હતી. હજુ તો તેમાંથી માત્ર 500 લાશો મળી છે. વધુ ખોદકામ કરવામાં આવતા વધુ લાશો મળવાની આશા છે.

  સિગારેટના ડબ્બા મળ્યા

  ખોદકામ દરમિયાન લાશો ઉપરાંત ત્યાંથી કોઈ પણ અન્ય ચીજ નથી મળી. ટીમને માત્ર એક સિગારેટનો ડબ્બો મળ્યો છે. લાશોમાં અનેકના હાડકાં તૂટેલા મળ્યા. તેનાથી જાણી શકાય છે કે આ લોકોને માર્યા પહેલા તેમની પર ઘણા અત્યાચાર કરવામાં આવ્યા હતા. તમામ લોકોની ઉંમર ઓછી હતી. અવશેષોમાં હાડકા ઉપરાંત ખોપડીઓ અને દાંત મળ્યા છે.

  આ પણ વાંચો, 75 વર્ષ પહેલા અમેરિકાને મળી હતી એલિયનની લાશ! હવે 72 કરોડ રૂપિયામાં વેચાશે પોસ્ટમોર્ટમનો વીડિયો

  અનેક ટોર્ચર કેમ્પ બનાવતા હતા

  નાઝીઓએ બીજા વિશ્વ યુદ્ધ સમયે અનેક ટોર્ચર કેમ્પ બનાવ્યા હતા. તેમાં કેદ કરવામાં આવેલા લોકો પાસેથી કાળી મજૂરી કરાવવામાં આવતી હતી. જ્યારે તેઓ કોઈ કામ કરવામાં અશક્ત થઈ જતા હતા તો તેમને મારી નાખવામાં આવતા હતા. આ કેમ્પોની નીચે જ મજૂરોના સ્મશાન ઘાટ બનાવી દીધા જેમાં ખાડાઓમાં લાશો ભરી દીધી હતી. હવે આ લાશોને તપાસ માટે મોકલવામાં આવી છે.
  Published by:Mrunal Bhojak
  First published: