મેટ્રોમાં કોરોનાવાયરસનું Prank કરવું પડ્યું મોંઘું, થઈ શકે છે 5 વર્ષની સજા

News18 Gujarati
Updated: February 13, 2020, 8:48 AM IST
મેટ્રોમાં કોરોનાવાયરસનું Prank કરવું પડ્યું મોંઘું, થઈ શકે છે 5 વર્ષની સજા
પ્રેન્ક કરનારે પોતાના બચાવમાં કહ્યું કે કોરોનાવાયરસ વિશે જાગૃતિ લાવવા તેણે આ પ્રેન્ક કર્યું હતું. (Photo Credit: Twitter)

મેટ્રોમાં એક વ્યક્તિ ઢળી પડીને તડફડીયા મારવા લાગે છે, આ દૃશ્ય જોઈ અન્ય મુસાફરો ગભરાઈ ગયા

  • Share this:
નવી દિલ્હી : દુનિયાભરમાં કોરોનાવાયરસ (Coronavirus) ચિંતાનું કારણ બની ગયું છે. 1,100થી વધુ લોકો ચીન (China)માં જ આ વાયરસનો શિકાર બની ચૂક્યા છે. બીજી તરફ, લોકો તેને મજાક તરીકે પણ લઈ રહ્યા છે. આવો જ એક મામલો રશિયામાં સામે આવ્યો છે જેમાં કોરોનાવાયરસને લઈ પ્રેન્ક (Coronavirus Prank) કરવું એક વ્યક્તિને ભારે પડી ગયું છે.

મૂળે, મોસ્કોની મેટ્રોમાં એક વ્યક્તિ કોરોનાવાયરસના લક્ષણોને લઈ પ્રેન્ક કરવા લાગ્યો. જમીન પર ઢળી પડીને તે તડફડીયા મારવા લાગ્યો તો આસપાસ બેઠેલા લોકો ગભરાઈ ગયા. જોકે આ વ્યક્તિની રશિયાના અધિકારીઓએ ધરપકડ કરી લીધી છે અને હવે તેને 5 વર્ષ જેલની સજાનો સામનો કરવો પડી શકે છે.
સોશિયલ મીડિયા પર મોસ્કો મેટ્રોમાં માસ્ક પહેરીને અને ફ્લોર પર ઢળી પડતા આ યુવકનો વીડિયો વાયરલ (Social Media Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં પ્રેન્કસ્ટર (Prankster) ઢળી પડતો જોવા મળી રહ્યો છે તેની સાથે તેમના મિત્રો લોકોને કહે છે કે તે કોરોનાવાયરસથી ગ્રસ્ત છે. પ્રેન્કસ્ટરના મિત્રોની આ વાત સાંભળીને મેટ્રોમાં હાજર લોકો ગભરાઈને ભાગવા લાગે છે. બાદમાં પ્રેન્કસ્ટરે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યો. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી.

કથિત રીતે આ યુવક તજિકિસ્તાનનો છે અને પ્રેન્ક કરવા માટે રશિયા આવ્યો હતો. રશિયાની પોલીસે તેની 8 ફેબ્રુઆરીએ ધરપકડ કરી લીધી. પોલીસે તેની ગુંડાગર્દીના આરોપમાં ધરપકડ કરી છે. તે મુજબ મહત્તમ પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે.

આ યુવકે 2 ફેબ્રુઆરીએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. જોકે, ફેસબુક (Facebook) અને ઇન્સ્ટાગ્રામ (Instagram)એ મામલો વધતાં આ વીડિયોને બંને પ્લેટફોર્મથી હટાવી લીધો. વ્યક્તિની ધરપકડ બાદ તેના અન્ય બે સાથીઓની ઓળખ અધિકારીઓએ કરી અને તેમને રશિયાના આંતરિક મંત્રાલયે મોસ્કો છોડવા માટે કહ્યું છે. જોકે આરોપીન વકીલનું કહેવું છે કે પ્રેન્કસ્ટરે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી આ વીડિયો બનાવ્યો હતો.

આ પણ વાંચો,

ચીને સળગાવી દીધા કોરોનાવાયરસના 10,000 દર્દીઓના શબ? સેટેલાઇટ ઇમેજથી આશંકાને મળ્યું બળ
કોરોનાવાયરસ આ કારણે સમગ્ર દુનિયા માટે ખૂબ જ ખતરનાક થઈ ગયો
First published: February 13, 2020, 8:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading