Home /News /eye-catcher /

Russia- Ukraine Crisis: જેમણે બંદૂકને હાથ પણ નહોતો લગાડ્યો, તેઓ પણ આજે હાથમાં લઈને ફરી રહ્યાં છે AK47!

Russia- Ukraine Crisis: જેમણે બંદૂકને હાથ પણ નહોતો લગાડ્યો, તેઓ પણ આજે હાથમાં લઈને ફરી રહ્યાં છે AK47!

યુક્રેનિયન નાગરિકો તેમના રાષ્ટ્રની સુરક્ષા માટે AK47 લેવા માટે કતારમાં ઉભા થયા

Ukrainian Civilians Ready For War: યુક્રેન (Ukraine)માં, જ્યારે રાષ્ટ્રપતિએ નાગરિકોને યુદ્ધ (War)માં જોડાવા માટે અપીલ કરી, ત્યારે રસ્તાઓ પર એ લોકોની પણ લાઈનો લાગવા લાગી જેમણે ના તો ક્યારેય શસ્ત્રોને જોયા છે કે ના તો સ્પર્શ્યા છે.

    Ukrainian civilians queues up for AK47: જો તમારે દેશ, રાષ્ટ્ર અને માતૃભૂમિ જેવા શબ્દોમાં કેટલી શક્તિ છે તે જોવું હોય, તો તમારે યુક્રેન (Russia- Ukraine Crisis)થી સામે આવતી તસવીરો જોવી જોઈએ. દેશ પર સંકટના વાદળો છવાયેલા છે અને આવી સ્થિતિમાં અહીં દરેક માતૃભૂમિ (Ukraine)ની રક્ષામાં સહયોગ આપવા માંગે છે. આવા નાગરિકો પણ શસ્ત્ર સાથે યુદ્ધમાં પ્રવેશવા માંગે છે, જેમણે કદાચ પ્રથમ વખત તેમના હાથથી શસ્ત્રોને સ્પર્શ કર્યો હશે.

    જ્યારે રશિયન દળો યુક્રેનમાં આગળ વધી રહ્યા છે, ત્યારે યુક્રેનિયન નાગરિકો (Ukrainian civilians Holding Guns)એ તેમની જમીનનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અહીં દેશનો દરેક નાગરિક હથિયાર ઉઠાવવા તૈયાર છે. આ જ કારણ છે કે બંદૂક મેળવવા માટેની લાઈન લાંબી છે અને આ કતારમાં તમામ પ્રકારના લોકો સામેલ છે. તેઓ આ શસ્ત્રોનો ઉપયોગ રશિયા વિરુદ્ધ કરવા માંગે છે અને તેમને તેમની જમીનમાંથી હટાવી દેવા માંગે છે.

    એડલ્ટ ઈન્ડસ્ટ્રીના લોકો પણ સામેલ
    યુક્રેનની નાઈટક્લબોમાં સ્ટ્રિપર્સથી લઈને શિક્ષકો અને પ્રોફેસરો, AK47 લેવા લાઈનમાં ઊભા છે. કિવમાં આવી જ એક નાઈટક્લબમાં સ્ટ્રિપર તરીકે કામ કરતા ગ્રિગોરી મામચુર એ ડઝનેક લોકોમાં સામેલ છે જેમણે આ લડાઈમાં જોડાવું છે.

    આ પણ વાંચો: Russia-Ukraine War: યુક્રેનિયન શખ્સે હાથથી લેન્ડ માઈનને રસ્તા પરથી હટાવ્યા, ચોંકાવનારો Video Viral

    40 વર્ષીય ગ્રેગરી હંમેશાની જેમ ક્લબમાં ડાન્સ કરતો હતો, પરંતુ હવે તે હાથમાં બંદૂક લઈને દુશ્મનનો સામનો કરવા માંગે છે. તેની ક્લબના માલિકો પણ હથિયાર ઉપાડનારાઓમાં સામેલ છે. બિઝનેસ મેનેજર ઓલેના સોકોલન એક મહિલા હોવા છતાં લડાઈમાં જોડાવા માંગે છે અને તે અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી રહી છે.

    આ પણ વાંચો: Russia-Ukraine War: યૂક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું- અમે યોદ્ધા છીએ જંગ જીતીશું, પોતાનો જીવ બચાવે અને પાછી જાય રશિયાની સેના

    નાગરિકો રશિયા સામે લડવામાં પાછળ નથી
    ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિના ચીફ ઓફ સ્ટાફના સલાહકારનું કહેવું છે કે કિવ શહેરમાં લોકો પોતાના ઘરની સુરક્ષા માટે ઘરની બહાર આવવા માટે તૈયાર છે. 18 થી 60 વર્ષના લોકો હાથમાં બંદૂક લેવાથી ડરતા નથી. રશિયાએ આવું વિચાર્યું પણ નહીં હોય. સામાન્ય નાગરિક, તેમનો આરામ છોડીને, રાજધાની કિવને દુશ્મનના હાથમાં પડતા બચાવવા માંગે છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Russia ukraine news, Russia ukraine war, Viral news, અજબગજબ

    આગામી સમાચાર