Home /News /eye-catcher /VIDEO: કોબરાને કિસ કરવી ભારે પડી, સાંપે રિટર્ન કિસ આપતા ધોળા દિવસે તારા દેખાડી દીધા

VIDEO: કોબરાને કિસ કરવી ભારે પડી, સાંપે રિટર્ન કિસ આપતા ધોળા દિવસે તારા દેખાડી દીધા

સાંપને કિસ કરવી ભારે પડી

એક શખ્સને કોબરા સાંપને કિસ કરવાનું ભારે પડ્યું હતું. શખ્સે જેવો કોબરાને કિસ કરવા ગયો, કે તુરંત કોબરાએ તેના હોઠ પર ડંસ મારી લીધો હતો. કોબરાના ડંસથી એલેક્સના હોઠ પરથી લોહી નિકળવા લાગ્યુ હતું.

    શિવમોગા: કર્ણાટકના શિવમોગામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શખ્સને કોબરા સાંપને કિસ કરવાનું ભારે પડ્યું હતું. શખ્સે જેવો કોબરાને કિસ કરવા ગયો, કે તુરંત કોબરાએ તેના હોઠ પર ડંસ મારી લીધો હતો. કોબરાના ડંસથી એલેક્સના હોઠ પરથી લોહી નિકળવા લાગ્યુ હતું. તેની તબિયત ખરાબ થવા લાગી. ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ. ત્યાર બાદ એલેક્સને તુરંત મૈકગન હોસ્પિટલમાં લઈ જવામા આવ્યો. જ્યાં ડોક્ટર્સે તેની સારવાર કરી હતી. સારવાર બાદ એલેક્સને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડોક્ટર્સનુ કહેવું છે કે, જો સમયસર સારવાર ન મળી હોત તો આ યુવકનું મોત થઈ જાત.

    લગ્નના ઘરમાંથી નિકળ્યા બે સાંપ


    શિવમોગામાં એલેક્સ અને રોની નામના બે યુવક સાંપનું રેસ્ક્યૂ કરવાનું કામ કરે છે. યુવક સાંપને આવાસીય વિસ્તારમાંથી પકડીને જંગલમાં સહીસલામત છોડી આવે છે. હાલમાં જ એલેક્સને સૂચના મળી હતી કે, એક લગ્ન પ્રસંગવાળા ઘરમાં બે કોબરા સાંપ જોવા મળ્યા છે. એલેક્સ રોમી સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યો અને સાંપને પકડી લીધો.

    આ પણ વાંચો: રામાયણ  ફેમ અરુણ ગોવિલને જોતાં જ મહિલા ભાવુક થઈ, ભગવાન સમજી પગે પડી ગઈ, Video વાયરલ

    કોબરાને કિસ કરવા લાગ્યો યુવક, સાંપે હોઠ પર કિસ કરી લીધી


    એલેક્સે કોબરાને પકડ્યા બાદ તેની સાથે રમવાનુ શરુ કર્યું. રમતા રમતા એલેક્સે કોબરાને કિસ કરી, જેનાથી સાંપ ગુસ્સે ભરાયો અને તેના હોઠ પર ડંસ મારી દીધો હતો.


    એલેક્સને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો


    કોબરાના ડંસથી એલેક્સના હોઠમાંથી લોહી નિકળવા લાગ્યું. તેની તબિયત ખરાબ થવા લાગી. ઘટનાસ્થળ પર અફરાતફરી મચી ગઈ. બાદમાં તુરંત તેને હોસ્પિટલ લઈ જવામા આવ્યો, જ્યાં ડોક્ટર્સે તેની સારવાર કરી. સારવાર બાદ ડોક્ટર્સે તેની રજા આપી દીધી. ડોક્ટર્સે કહ્યું કે, સમયસર સારવાર ન મળી હોત તો, આ યુવકનું મોત થઈ જાત.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन