Home /News /eye-catcher /

71 વર્ષે ડાયાબિટીસને ભગાવી દોડમાં નેશનલ ચેમ્પિયન બની જીત્યો ગોલ્ડ મેડલ

71 વર્ષે ડાયાબિટીસને ભગાવી દોડમાં નેશનલ ચેમ્પિયન બની જીત્યો ગોલ્ડ મેડલ

મધ્યપ્રદેશ# વિદિશામાં રાષ્ટ્રીય માસ્ટર્સ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં આંધ્રપ્રદેશના 71 વર્ષિય એ. કૃષ્ણામૃર્તિ 800 મીટરની દોડમાં નેશનલ ચેમ્પિયન બની ગયા છે. કૃષ્ણામૃર્તિએ ત્રણ મિનિટ 13 સેકેન્ડમાં દોડ સમાપ્ત કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

  • News18
  • Last Updated :
મધ્યપ્રદેશ# વિદિશામાં રાષ્ટ્રીય માસ્ટર્સ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં આંધ્રપ્રદેશના 71 વર્ષિય એ. કૃષ્ણામૃર્તિ 800 મીટરની દોડમાં નેશનલ ચેમ્પિયન બની ગયા છે. કૃષ્ણામૃર્તિએ ત્રણ મિનિટ 13 સેકેન્ડમાં દોડ સમાપ્ત કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

આંધ્રપ્રદેશના એ. કૃષ્ણામૃર્તિ અત્યાર સુધી નેશનલ ચેમ્પિયનશિપમાં 20 ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. જો કે, તેમના માટે આ સિદ્ધી પ્રાપ્ત કરવી સહેલી ન હતી.

વાસ્તવમાં, એ. કૃષ્ણામૃર્તિ ઘણા વર્ષોથી ડાયબિટીસથી ઝઝુમી રહ્યાં છે. હાલાત એવા થઇ ચૂકયા હતા કે, તેઓને સુગર કંટ્રોલ કરવા માટે દરરોજ ઇન્સુલિનનું ઇન્જેક્શન લેવું પડતું હતુ.

કૃષ્ણામૃર્તિએ ડાયબિટીસને હરાવવા અને પોતાને તંદુરસ્ત રાખવા માટે 10 વર્ષ અગાઉ મોર્નિંગ વોક કરવાનું શરૂ કર્યું હતુ. ધીરે-ધીરે આદત દરરોજ દોડવામાં બદલાઇ ગઇ.

વોકિંગ અને રનિંગની અસર દેખાવા લાગી અને સુગરની બીમારીની અસર ધીરે-ધીરે ઓછી થવા લાગી, છેવટે હવે 71 વર્ષની ઉંમરે કૃષ્ણામૃર્તિને ડાયબિટીસથી પુરી રીતે છુટકારો મળ્યો છે.

દોડવાની આ આદતે કૃષ્ણામૃર્તિને જીંદગીના આ પડાવમાં એક ખેલાડી પણ બનાવી દીધા છે. ગત ઘણા વર્ષાથી તેઓ 800 મીટર સહિત એથલેટિક્સની અન્ય ઇવેન્ટમાં ભાગ લઇને ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. વિદિશામાં પણ તેઓ સહેલાઇથી રેસ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

37મી રાષ્ટ્રીલ માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયશિપનું આયોજન વિદિશામાં 5-9 જાન્યુઆરી સુધી કરવામાં આવ્યું છે. ચેમ્પિયનશિપમાં 19 રાજ્યોના 1 હજાર 638 ખેલાડીઓ પોતાની યોગ્યતા બતાવશે, જેમાં પુરૂષ ખેલાડી 1319 અને મહિલા ખેલાડી 319 છે.

સ્પર્ધાઓમાં હરિયાણાના સૌથી વધુ 218 ખેલાડીઓનો સમાવેશ છે, જેમાં 198 પુરૂષ અને 20 મહિલા શામેલ છે. સૌથી ઓછા ઝારખંડ અને તામિલનાડૂ રાજ્ય માંથી એક-એક ખેલાડી શામેલ થયા છે.

યજમાન મધ્યપ્રદેશના 180 ખેલાડીઓની સાથે ત્રીજુ સૌથી મહાન દળ છે. તો તેલગાંનાના 204 ખેલાડી શામેલ થયા છે.
First published:

Tags: ચેમ્પિયન, ડાયાબીટીસ, નેશનલ, મધ્યપ્રદેશ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन