OMG: સિઝેરિયન ડિલીવરી બાદ ફાટી ગયું મહિલાનું પેટ, છતાં પતિએ કર્યુ આવું

OMG: સિઝેરિયન ડિલીવરી બાદ ફાટી ગયું મહિલાનું પેટ, છતાં પતિએ કર્યુ આવું
આવી રીતે બચી મહિલા

સિઝેરિયન ડિલિવરી બાદ મહિલાએ પુત્રીને જન્મ આપ્યો, ત્યારબાદ ન્હાતી વખતે મહિલાનું પેટ ફાટી ગયું.

  • Share this:
    સ્કોટલેન્ડના મૅકડફમાં એવો મામલો સામે આવ્યો છે જે સાંભળીને તમારુ હૃદય કંપી ઉઠશે. મેકડફમાં મેલ બ્રેમનર નામની મહિલા સાથે બાથરૂમમાં સ્નાન કરતી વખતે આ ઘટના બની. ખરેખર, આ મહિલાએ સિઝેરિયન ડિલિવરી બાદ પુત્રીને જન્મ આપ્યો હતો. ડિલીવરીબાદ મહિલાને હોસ્પિટલમાંથી ઘરે મોકલવામાં આવી હતી. પરંતુ 5 દિવસ બાદ જ્યારે મહિલા તેના બાથરૂમમાં સ્નાન કરી રહી હતી તે દરમિયાન તેણી શેમ્પૂ લેવા માટે નીચે નમી તો તેમનું પેટ ફાટી ગયુ. ત્યારબાદ મહિલાના આંતરડા બહાર આવી ગયા.

    જાણો પછીં શું થયું?



    અહેવાલો અનુસાર, મહિલાના ટાંકા કાચા હતા અને તેઓ જલદી જ ખુલી ગયા. ઘટના બાદ મહિલા માંડ માંડ કરીને સોફા સુધી પહોંચી. તેની પત્નીને આ હાલતમાં જોઇને તેના પતિના હોંશ ઉડી ગયા અને તેને એમ્બયુલન્સને ફોન કર્યો. આશ્ચર્યજનક વાત એ છે કે, પતિએ પણ આ સ્થિતિમાં તેની પત્નીના ફોટોગ્રાફ લીધા. આ ફોટા એટલા ભયાનક છે કે નબળા હૃદયવાળા લોકો તેને જોઈ શકતા નથી.



    જો કે, જલદી જ તબીબી ટીમ સ્થળ પર પહોંચી. તેણીને હેલિકોપ્ટરથી હોસ્પિટલમાં સુધી લઈ જવામાં આવી હતી. ડોક્ટરોએ ફરીથી તેની સર્ઝરી કરી હતી અને થોડા દિવસો બાદ તેણી યોગ્ય થઇ ગઇ. આ ઘટના બાદ મહિલાએ તેનો એક ફોટો શેર કરતા જણાવ્યું કે સિઝેરિયન ડિલીવરી એટલી સરળ નથી કે જેટલી ડોકટર તેને બતાવે છે. હાલતો મહિલા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આ ઘટના બાદ મેલના ત્રણ બાળકો થઇ ચુક્યા છે.

     
    Published by:News18 Gujarati
    First published:January 14, 2019, 11:04 IST

    ટૉપ ન્યૂઝ