Home /News /eye-catcher /

સલૂનને મહિલાના વાળ કાપવામાં કરેલી ભૂલ ભારે પડી, હવે ચૂકવવું પડશે રૂ.2 કરોડનું વળતર

સલૂનને મહિલાના વાળ કાપવામાં કરેલી ભૂલ ભારે પડી, હવે ચૂકવવું પડશે રૂ.2 કરોડનું વળતર

પ્રતિકાત્મક તસવીર

Delhi news: રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચે (NCDRC) દિલ્હીની (hotel) એક હોટલમાં સ્થિત સલૂનને (salon in hotel) નિર્દેશ આપ્યો હતો કે, મહિલાને ખોટી રીતે વાળ કાપીને (bad haircut) અને વાળ ખોટી સારવાર આપીને તેના વાળને કાયમી નુકસાન પહોંચાડવા બદલ 2 કરોડ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ભારતમાં (India) ગ્રાહકોના હક્ક (Consumer rights) મુદ્દે જાગૃતિનો ખૂબ જ અભાવ છે. પરંતુ ન્યાય પ્રણાલી તરફથી આવતા ચુકાદાના કારણે દેશમાં થોડા ઘણા અંશે ગ્રાહકોની સુરક્ષા (Consumer protection) થાય છે. આવો જ એક ચુકાદો તાજેતરમાં દિલ્હીમાં (Delhi) રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ (National Consumer Dispute Redressal Commission) દ્વારા આપવામાં આવ્યો છે. જેમાં ખરાબ રીતે વાળ કાપવા બદલ (For a bad haircut) સલૂનને રૂ.2 કરોડનું વળતર (Compensation of Rs. 2 crore) ચૂકવવાનો આદેશ (order to salon) આપવામાં આવ્યો છે. સલૂનને વળતરની રકમ 8 અઠવાડિયામાં એટલે કે લગભગ બે મહિનામાં ચૂકવવી પડશે. આ બાબતે પંચે કહ્યું હતું કે, મહિલાઓ તેમના વાળની ખૂબ કાળજી લે છે અને તેમની સંભાળ રાખવા માટે ઘણા પૈસા ખર્ચ કરે છે. સ્ત્રીઓ વાળ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી હોય છે.

  રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચે દિલ્હીની એક હોટલમાં સ્થિત સલૂનને નિર્દેશ આપ્યો હતો કે, મહિલાને ખોટી રીતે વાળ કાપીને અને વાળ ખોટી સારવાર આપીને તેના વાળને કાયમી નુકસાન પહોંચાડવા બદલ 2 કરોડ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે. આયોગના અધ્યક્ષ આર કે અગ્રવાલ અને સભ્ય ડો.એસ.એમ.કાંતિકરની ખંડપીઠે આ નિર્ણય લીધો હતો.

  મીડિયા અહેવાલ મુજબ આ સલૂન દિલ્હીની હોટલમાં આવેલું છે. જ્યાં 2018ના એપ્રિલમાં આશના રોય પોતાના હેર ટ્રીટમેન્ટ માટે ગઈ હતી. તે હેર પ્રોડક્ટ્સની મોડેલ હતી અને ઘણી મોટી હેર-કેર બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કરતી હતી. જોકે, સલૂને તેણે જે રીતે કહ્યું હતું, તેના કરતાં વિપરીત વાળ કાપી નાખતા તેને કામ ગુમાવવું પડ્યું હતું. ખોટા વાળ કાપવાને કારણે તેને આર્થિક નુકસાન થયું હતું, જેના કારણે તેની જીવનશૈલી પર પણ અસર થઈ હતી. આટલું જ નહીં, ટોચનું મોડેલ બનવાનું તેનું સ્વપ્ન પણ તૂટી ગયું હતું.

  પંચે વધુમાં કહ્યું કે, આ સિવાય હોટલ પણ વાળની સારવારમાં બેદરકારી માટે દોષી છે. તેનાથી મહિલાની ખોપરી બળી ગઈ હતી અને સ્ટાફની ભૂલને કારણે તેને એલર્જી અને ખંજવાળની સમસ્યા ઉભી થઇ હતી. પંચે કહ્યું કે ફરિયાદી દ્વારા રજૂ કરવામાં આવેલી વોટ્સએપ ચેટ એ સાબિત કરવા માટે પૂરતી છે કે, હોટલે તેની ભૂલ સ્વીકારી છે અને તેના બદલામાં મફત હેર ટ્રીટમેન્ટઓફર કરી છે.

  આ પણ વાંચોઃ-Dewas: 95 વર્ષની દાદીએ 3 મહિનામાં કાર ચલાવતા શીખી, સોશિયલ મીડિયા પર VIDEO VIRAL

  પંચે જણાવ્યું હતું કે, ફરિયાદી આશના રોય તેના લાંબા અને સુંદર વાળને કારણે હેર પ્રોડક્ટની મોડેલ હતી અને તેણે અનેક મોટી હેર-કેર બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કર્યું છે. સલૂનના કારણે તેને ઘણું નુકસાન થયું છે. ખંડપીઠે 21 સપ્ટેમ્બરના આદેશમાં કહ્યું હતું કે, તે મેનેજમેન્ટના ક્ષેત્રમાં ટોચના અધિકારી તરીકે કામ કરી રહી હતી અને સારા પૈસા કમાઈ રહી હતી. વાળ કાપવામાં બેદરકારીને કારણે તેને ગંભીર માનસિક તણાવમાંથી પસાર થવું પડ્યું હતું. તે તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકી નહીં અને આખરે તેણે નોકરી ગુમાવી દીધી હતી.

  આ પણ વાંચોઃ-શું વ્હાઈટ હાઉસમાં અબ્રાહમ લિંકનની આત્મા ભટકે છે? આ વ્યક્તિએ ક્યો હતો મોટો દાવો

  આ બાબતે આશના રોય કહે છે કે, મેં સલૂનને સ્પષ્ટ પણે વાળ આગળથી લાંબા 'ફ્લિક્સ' રાખવા અને પાછળથી ચાર ઇંચ કાપવા જણાવ્યું હતું. પરંતુ હેરડ્રેસરે સ્વેચ્છાએ તેના લાંબા વાળ સંપૂર્ણપણે કાપી ચાર ઇંચ કરી નાખ્યા હતા. આશનાનો દાવો છે કે, પ્રોડક્ટમાં એમોનિયાનું પ્રમાણ વધુ હોવાથી તેના વાળને કાયમી નુકસાન થયું હતું. આશનાએ પંચને 3 કરોડ રૂપિયાના વળતર માટે વિનંતી કરી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Delhi News, Hair cut, OMG News

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन