મોડી રાત્રે ATM રુમમાં કરી આવી હરકત, છોકરીએ બનાવ્યો Video

છોકરીએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર આ ઘટનાની વિગતો લખી છે. છોકરીએ કહ્યું છે કે આ બનાવ તેના જન્મદિવસની રાત્રે બન્યો હતો.

News18 Gujarati
Updated: May 13, 2019, 2:21 PM IST
મોડી રાત્રે ATM રુમમાં કરી આવી હરકત, છોકરીએ બનાવ્યો Video
છોકરીએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર આ ઘટનાની વિગતો લખી છે. છોકરીએ કહ્યું છે કે આ બનાવ તેના જન્મદિવસની રાત્રે બન્યો હતો.
News18 Gujarati
Updated: May 13, 2019, 2:21 PM IST
મુંબઇમાં એક છોકરી સાથે એક શખ્સે છેડતી કરી. છોકરીએ એક મ્યૂઝિક શોથી તેમના ઘરે પરત ફરી રહી હતી. લગભગ અઢી વાગ્યે રાત્રે ઘર પાસે પહોંચવા પર રિક્ષા વાળાને ભાડાના પૈસા આપવા પર એક એટીએમમાં ગઇ હતી. છોકરીએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર આ ઘટનાની વિગતો લખી છે. છોકરીએ કહ્યું છે કે આ બનાવ તેના જન્મદિવસની રાત્રે બન્યો હતો.

મોડી રાત્રે મુલુંડમાં કોઈ કારણસર છોકરીને એસબીઆઇ એટીએમમાંથી પૈસા મળ્યાં નહીં. તે સમયે એટીએમ પર એક માણસ આવ્યો અને મદદની ઓફર કરી. તેને કહ્યું કે તે રિક્ષા વાળાને પૈસા ચૂકવવામાં મદદ કરી શકે છે, પરંતુ છોકરીએ ઇનકાર કર્યો હતો.

બહાર નીકળતી વખતે છોકરી અને રિક્ષા વાળા વચ્ચે બોલાચાલી થઇ ગઇ તે હવે પૈસા કેવી રીતે આપશે. ત્યારે ત્યાથી પસાર થયેલી પોલીસ વેન રોકાઇ અને તેને તેની સ્થિતિ વિશે જણાવ્યું. ત્યારબાદ છોકરીએ બીજી વખત એટીએમએમમાંથી પૈસા લેવા કોશિશ કરી.


બીજીવખત પૈસા નીકાળવાના પ્રયત્ન દરમિયાન તે માણસ ફરીથી એટીએમમાં આવ્યો અને છોકરીના ખંભો અન પગને ટચ કરતા કહ્યું કે તારે મદદની જરુર છે. ત્યારે છોકરી તરત જ પાછળ હટી અને બૂમ પાડવા લાગી.

એટલું જ નહી તે સમયે આરોપી તેણીને સંબોધિત કરતી વખતે તેને અન્ય આપતિજનક હરકતો પણ કરી. છોકરી આ ઘટનાનો વીડિયો બનાવવાની શરૂઆત કરી ચુકી હતી. છોકરીના ચીસો પાડવાથી આરોપી ત્યાંથી ભાગી ગયો.
Loading...

છોકરી પોલીસ પાસે ગઈ અને તેને પકડવા માટે કહ્યું. આરોપીની ઓળખ સંદીપ કુંભરકર તરીકે થઈ છે. પોલીસે તેની ધરપકડ કરી છે.


મીડિયા અહેવાલ મુજબ જાતીય સતામણી સામે કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ પછી તે માણસે કહ્યું કે આ ઘટના સમયે તે નશામાં હતો.
First published: May 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...