Home /News /eye-catcher /

OMG! મૃત્યુ પછી નથી કોઈ જીવન, ના જીવિત રહે છે આત્મા, વૈજ્ઞાનિકે કર્યો ચોંકાવનારો દાવો!

OMG! મૃત્યુ પછી નથી કોઈ જીવન, ના જીવિત રહે છે આત્મા, વૈજ્ઞાનિકે કર્યો ચોંકાવનારો દાવો!

મૃત્યુ પછી નથી કોઈ જીવન, ના જીવિત રહે છે આત્મા, વૈજ્ઞાનિકે કર્યો ચોંકાવનારો દાવો!

Cosmologist Claims no way for soul to survive: કોસ્મોલોજીસ્ટ (Cosmologist) અને ફિઝિક્સના પ્રોફેસર ડો.સીન કેરોલે (Dr Sean Carroll) એક સનસનીખેજ દાવો કર્યો છે કે મનુષ્ય મર્યા પછી ક્યારેય જીવી નથી શકતો, ન તો આત્મા જીવતી રહે છે.

    Scientist Claims there is no life after Death: દુનિયામાં જીવન અને મૃત્યુ (Life and Death) વિશે તમામ પ્રકારની માન્યતાઓ છે. દરેક ધર્મમાં મનુષ્યના મૃત્યુ પછીની યાત્રાને પોતાની રીતે સમજાવવામાં આવી છે અને તેનું વર્ણન કરવામાં આવ્યું છે. મૃત્યુ પછી માનવ શરીરમાં શું થાય છે તે અંગે વિજ્ઞાન અને ધર્મ (Science and Religion) વચ્ચે હંમેશાં ચર્ચા થતી રહી છે. શું આત્મા કે ચેતના શરીર (Soul has no way to survive)માં રહે છે કે પછી તેને છોડીને બીજી યાત્રાએ જાય છે? હવે એક કોસ્મોલોજિસ્ટે (Cosmologist Weird Claim) તેના વિશે ખૂબ જ ચોંકાવનારો દાવો કર્યો છે, જેને સાંભળીને તમે પણ દંગ રહી જશો.

    કોસ્મોલજિસ્ટ ડો.સીન કેરોલનો દાવો છે કે, જો વિશ્વમાં દરેક વસ્તુ વિજ્ઞાનના નિયમો અનુસાર હોય તો ભૌતિકવિજ્ઞાન અનુસાર એવું ન બની શકે કે મૃત્યુ બાદ જીવન શક્ય છે. પોતાના જીવનનો મોટાભાગનો સમય ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ગાળનાર પ્રોફેસર સીનના જણાવ્યા અનુસાર, માણસના મૃત્યુ પછી, તેની ચેતના બ્રહ્માંડમાં રહી શકતી નથી.

    શું કહે છે વૈજ્ઞાનિકો?
    સાયન્ટિફિક અમેરિકન (Scientific American)માં લખતાં ડૉ. કેરોલ સમજાવે છે, "એવો દાવો કરવામાં આવે છે કે શરીરના મૃત્યુ પછી આપણી ચેતના કે આત્મા એક કે બીજા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આપણું દૈનિક જીવન માત્ર ભૌતિકશાસ્ત્રના નિયમોના આધારે જ સમજાય છે.

    આ પણ વાંચો: OMG! અચાનક જ જીવિત થઈ ગયો મૃત વ્યક્તિ, મોતની ઘોષણા કરનાર ડોક્ટર થયા સુન્ન!

    આ નિયમો અનુસાર, આપણે મરી જઈએ પછી આપણા મગજમાં માહિતી જાળવી રાખવાનો કોઈ રસ્તો નથી. તેઓ ઉમેરે છે કે આ અણુઓ અને કેટલીક જાણીતી વૈજ્ઞાનિક શક્તિઓ છે અને મૃત્યુ પછી પણ આત્મા ટકી શકે તેવો કોઈ રસ્તો નથી. જો કે, તમામ વૈજ્ઞાનિકો હજુ સુધી સીનના મંતવ્યને સ્વીકારી શક્યા નથી. તેમનું કહેવું છે કે ત્યારબાદ માનવ મગજ પર તેમનો વધુ અભ્યાસ કરી શકાય છે.

    આ પણ વાંચો: OMG! ઓનલાઇન વેચાઇ રહી છે નકલી ‘Virginity’, 15 મિનિટમાં જ બનાવી દે છે પરણિતને પણ કુંવારી

    શાસ્ત્રોથી વિપરીત છે દાવો
    શાસ્ત્રોમાં આત્મા કે ચેતનાને શરીરની જેમ નશ્વર માનવામાં આવતી ન હોવાથી ડો.સીનના આ દાવાથી વિવાદ ઊભો થવાનો છે. સામાન્ય રીતે એવો અભિપ્રાય હોય છે કે આત્મા દેહના મૃત્યુ પછી પણ રહે છે. વાત હિંદુ ધર્મગ્રંથોની હોય કે ખ્રિસ્તી ધાર્મિક માન્યતાઓની, ચેતના કે પછી આત્મા વિશે અલગ મત છે. ડો.સીન કહે છે કે તેઓ ભગવાનમાં વિશ્વાસ ન કરવા જેવું કશું બોલતા નથી, પરંતુ તેમના શબ્દો પણ તેમણે અત્યાર સુધી કરેલી વૈજ્ઞાનિક માન્યતાઓથી પણ ખૂબ જ અલગ છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Bizzare, OMG News, Science News, Shocking news, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन