બાલીમાં રશિયન મહિલાએ લોકોને એવા તો મૂર્ખ બનાવ્યા કે પાસપોર્ટ જપ્ત કરાયો!

મહિલાનો પાસપોર્ટ જપ્ત કરાયો.

બાલીમાં તાજેતરમાં માસ્ક ન પહેરવા બદલ બે લોકોના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. હકીકતમાં એક મહિલા માસ્ક પહેરવાને બદલે તેના મોઢા પર માસ્ક પેઇન્ટ કરીને સુપરમાર્કેટમાં ફરી રહી હતી.

 • Share this:
  નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર (Coronavirus second wave) વચ્ચે એ વાત સાબિત થઈ ગઈ છે કે માસ્ક (Mask) તમારું જીવન બચાવી શકે છે. માસ્ક વગર ઘર બહાર નીકળવું ખરેખર જોખમી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત જો તમે માસ્ક પહેર્યાં વગર બહાર નીકળશો તો પોલીસ તમને દંડ પણ ફટકારશે. અલગ અલગ રાજ્ય અને દેશોમાં માસ્ક ન પહેરવા પર અલગ અલગ દંડ છે. જોકે, આવી મહામારી વચ્ચે પણ અનેક લોકો માસ્ક વગર બહાર ફરતા દેખાય છે. આ લોકો પોતાની સાથે સાથે અન્યયનું જીવન પણ જોખમમાં મૂકે છે. આવી જ રીતે બાલી (Bali)માં અન્ય લોકોનું જીવન જોખમમાં મૂકનાર એક રશિયા મહિલા (Russian woman)નો પોલીસે પાસપોર્ટ જપ્ત કર્યો છે. મહિલાએ કંઈક એવું પરાક્રમ કર્યું હતું.

  બાલીમાં તાજેતરમાં માસ્ક ન પહેરવા બદલ બે લોકોના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. હકીકતમાં એક મહિલા માસ્ક પહેરવાને બદલે તેના મોઢા પર માસ્ક પેઇન્ટ કરીને સુપરમાર્કેટમાં ફરી રહી હતી. જ્યારે બીજી વ્યક્તિએ આ મહિલાનો વીડિયો ઉતાર્યો હતો. આ બંનેના પાસપોર્ટ જપ્ત કરી લેવાયા છે.

  આ પણ વાંચો: મારી દીકરી મારું અભિમાન! કેન્દ્રીય મંત્રીએ શેર કરી કોવિડ વૉરિયર દીકરીની તસવીર

  શૉપિંગ મૉલ ખાતે અન્ય લોકોને મૂર્ખ બનાવવા માટે એક મહિલા પોતાના ચહેરા પર ફેસમાસ્કનું પેઇન્ટિંગ બનાવીને આવી હતી. જેનાથી અન્ય લોકોને એવું લાગે કે તેણીએ માસ્ક પહેરી રાખ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જોશ પલેર લીન અને લીયા સેએ બાલીમાં સુપરમાર્કેટની અંદર ફરતાં ફરતાં વીડિયો બનાવ્યો હતો.

  આ પણ વાંચો: Video: દર્દથી તડપી રહી હતી પ્રેગ્નેન્ટ મહિલા, ડૉક્ટરે ગોદમાં ઉઠાવીને ઇમરજન્સી વોર્ડમાં પહોંચાડી

  લીયાએ પોતાના મોઢાને એવી રીત રંગ્યું હતું કે જેનાથી એવું લાગતું હતું કે તેણીએ મોઢા પર સર્જિકલ માસ્ક પહેરી રાખ્યું છે. એટલું જ નહીં, માસ્કની દોરીનો જેવી રંગ હોય છે તેવી દોરી પણ ચહેરા પર પેઇન્ટ કરી હતી.


  વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા કારમાં પોતાના ચહેરા પર માસ્ક પેઇન્ટ કરાવી રહી છે. માસ્ક પેઇન્ટ થયા બાદ મહિલા બહાર નીકળે છે. ત્યાં સુધી કે સિક્યોરિટી ગાર્ડને પણ ખબર નથી પડતી કે મહિલાએ ખરેખર માસ્ક નથી પહેર્યું.

  આ પણ વાંચો: ઇન્ટરનેટ પર સર્ચ કરીને ચર્ચિત સુસાઇડ પોઇન્ટ ખાતે પહોંચ્યો યુવક, બચાવનારા તમામ ક્વૉરન્ટીન!

  વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા સુપરમાર્કેટની અંદર આમ જ ફરી રહી છે. આ દરમિયાન તેનો સામનો એક મહિલા સાથે થાય છે. જેને શંકા પડતા તેણી પૂછે છે કે શું તેણે માસ્ક પેઇન્ટ કરાવ્યું છે? જોકે, મહિલાનું આ નાટક વધારે સમય સુધી ચાલ્યું ન હતું. ઇન્ટરનેટ પર આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ મહિલાની ટીકા કરી હતી. વીડિયો વાયરલ થયા બાદ ઇન્ડોનેશિયાના ઇમિગ્રેશન વિભાગે મહિલા અને પુરુષની જોડીના પાસપોર્ટ જપ્ત કરી લીધા છે. બંનેને ડિપોર્ટ કરવામાં આવશે. એવી માહિતી મળી છે કે લીયાની ઓળખ રશિયન નાગરિક તરીકે થઈ છે જ્યારે જોશ તાઇવાનનો નાગરિક છે.
  Published by:Vinod Zankhaliya
  First published: