Home /News /eye-catcher /

OMG! મહિલાની હત્યા કરવા બદલ ઘેટા પર ચાલ્યો કેસ, કોર્ટે આપ્યો ચુકાદો...

OMG! મહિલાની હત્યા કરવા બદલ ઘેટા પર ચાલ્યો કેસ, કોર્ટે આપ્યો ચુકાદો...

પોલીસ દ્વારા ઘેટાને પકડવામાં આવ્યો હતો પછી તે હત્યા માટે દોષિત ઠર્યો

Weird News: ડૌની મન્યાંગ ઢાલ (Duony Manyang Dhal)ના ઘેટાંને એક મહિલાની હત્યાના આરોપમાં 3 વર્ષની જેલની સજા ફટકારવા (Sheep Sentenced To Three Years In Jail)માં આવી છે.

    Sheep Sentenced To Three Years In Jail : તમે માણસોને કાયદાના આધિપત્ય હેઠળ આવતા જોયા હશે. સમાજમાં ગુનો થાય તો આપણો કાયદો ગુનેગારને સજા આપે છે, પરંતુ આફ્રિકામાં (Africa Weird News) એક ઘેટાને પણ કાયદેસર સજા આપવામાં આવી હતી. ઘેટાં (Sheep) પર એક મહિલાની હત્યા કરવાનો આરોપ હતો. જ્યારે ઘેટાને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને તેના પર કેસ ચાલ્યો ત્યારે તેના પરનો આરોપ સાચો સાબિત થયો. હવે ઘેટાંને 3 વર્ષ માટે જેલની સજા અપાઈ છે.

    આ મામલો આફ્રિકન દેશ સાઉથ સુદાનનો છે, જે આખી દુનિયામાં ચર્ચામાં છે. સુદાનના આઇ રેડિયોના જણાવ્યા મુજબ, ઘેટાંને પોલીસે પકડ્યો હતો અને અને તેના પર કેસ ચાલ્યો પછી તેને હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. ઘેટાંએ અધીયુ ચોપિંગ નામની 45 વર્ષીય મહિલાને ઇજા પહોંચાડી હતી, જેના પછી તેણીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

    ઘેટાં સ્ત્રીની હત્યા માટે દોષિત

    મેજર એલિજાહ માબોરના કહેવા પ્રમાણે, જ્યારે ઘેટાંએ મહિલા પર હુમલો કર્યો ત્યારે તેની પાંસળીઓ તૂટી ગઈ હતી. સતત હુમલામાં ખરાબ રીતે ઘાયલ થયેલા અધિયુ ચોપિંગ આ પછી બચી શક્યા ન હતા. આ ઘટના રુમ્બેક પૂર્વમાં બની હતી.

    આ પણ વાંચો-30 બળદ ગાડા પર જાન લઈ પહોંચ્યો દુલ્હો, જૂના સમયની ઝલક 

    તેમણે કહ્યું કે પોલીસનું કામ લોકોની સુરક્ષા કરવાનું છે, તેથી ઘેટાંને માલેંગ અગોક પાયમ પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટનામાં માલિકનો કોઈ દોષ નથી અને ઘેટાંએ મહિલાની હત્યાનો ગુનો કર્યો છે.

    આ પણ વાંચો-  લગ્નના 3 દિવસ સુધી વર-કન્યા નથી જઈ શકતા શૌચાલય! જાણો વિચિત્ર પરંપરા

    ઘેટાંને 3 વર્ષની જેલ

    પોલીસ કસ્ટડીમાં રહેલા ઘેટાને કાયદેસર રીતે 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હવે તે આગામી 3 વર્ષ સુધી સુદાનના લેક્સ સ્ટેટમાં એડ્યુલ કાઉન્ટી મિલિટરી કેમ્પના હેડક્વાર્ટરમાં રહેશે. આ ઉપરાંત ઘેટાના માલિકને પણ આદેશ આપવામાં આવ્યો છે કે તે ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારને વળતર તરીકે 5 ગાયો આપશે. બંને પરિવાર પડોશીઓ છે અને કોર્ટના આદેશ મુજબ 3 વર્ષ પછી સજા ભોગવીને ઘેટાં બહાર આવશે ત્યારે તેને પણ પીડિત પરિવારને જ આપવામાં આવશે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Africa, Crime news, Weird news, World news

    આગામી સમાચાર