Home /News /eye-catcher /પતિ ઓનલાઈન માલિશ કરનારને શોધી રહ્યો હતો, ડેટિંગ સાઈટ પર અચાનક જોવા મળ્યો પત્ની અને બહેનનો ફોટો, પછી...
પતિ ઓનલાઈન માલિશ કરનારને શોધી રહ્યો હતો, ડેટિંગ સાઈટ પર અચાનક જોવા મળ્યો પત્ની અને બહેનનો ફોટો, પછી...
પતિએ અચાનક ડેટિંગ સાઈટ પર જોયા પત્ની અને બહેનના ફોટા, અને પછી...
માલિશ કરનારની ઓનલાઈન શોધમાં એક વ્યક્તિ જ્યારે એસ્કોર્ટ સાઈટ પર તેની પત્ની અને બહેનની તસવીરો જોઈને ચોંકી ગયો હતો. જ્યારે તેણે ફોટો ક્લિક કર્યો તો એક નંબર મળ્યો. મેસેજ કરવા પર ખબર પડી કે, તે મહિલાનો નંબર છે. પછી તેણે તેને એક હોટલ પાસે મળવા બોલાવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ આરોપી મહિલાને પકડીને પોલીસને હવાલે કરી હતી. પોલીસે કાર્યવાહી કરતા આરોપી મહિલાની ધરપકડ કરી છે.
મુંબઈ: મુંબઈમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મિડ ડેના સમાચાર મુજબ ખાર વિસ્તારમાં રહેતો એક વ્યક્તિ ઓનલાઈન મસાજ શોધી રહ્યો હતો. ત્યારે અચાનક તેની નજર એક પોર્નોગ્રાફિક સાઈટ પર પડી હતી. ત્યા તેણે પોર્નોગ્રાફિક ડેટિંગ સાઇટ પર પોસ્ટ કરેલી તેની પત્ની અને બહેનની તસવીરો જોતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બાદ તેણે સમગ્ર મામલાની પોલીસમાં ફરિયાદ કરી હતી. હાલ પોલીસે કાર્યવાહી કરતા આ કેસમાં એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસનું માનવું છે કે, આ મહિલા કોઈ ગેંગનો ભાગ હોઈ શકે છે, જે સોશિયલ મીડિયા પરથી મહિલાઓ અને યુવતીઓના ફોટા લઈને આવી વેબસાઈટ પર અપલોડ કરે છે.
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ખાર વિસ્તારમાં રહેતો 31 વર્ષીય યુવક ઈન્ટરનેટ પર માલિશ કરનારને શોધી રહ્યો હતો. આ દરમિયાન, તેની એક ડેટિંગ સાઇટ પર તેની પત્ની અને બહેનની તસવીર જોવા મળી હતી. ત્યારબાદ જ્યારે તેણે બંનેને પૂછપરછ કરી તો મહિલાઓએ કહ્યું કે, આ તસવીરો વર્ષો જૂની છે, જે તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
મહિલાએ મળવા બોલાવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, ફોટો જોયા પછી, તેણે સાઇટ પર બતાવેલ ફોટો પર ક્લિક કર્યું. પછી તેને મોબાઈલ નંબર મળ્યો. જ્યારે તેણે તે નંબર પર મેસેજ કર્યો તો એક મહિલાએ જવાબ આપ્યો હતો. આ બાદ, ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે, આ મહિલાએ તેને ખાર વિસ્તારની એક હોટલ પાસે મળવા બોલાવ્યો હતો. આ દરમિયાન તેની પત્ની અને બહેન પણ હાજર હતા.
મીટિંગ પછી, જ્યારે તે વ્યક્તિએ તેના પરિવારના સભ્યોની તસવીર મહિલાને બતાવી, ત્યારે તેણે દલીલ કરવાનું શરૂ કર્યું અને સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ફરિયાદી અને તેની પત્ની અને બહેને તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
પોલીસે મહિલાની ધરપકડ કરી
પોલીસનું કહેવું છે કે, ફરિયાદ મળ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. રેશ્મા નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના મતે આ સંપૂર્ણ રેકેટ હોઈ શકે છે. ગેંગના સભ્યો આવી સાઇટ પર મહિલાઓ અને યુવતીઓની તસવીરો પોસ્ટ કરીને લોકોને આકર્ષવાનો પ્રયાસ કરતા હતા. આ સાથે પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતા પહેલા સાવધાન રહેવાની સૂચના આપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર