PM મોદી જે ચા વાળા ચૌધરી ચાચાના વખાણ કરે છે, તે કોણ છે?

News18 Gujarati
Updated: October 31, 2018, 8:05 AM IST
PM મોદી જે ચા વાળા ચૌધરી ચાચાના વખાણ કરે છે, તે કોણ છે?
આ પહેલા 11 સપ્ટેમ્બરે પણ PM મોદીએ આંગણવાડી કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરતા ચૌધરીની ચાની ચર્ચા કરી હતી

આ પહેલા 11 સપ્ટેમ્બરે પણ PM મોદીએ આંગણવાડી કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરતા ચૌધરીની ચાની ચર્ચા કરી હતી

  • Share this:
ચાની ચુસ્કીઓ સાથે પીએમ નરેન્દ્ર મોદીની ઘણી યાદો જોડાયેલી છે. તે પોતાની જાતને ચા વાળા પણ કહે છે. પીએમ મોદી પોતાના ભાષણમાં કેટલીક વખત એક ચોધરી ચા વાળા ભાઈનું નામ લેતા હોય છે. હમણાં જ મહારાષ્ટ્રના નંદૂરબારના લોકો સાથે વીડિયો કોન્ફરન્સમાં પણ તેમણે આ પ્રખ્યાત ચા વાળા ભાઈનું નામ લીધુ હતું. પીએમ મોદીને તેમની ચા ખુબ ભાવે છે. તો જોઈએ ક્યાં છે આ ચાની કિટલી, અને ક્યાં વેચે છે આ ભાઈ ચા.

ચૌધરી ચા વાળાના વખાણ
નંદૂરબારની વાત થતા જ પીએમએ કહ્યું કે, તે પહેલા હંમેશા નંદૂરબાર આવતા હતા, અને ચોધરીની ચા તો પીતા જ હતા. પીએમ મોદીએ ચોધરી ચાની વાત કરતા કહ્યું કે, યાદ છે તમને ચૌધરીની ચા. જ્યારે પમ લોકો નંદૂરબારમાં રેલવેમાં જાય છે, તો ચૌધરીની ચા જરૂર પીવે છે. પીએમએ સ્થાનિક લોકોને પણ પુછ્યું તમે ચૌધરીની ચાની ચુસ્કી લીધી છે.

પહેલા પણ કરી ચુક્યા છે વખાણ
આ પહેલા 11 સપ્ટેમ્બરે પણ તેમણે આંગણવાડી કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરતા ચૌધરીની ચાની ચર્ચા કરી હતી. તેમણે સ્થાનિક લોકોને પુછ્યું હતું, શું ચૌધરીની ચા હજુ પણ મળે છે?

ચૌધરી ચા વાળા ચાચા, નંદૂરબાર
કોણ છે ચૌધરી ચા વાળા?
ચૌધરી ચા વાળા લગભગ 30 વર્ષથી ટ્રેનમાં ચા વેચે છે. નંદૂરબારમાં આ વ્યક્તિની ચા ખુબ ફેમસ છે. આ વ્યક્તિ નંદૂરબારથી સૂરત વચ્ચે ટ્રેનમાં ચા વેચતા હતા. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા તે પહેલા જ્યારે પણ ટ્રેનમાં સફર કરતા, ત્યારે તેમની ચા જરૂર પીતા હતા.

મોદીએ એક વખત તેમનું સન્માન પણ કર્યું હતું. ચૌધરી ચા વાળા ભાઈનું કહેવું છે કે, મોદી તેમની ચાના ફેન છે. તેમનું કહેવું છે કે, પીએમ મોદી જ્યારે પણ તેમની ચાની વાત કરે છે ત્યારે તે ખુબ ખુશ થાય છે. ચૌધરી ચા એકદમ કડક હોય છે. આ ચા વાળા ભાઈની લગન અને પરિશ્રમ જોઈ પીએમ મોદી ખુશ થઈ જાય છે.
First published: October 30, 2018, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading