Home /News /eye-catcher /WhatsApp નહોતા વાપરતાં KK, ગીતોને કેટલી લાઇક્સ મળે છે તેમાં નહોતો કોઇ રસ
WhatsApp નહોતા વાપરતાં KK, ગીતોને કેટલી લાઇક્સ મળે છે તેમાં નહોતો કોઇ રસ
પ્રખ્યાત ગાયક કેકેનું નિધન
Shankar Mahadevan On KK Death: શંકર મહાદેવન અને કે.કે.ની દોસ્તી (Shankar-KK Friednship) ખાસ અને વર્ષો જૂની છે. બંનેએ ફેન્સને એવા ગીતો આપ્યા જે વર્ષો બાદ પણ તેમની જીભ પર છે. કેકેએ શંકર મહાદેવન સાથે મળીને 'ઇટ્સ ધ ટાઇમ ટુ ડિસ્કો' અને 'કોઈ કહે કહેતા રહે' જેવા સુપરહિટ ગીતો આપ્યા હતા. મિત્ર કેકેના નિધન બાદ શંકર મહાદેવને પોતાની અને કેકેની વચ્ચેની બોન્ડિંગ વિશ જણાવ્યું હતું.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ સિંગર કેકે (Bollywood Singer KK Death) હવે આ દુનિયામાં નથી રહ્યા. પરંતુ પોતાના ગીતો દ્વારા તે હંમેશા ફેન્સના દિલમાં જીવંત રહેશે. જે લોકો કેકેને (Krishnakumar Kunnath aka KK) જાણે છે તેઓ સારી રીતે જાણતા હશે કે તેમનું જીવન પરિવાર અને સંગીતમાં હતું. પોતાના જીવનના અંતિમ સમય સુધી તેઓ સંગીત સાથે રહ્યા અને ફેન્સને ગીતો ગાતા ગાતા જ અલવિદા કહી ગયા છે. પોતાના ખાસ મિત્ર સાથે વિતાવેલી જૂની પળોને સુપ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર શંકર મહાદેવને (Shankar Mahadevan remember his bond with KK) યાદ કરી હતી.
શંકર મહાદેવન અને કે.કે.ની દોસ્તી (Shankar-KK Friednship) ખાસ અને વર્ષો જૂની છે. બંનેએ ફેન્સને એવા ગીતો આપ્યા જે વર્ષો બાદ પણ તેમની જીભ પર છે. કેકેએ શંકર મહાદેવન સાથે મળીને 'ઇટ્સ ધ ટાઇમ ટુ ડિસ્કો' અને 'કોઈ કહે કહેતા રહે' જેવા સુપરહિટ ગીતો આપ્યા હતા. મિત્ર કેકેના નિધન બાદ શંકર મહાદેવને પોતાની અને કેકેની વચ્ચેની બોન્ડિંગ વિશ જણાવ્યું હતું.
કેકે અને શંકરની દોસ્તી છે વર્ષો જૂની
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ કેકે અને શંકર મહાદેવનની ઘણી સારી મિત્રતા હતી. તેથી જ જ્યારે તેઓ તેના વિશે વાત કરી રહ્યા હોય ત્યારે 'હતું' તેમ કહેવું તેમના માટે મુશ્કેલ થઇ રહ્યું હતું. શંકર મહાદેવને કહ્યું કે, "અમે ફિલ્મોમાં આવ્યા તે પહેલાથી અમારો સંબંધ હતો. અમે સારા મિત્રો હતા. એક ગેંગની જેમ. અમે સાથે મળીને જિંગલ્સ ગાતા હતા અને પછી ફિલ્મો તરફ વળ્યા હતા. અમે કરેલી પહેલી ફિલ્મોમાંની એક 'દિલ ચાહતા હૈ' હતી. 'કોઈ કહે' કરીને એક ખૂબ જ ખાસ ગીત હતું, જે અમે સાથે ગાયું હતું.
શંકરે યાદ કરી કેકે સાથેની છેલ્લી વાતચીત
પોતાના ખાસ મિત્રને યાદ કરતા શંકરે જણાવ્યું કે, કેકે જ્યારે પણ સ્ટૂડિયોમાં એન્ટ્રી કરતા તો પોતાની સાથે પોઝીટિવ એનર્જી લઇને આવતા હતા. 20-30 મિનિટ માટે આમ તેમ ફરીને કલાકો સુધી વાતો કરતા. શંકર મહાદેવને કહ્યું કે, મહીનાઓ પહેલા અમે એક ટીવી શોમાં મળ્યા હતા. અમે તેની સાથે મસ્તી કરી રહ્યા હતા કે, ‘તે બેંજામિનના બટન જેવો છો, કારણ કે તું હવે વૃદ્ધ થવા લાગ્યો છે.’
પરીવાર સાથે સંબંધ વિતાવવો હતો પસંદ
કેકે વિશે વાત કરતાં સિંગરે વધુમાં જણાવ્યું હતું કે, "કેકે એક ફેમિલી મેન હતા. તેમને પાર્ટીમાં જવાને બદલે પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાનું વધુ પસંદ હતું. મહાદેવને કહ્યું કે તે ઘણીવાર તેના પરિવાર વિશે વાત કરતો હતો. લાંબી રજાઓ પર જતો હતો અને પરિવાર માટે દુનિયાથી અલગ રહેતો હતો. તેને સોશિયલ મીડિયાની પણ પરવા નહોતી અને તે વોટ્સએપ પણ નહોતા વાપરતા. જો તેમની સાથે વાત કરવી હોય, તો તમારે તેને સીધો જ ફોન કરવો પડતો હતો. પોતાના ગીતોને કેટલી લાઇક્સ મળી રહી છે તેની પણ તેને ચિંતા નહોતી.
કોન્સર્ટને લઇને ખૂબ ચૂઝી
ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે કેકે એક કુશળ કલાકાર હોવા છતાં તેના જીવનમાં ઘણા એવોર્ડ મેળવી શક્યા નથી. આ સવાલના જવાબમાં મહાદેવને કહ્યું હતું કે તેમને આ વાતની પરવા નથી. તે જે કરતો તેમાં આનંદ લેતો હતો. પરંતુ તે તેના કોન્સર્ટની પસંદગી વિશે ખૂબ ધ્યાન રાખતો. ગમે તેના ફોન કોલ પર તે ચાલ્યો ન જતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર