Home /News /eye-catcher /

એર હોસ્ટેસે કર્યો પ્રાઇવેટ જેટના ડર્ટી સિક્રેટ્સનો ખુલાસો, અબજોપતિ માલિકો સાથે ઊંઘવા સુધી કરે છે મજબૂર

એર હોસ્ટેસે કર્યો પ્રાઇવેટ જેટના ડર્ટી સિક્રેટ્સનો ખુલાસો, અબજોપતિ માલિકો સાથે ઊંઘવા સુધી કરે છે મજબૂર

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Dirty Secrets Of Private Jet Plane: 'જ્યારે મન થાય ત્યારે તેમની પાસેથી સેક્સની માંગ કરવામાં આવે છે. બદલામાં તેમને કિંમતી ગિફ્ટ્સ મળે છે. પ્લેનની અંદર છેડતીથી લઈને પ્લેન લેન્ડ થયા બાદ હોટલની અંદર તેમનું શોષણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં અનેક વખત મજબૂરીમાં વિરોધ પણ નથી કરી શકાતો.'

વધુ જુઓ ...
  નવી દિલ્હી: એક હોસ્ટેસ (Air Hostessની નોકરી જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. હંમેશા તૈયાર થઈને દુનિયાના અનેક ખૂણામાં ફરવાનું સપનું કોનું ન હોય? એક હોસ્ટેસની નોકરીમાં પગાર (Air hostess salary) મળવાની સાથે સાથે દુનિયાભરમાં ફરવાનો શોખ પણ પૂરો થાય છે. પરંતુ હંમેશા જે ઊપરથી ચમકતું હોય છે તે બધુ સોનું જ હોય તેવું જરૂરી નથી. આ નોકરીમાં પણ કંઈક આવું જ છે. એક હોસ્ટેસે નોકરી દરમિયાન ઘણું સહન કરવું પડતું હોય છે. પોતાના નવા પુસ્તકમાં એર હોસ્ટેસ સસ્કિયા સ્વાને (Saskia Swann) આ વ્યવસાય સાથે જોડાયેલા અનેક ડર્ટી સિક્રેટ્સ (Dirty Secrets Of Private Jet Plane) જાહેર કર્યાં છે.

  સસ્કિયાએ Above And Beyond: Secrets Of A Private Flight Attendant નામના પોતાના પુસ્તકમાં પોતાનો અનુભવ લખ્યો છે. તેણીએ લખ્યું છે કે કેવી રીતે પ્રાઇવેટ પ્લેનમાં એર હોસ્ટેસો સાથે માલિકો પોતાની રખાતની જેમ વર્તન કરતા હોય છે. જ્યારે મન થાય ત્યારે તેમની પાસેથી સેક્સની માંગ કરવામાં આવે છે. બદલામાં તેમને કિંમતી ગિફ્ટ્સ મળે છે. પ્લેનની અંદર છેડતીથી લઈને પ્લેન લેન્ડ થયા બાદ હોટલની અંદર તેમનું શોષણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં અનેક વખત મજબૂરીમાં વિરોધ પણ નથી કરી શકાતો.

  આ પણ વાંચો: સમાગમ વખતે પ્રાઇવેટ પાર્ટમાં વર્ટિકલ ફ્રેક્ચર, UKમાં દુનિયાનો પ્રથમ કેસ નોંધાયો

  સારા પૈસાની સાથે અનેક સુવિધા

  સસ્કિયા સ્વાને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે અન્ય એરલાઇન્સમાં કામ કરવું અને કોઈ અબજોપતિના પ્રાઇવેટ જેટમાં કામ કરવું એ બંને વચ્ચે ખૂબ મોટું અંતર છે. પ્રાઇવેટ જેટની એર હોસ્ટેસને ખૂબ તગડો પગાર મળે છે. સાથે જ તેમની પાસે ડિઝાઇનર કપડાનો આખો વર્ડરોબ હોય છે. પોતાના કામના અનુભવ વિશે રસ્કિયાએ લખ્યું છે કે, તેની પ્રથમ નોકરી રશિયન કરોડપતિ વ્યક્તિ સાથે હતી. આ સમયે તેણીએ આઠ ખૂબ જ ગુપ્ત એવા એગ્રિમેન્ટ સાઇન કરવા પડ્યા હતા. 41 લાખ રૂપિયા વાર્ષિક પગાર ઉપરાંત તેની રહેવાની વ્યવસ્થા ફાઇવ સ્ટાર હોટલમાં કરવામા આવી હતી.

  આ પણ વાંચો: 'મારા બાળકોને સાચવજો, મારે આ કહેવાની જરૂર નથી, પરંતુ મા છું એટલે કહ્યા વગર રહેવાતું નથી'

  અનેક ડર્ટી સિક્રેટ્સ

  સસ્કિયા સ્વાને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, આટલી આરામની નોકરી અને સારા પેકેજની કિંમત પણ ચૂકવવી પડે છે. અબજોપતિઓના અફેરને તેમની પત્નીઓથી ગુપ્ત રાખવા, સાથે જ પુરાવા નષ્ટ કરવાનું કામ પણ તેમનું હોય છે. પ્લેન ઉપરાંત હોટલની રૂમની અંદર તેમણે યૂઝ્ડ કોન્ડોમ ફેંકવા પડતા હતા. ત્યાં સુધી કે એક એક વાળ પણ તપાસવો પડે છે કે ક્યાંક અબજોપતિ માલિકનો પોલ ન ખુલી જાય. જોકે, આ બધું અહીં ખતમ નથી થતું. અનેક વખત અબજોપતિ માલિકો મજબૂરીનો ગેરલાભ ઉઠાવીને પોતાને તેની સાથે ઉંઘવાનું કહે છે. જો જવાબ ના મળે તો નોકરીમાંથી હાથ ધોવા પડે છે.

  ખરાબ અનુભવ

  સસ્કિયા સ્વાને પોતાની સાથે થયેલા એક કડવા અનુભવ વિશે પણ લખ્યું છે. તેણીને માલિકને જ્યારે ખબર પડી કે તેને પૈસાની જરૂર છે તે તેણે પૈસાના બદલે સેક્સની માંગણી કરી હતી. જે બાદમાં બન હોટલના રૂમમાં મળ્યાં હતાં અને સંબંધ બાંધ્યો હતો. સસ્કિયાએ જણાવ્યું કે એ દિવસે મને એવું લાગી રહ્યું હતું કે હું કોઈ એર હોસ્ટેસ નહીં પરંતુ વેશ્યા છું. જેના થોડા સમય બાદ તેણીએ ત્યાંથી નોકરી છોડી દીધી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Job, Private Jet, Secrets, એર હોસ્ટેસ, ફ્લાઇટ

  આગામી સમાચાર