Home /News /eye-catcher /

Russia-Ukraine War Video: કિવમાં પ્રવેશી ચૂકી છે રશિયન સેના, યુક્રેનિયન TikTokerને ચઢી છે મસ્તી!

Russia-Ukraine War Video: કિવમાં પ્રવેશી ચૂકી છે રશિયન સેના, યુક્રેનિયન TikTokerને ચઢી છે મસ્તી!

રશિયન ટેન્ક ચલાવતી યુક્રેનિયન મહિલાનો એક વિચિત્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Ukrainian TikToker Drive Abandoned Russian Tanks: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) દરમિયાન પણ કેટલાક લોકોને મસ્તી સૂજી રહી છે. યુક્રેનિયન ટિકટોકરે (Ukrainian TikToker) યુદ્ધની વચ્ચે ખાલી રશિયન ટેન્ક જોઈને એક વિચિત્ર કામ કર્યું.

વધુ જુઓ ...
    રશિયા-યુક્રેન યુદ્ધ: રશિયા દ્વારા યુક્રેન (Ukraine Russia Crisis)ના મોટા શહેરો પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. રશિયન દળો રાજધાની કિવની નજીક પહોંચી ગયા છે અને તેમની મોટી સંખ્યામાં ટેન્ક અને લશ્કરી કાફલો યુક્રેનમાં પ્રવેશી રહ્યા છે. દરમિયાન, રશિયન ટેન્ક ચલાવતી યુક્રેનિયન મહિલા (Ukrainian Woman Driving Russian Tank)નો એક વિચિત્ર વીડિયો (Russia-Ukraine War Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

    વાયરલ થઈ રહેલા વીડિયોમાં યુક્રેનની એક મહિલા ટિકટોક પર ખાલી પડેલા રશિયન મિલિટ્રી ટેન્કર પાસે જોવા મળી રહી છે. મહિલાએ તેનો એક નાનકડો વીડિયો પણ બનાવ્યો છે, જેને જોઈને તમે તેની હરકતો પર વિશ્વાસ નહિં કરી શકશો. કારની શોખીન આ મહિલા મિલિટરી ટેન્કરની ગંભીરતા સમજ્યા વિના તેની સાથે રમી રહી છે.

    મહિલાએ રશિયન લશ્કરી ટેન્ક ચલાવવાનું શરૂ કર્યું
    ટિકટોક પર આ વીડિયો પોસ્ટ કરવાની સાથે જ મહિલાએ દાવો કર્યો છે કે તે ખાલી રશિયન સૈન્ય ટેન્કમાં પ્રવેશી અને પછી તેને ચલાવવાનો પ્રયાસ કર્યો. આટલું જ નહીં, મહિલા વીડિયોમાં ટાંકી ચાલુ કરવા, ગિયર બદલવા અને ચલાવવાની વાત પણ કહી રહી છે. આ વીડિયો @PSFAERO નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે, જેમાં મહિલા આ બધી વાતો પોતાની ભાષામાં કહેતી જોવા મળી રહી છે.



    આ પણ વાંચો: Russia Ukraine News: રશિયા યુક્રેન બોમ્બ વિસ્ફોટમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, વિદેશ મંત્રાલયે કરી પુષ્ટિ

    યુક્રેનિયન નાગરિકો પોસ્ટ કરી રહ્યા છે વીડિયો
    મહિલાનો વીડિયો ખૂબ જ આશ્ચર્યજનક છે, જોકે ન્યૂઝ18 આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ વીડિયો સિવાય બંને દેશો વચ્ચેના યુદ્ધના તમામ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેટલાક વીડિયોમાં તબાહીના દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહ્યાં છે જે જોઈને કોઈના પણ રુંવાટા ઊભા થઈ શકે છે. તો કેટલાક વીડિયોમાં યુક્રેનના લોકોનું સાહસ અને સમર્થન જોવા મળી રહ્યું છે. દેશ માટે હાથમાં બંદૂક લઈને ઊભેલા સામાન્ય નાગરિકોનો હોંસલો જોઈને તમારુ દિલ ખુશ થઈ જશે.

    આ પણ વાંચો: Russia Ukraine War: યુક્રેનમાં રશિયાના મિસાઈલ હુમલાનો Viral Video, તબાહીના રૂવાંડા ઊભા કરી નાખતા દૃશ્યો

    કેટલાક વીડિયોમાં યુદ્ધનો સંઘર્ષ અને કેટલાકમાં તબાહીનું દ્રશ્ય જોવા મળે છે. હાલમાં જ યુક્રેનની એક મહિલાનો રાષ્ટ્રગીત ગાતો વીડિયો પણ વાયરલ થયો હતો.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Russia ukraine news, Russia ukraine war, Russia-Ukraine Conflict, Viral videos

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन