મધમાખીઓ પણ ઉકેલી શકે છે ગણિતના કોયડા: વૈજ્ઞાનિકોની અભૂતપૂર્વ શોધ

ફાઇલ ફોટો

મધમાખીઓ સંખ્યાઓની જગ્યાએ નિરંતર અને નોન-ન્યુમેરિક સંકેતોના આધાર પર એક પરીક્ષા પાસ કરવામાં સક્ષમ છે. અભ્યાસ માટે વપરાયેલ ટાસ્ક જે પ્રાણીમાંની ગણવાની ક્ષમતામાં સાધારણ છે,

 • Share this:
  આજકાલ વિજ્ઞાન ક્યાં પહોચ્યું છે? તેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. વૈજ્ઞાનિકો રોજ કોઇ નવી શોધ કે અન્ય જીવોમાં રહેલી કોઇ ખાસ પ્રતિભા વિશે શોધ કરે છે. હાલમાં જ એક શોધમાં સાબિત થયું છે કે ગણિત ઉકેલવા માટે તમારે મોટા દિમાગની જરૂર નથી પડતી.

  હકીકતમાં મધમાખી અને તેના નાના નોગિનમાં પણ આવા પ્રશ્નો ઉકેવાની ખાસિયત હોય છે. શેફિલ્ડ યુનિવર્સિટમાં બોફિન્સે શોધ્યું કે, મધમાખીઓ સંખ્યાઓની જગ્યાએ નિરંતર અને નોન-ન્યુમેરિક સંકેતોના આધાર પર એક પરીક્ષા પાસ કરવામાં સક્ષમ છે. અભ્યાસ માટે વપરાયેલ ટાસ્ક જે પ્રાણીમાંની ગણવાની ક્ષમતામાં સાધારણ છે, તેમાં ઘણા પ્લે કાર્ડ્સમાંથી એક કાર્ડની પાછળ એક મીઠો પદાર્થ છુપાવાયો હતો. તમામ કાર્ડ અલગ અલગ પ્રકારના આકારો બનેલા હતા.

  મધમાખીઓને અલગ અલગ પ્રકારના કાર્ડ્સની ઓખળ કરવા માટે વ્યક્તિગત રીતે તાલીમ આપવામાં આવી હતી. જેમાં અમુક મધમાખીઓ જે કાર્ડ્સ પર સૌથી વધુ આકૃતિઓ હતી તેના આધારે મીઠો પદાર્થ શોધવાનું શીખ્યું. જ્યારે અમુકે સૌથી ઓછી આકૃતિ ધરાવતા કાર્ડ્સ પરથી મીઠો પદાર્થ ધરાવતું કાર્ડ શોધવાનું શીખ્યું હતું.

  આ પણ વાંચો-Explained: બાળકોને કઈ કોરોના વેકસીન મળશે? નાકના સ્પ્રેવાળી રસી અસર કરશે?

  શેફિલ્ડ ટીમને જાણવા મળ્યું કે, જો એક વખત મધમાખીઓએ આ નિયમ શીખી લીધો તો, તેઓ ઉકેલ શોધવા માટે સૌથી વધુ કે સૌથી ઓછી આકૃતિ ધરાવતા પ્લેકાર્ડ્સને વધુ ઝડપથી ઓળખવામાં સક્ષમ હતી.

  આ પણ વાંચો-PHOTOS: શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીની ઇન્સ્ટાગ્રામ પર વાપસી, સ્વેગ પર ફેન્સ ફિદા

  બે પ્રકારના કાર્ડ્સ બતાવાયા જેમાં સરખી સંખ્યામાં આકૃતિઓ હતી પણ તમામ અલગ અલગ ફેલાયેલી હતી અને તેઓ એક આકારની પણ ન હતી. તેનો અર્થ છે કે, જો મધમાખીઓએ પહેલા ટાસ્કને ઉકેલવા માટે સંખ્યાઓનો ઉપયોગ કર્યો હોત તો તેમને ટ્રીટ શોધવા માટે દરેક કાર્ડ્સ પરથી સરખી રીતે ઉડવું જોઇતું હતું.
  શેફિલ્ડ વિશ્વવિદ્યાલયમાં પેપરના મુખ્ય લેખક ડો. હાદી માબૌડીએ કહ્યું કે, અમારા અભ્યાસનું પરીણામ જણાવે છે કે, પ્રાણીઓ ખૂબ હોંશિયાર હોય છે અને તેઓ પ્રભાવી રીતે કાર્યોને હલ કરી શકે છે. તે ભવિષ્યમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માટે પ્રાણીઓ પર આધારિત સ્માર્ટ મશીનોને ડીઝાઇન કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

  આ પણ વાંચો- માનસિક તણાવ અને ડિપ્રેશન દૂર કરશે ચોકલેટ મેડિટેશન! જાણો તેના અન્ય ફાયદા

  જે અમુક વિશેષ કાર્યો માટે વિકસિત કરાશે. તેનો અર્થ એવો નથી કે મધમાખીઓ કે અન્ય પ્રાણીઓ સંખ્યાઓને સમજી શકતા નથી. પરંતુ તે એક શીખ આપે છે કે, પ્રાણીઓ ગણિતના ઉકેલો શોધવા માટે નોન-ન્યૂમેરિક ગુણોનો ઉપયોગ કરે છે. જો તેવી કોઇ જાણકારી ઉપલબ્ધ છે તો તે મોટેભાગે તેનો સામનો કરે છે. જોકે અમે આશા રાખીએ છીએ કે, અમારો આ અભ્યાસ પ્રાણીઓમાં ગાણિતિક જ્ઞાનની શોધની સારી રીતોમાં મદદરૂપ બનશે.

  આ શોધ ભવિષ્યમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીનોને કઇ રીતે ડિઝાઇન કરાયા છે, તે દિશામાં એક મોટું પગલું સાબિત થશે તેવી આશા છે. અમુક કાર્યો કરવા માટે પ્રાણીઓના મગજની ડિઝાઇનનો ઉપયોગ કરી સૌથી સરળ, સૌથી કુશળ રીત શોધવા વિકસિત કરાશે.
  First published: