રશિયામાં શિક્ષિકાઓ સ્વિમસ્યૂટ પહેરી શા માટે તસવીરો કરી રહી છે પોસ્ટ?

સોમવાર સુધી "Teachers are people too"ના હેઝટેગ સાથે આવી 15,000 તસવીરો પોસ્ટ કરવામાં આવી છે.

News18 Gujarati
Updated: April 2, 2019, 11:07 AM IST
રશિયામાં શિક્ષિકાઓ સ્વિમસ્યૂટ પહેરી શા માટે તસવીરો કરી રહી છે પોસ્ટ?
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલી એક તસવીર
News18 Gujarati
Updated: April 2, 2019, 11:07 AM IST
રશિયાની હજારો શિક્ષિકાઓએ સ્વિમસ્યૂટ અને અન્ડરવિયર પહેરીને પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. સાયબેરિયન ઓથોરિટીએ સ્વિમવિયર પહેરીને સોશિયલ મીડિયામાં તસવીકર પોસ્ટ કર્યા બાદ બાદ એક શિક્ષિકાને બરતરફ કરી દીધી હતી. જે બાદમાં અન્ય શિક્ષિકાઓ તેની વહારે આવી હતી અને વિરોધ પ્રગટ કરવા માટે પોતાની આવી તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહી છે.

સોમવાર સુધી "Teachers are people too"ના હેઝટેગ સાથે આવી 15,000 તસવીરો પોસ્ટ કરવામાં આવી છે.

સાયબેરિયાના બરનૌલ શહેરની 38 વર્ષીય રશિયન લિટરેચર શિક્ષિકા Tatiana Kuvshinnikovaએ સ્વિમિંગ પહેરવેશ, શોર્ટ ડ્રેસ અને ઊંચી એડીના સેંડલ પહેરેલી તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જે બાદ શિક્ષિકાને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી.

સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરતા શિક્ષિકાએ જણાવ્યું હતું કે, તેણી જ્યારે વિન્ટર સ્વિમિંગમાં ભાગ લઈ રહી હતી ત્યારે આ તસવીરો ક્લિક કરવામાં આવી હતી. આ તેનો શોખ છે. જ્યારે આ વાત બાળકોના વાલીઓને માલુમ પડી ત્યારે સ્કૂલના તંત્રએ તેણીને બોલાવી હતી અને તેના પર લલના જેવા વસ્ત્રો પહેરવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં તેણીને રાજીનામું આપી દેવાની ફરજ પાડવામાં આવી હતી.

જે બાદમાં શિક્ષિકાએ પોતાની વ્યથા રજુ કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

Loading... 
View this post on Instagram

 

A post shared by Anastasia Sasykbaeva (@a_sasykbaeva) on


શિક્ષિકાને સમર્થનમાં આવેલી સેન્ટ પિટ્સબર્ગની એક શિક્ષિકાએ પોસ્ટમાં લખ્યું છે કે, "હું વિદ્યાર્થીઓને કેવી રીતે નુક્સાન પહોંચાડી શકું? હું બરનૌલની શિક્ષિકાને સમર્થન કરું છું." સાથે જ શિક્ષિકાએ પોતાની બિકીની સાથેની તસવીર પોસ્ટ કરી છે.
First published: April 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...