Home /News /eye-catcher /Allu Arjunની Pushpaથી Sidharth Malhotraની Student of The Year સુધીઃ Samanthaએ રિજેક્ટ કરી છે આ 7 ફિલ્મો!

Allu Arjunની Pushpaથી Sidharth Malhotraની Student of The Year સુધીઃ Samanthaએ રિજેક્ટ કરી છે આ 7 ફિલ્મો!

સમંથાએ રિજેક્ટ કરી છે આ 7 ફિલ્મો

Samantha Ruth Prabhu : સામંથાએ કેટલીક એવી ફિલ્મોને નકારી કાઢી હતી, જે બોક્સ ઓફિસ પર ખૂબ હિટ સાબિત થઈ હતી. જો કે આ લિસ્ટમાં કેટલીક ફ્લોપ ફિલ્મો પણ સામેલ છે

  સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી (southern film industry)ની સૌથી વધુ ડિમાન્ડિંગ અભિનેત્રીઓમાંથી એક છે. ઘણી સુપરહિટ ફિલ્મો બાદ તેણે સિનેમામાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. સામંથાએ એક દિવાના થા (Ekk Deewana Tha)માં કેમિયો કર્યો અને ધ ફેમિલી મેનઃ સીઝન 2 (The Family Man: Season 2)માં મુખ્ય ભૂમિકા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે અને હવે તે ઝડપથી સફળતાની સીડીઓ ચઢી રહી છે.

  જો કે કરિયરમાં કોઈને કોઈ કારણોસર સામંથાએ કેટલીક એવી ફિલ્મોને નકારી કાઢી હતી, જે બોક્સ ઓફિસ પર ખૂબ હિટ સાબિત થઈ હતી. જો કે આ લિસ્ટમાં કેટલીક ફ્લોપ ફિલ્મો પણ સામેલ છે. ચાલો નજર કરીએ એવી ફિલ્મો પર જેને સામંથાએ રિજેક્ટ કરી.

  Yevadu

  ફિલ્મનું શેડ્યૂલ પૂરું કર્યા પછી અચાનક સમંથા રૂથ પ્રભુની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે તેણે પ્રોજેક્ટમાંથી બહાર નીકળવું પડ્યું હતું. તે સમયે અભિનેત્રી સ્કિન ઈન્ફેક્શનની ઝપેટમાં આવી ગઈ હતી. ફિલ્મમાં મંજુની ભૂમિકા માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ પછીથી શ્રુતિ હસનને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી. ફિલ્મમાં RRR સ્ટાર રામ ચરણ લીડ રોલમાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી અને તેનું ડાયરેક્શન વામશી પેડિપલ્લીએ કર્યું હતું.

  સ્ટુડન્ટ ઓફ ધ યર (Student of the Year)

  બહુ ઓછા લોકો જાણે છે કે બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહર દ્વારા પણ તેની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર માટે સામંથાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે આ ઓફરને રિજેક્ટ કરી હતી. બાદમાં તે આલિયા ભટ્ટ પાસે ગઈ અને તે સુપરહિટ હિન્દી ફિલ્મ રહી.

  દશેરા (Dasara)

  'દશેરા'ના નિર્માતાઓએ શરૂઆતમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે સામંથાનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેને ફિલ્મમાં સેકન્ડ ફીમેલ લીડનો રોલ કરવો યોગ્ય જણાયુ નહીં. તેથી તેણે આ ફિલ્મ કરવાની ના પાડી. આ ફિલ્મ પછી કીર્તિ સુરેશ પાસે ગઈ, જેણે નાની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી. શ્રીકાંત ઓડેલા દ્વારા નિર્દેશિત ફિલ્મમાં નાની ગામઠી અવતારમાં જોવા મળશે. જણાવી દઈએ કે ફિલ્મ 22 ઓગસ્ટ 2022એ રીલિઝ થશે.

  પુષ્પા (Pushpa)

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મની હિરોઈન તરીકે સૌપ્રથમ સામંથા રૂથ પ્રભુને પસંદ કરવામાં આવી હતી. જો કે કેટલાક કારણોસર સામંથાએ શ્રીવલ્લીની ભૂમિકા કરવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં તે રશ્મિકા મંદાનાને ઓફર કરવામાં આવી હતી અને સામંથા માત્ર આઇટમ નંબરમાં જ જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં અલ્લુ અર્જુન મુખ્ય ભૂમિકામાં હતા.

  એનટીઆર કથાનાયકુડુ (NTR Kathanayakudu)

  નંદામુરી બાલકૃષ્ણની સામે 'એનટીઆર કથાનાયકુડુ'માં લીડ માટે પણ સામન્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીએ સ્પષ્ટપણે તે ભૂમિકાનો ઇનકાર કર્યો હતો. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

  યૂ ટર્ન હિન્દી (‘U Turn’ Hindi remake)

  'યુ ટર્ન' એક સુપર નેચુરલ થ્રિલર કન્નડ ફિલ્મ છે, જે તેલુગુ અને તમિલમાં સમાન નામ સાથે રિમેક કરવામાં આવી હતી. સામંથા તેના તમિલ અને તેલુગુ વર્ઝનમાં હતી. ફિલ્મ હિટ થયા પછી, કેટલાક બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓએ રિમેકના અધિકારો લીધા અને સામંથાનો સંપર્ક કર્યો. પરંતુ બાદમાં તેની જગ્યાએ અન્ય અભિનેત્રીને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી.

  આ પણ વાંચોKGF @ Box Office Collection : પીકેથી લઇને ટાઇગર ઝીંદા હૈ સુધી તમામ ફીલ્મો પર ભારે પડી KGF ચેપ્ટર-2, જાણો કલેક્શન

  બ્રુસ લી- ધ ફાઈટર (Bruce Lee-The Fighter)

  આ ફિલ્મમાં રામ ચરણ સાથે ફીમેલ લીડ માટે સામંથા રૂથ પ્રભુનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે આ ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી. બાદમાં ફિલ્મમાં ચરણની સામે રકુલ પ્રીત સિંહને કાસ્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી અને ફિલ્મને રૂ. 5 કરોડનુ નુક્શાન પણ થયું હતું.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Samantha, Samantha ruth parbhu, South Cinema, South Cinema News

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन