Home /News /eye-catcher /Russia-Ukraine war: જ્યારે રશિયાએ છોડ્યો હતો સૌથી શક્તિશાળી બોમ્બ, આકાશ ચીરીને ઉપર સુધી પહોંચી હતી જ્વાળાઓ!

Russia-Ukraine war: જ્યારે રશિયાએ છોડ્યો હતો સૌથી શક્તિશાળી બોમ્બ, આકાશ ચીરીને ઉપર સુધી પહોંચી હતી જ્વાળાઓ!

. આ વીડિયો સૌપ્રથમવાર 2020માં રશિયા પરમાણુ નિર્માણ દેશ બનવાની 75મી વર્ષગાંઠ પર 40-મિનિટની ડોક્યુમેન્ટરી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો (તસવીર - ROSATOM))

russia ukraine crisis - કહેવામાં આવી રહ્યું છે કે તે અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી બોમ્બ હતો. આટલો શક્તિશાળી પરમાણુ બોમ્બ આજ સુધી ક્યારેય છોડવામાં આવ્યો નથી. યુક્રેન યુદ્ધ દરમિયાન તેના ફૂટેજ ફરી વાયરલ થઈ રહ્યા છે

નવી દિલ્હી : વિશ્વને અચાનકથી જ યુદ્ધ (Russia Ukraine war)જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેવી કોઈએ કલ્પના પણ કરી ન હતી. એકતરફ જ્યાં બધા કોરોનાને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યાં જ અચાનક રશિયા (Russia)એ યુક્રેન (Ukraine) પર હુમલો કરીને જાણે ત્રીજું વિશ્વ યુદ્ધ (Third World War) શરૂ કરી દીધું છે. જોકે અત્યાર સુધી રશિયાએ યુક્રેન પર પરમાણુ હુમલાનો ઈન્કાર કર્યો છે. જોકે તેણે એવા દેશોને ચેતવણી આપી છે જે રશિયાના રસ્તામાં આવવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન રશિયાના બોમ્બના પરીક્ષણનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. આમાં રશિયાએ આર્કટિક મહાસાગરમાં એક શક્તિશાળી બોમ્બ ફેંક્યો હતો, જેનો ધુમાડો સાગરને ચીરતો ઉપરની તરફ આકાશ સુધી પહોંચ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે તે અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી બોમ્બ હતો. આટલો શક્તિશાળી પરમાણુ બોમ્બ આજ સુધી ક્યારેય છોડવામાં આવ્યો નથી. યુક્રેન યુદ્ધ દરમિયાન તેના ફૂટેજ ફરી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સૌપ્રથમવાર 2020માં રશિયા પરમાણુ નિર્માણ દેશ બનવાની 75મી વર્ષગાંઠ પર 40-મિનિટની ડોક્યુમેન્ટરી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આર્કટિક મહાસાગરમાં સેવર્ની આઇલેન્ડ પર ટેઝર બોમ્બ છોડવામાં આવતો હોય તેવું જોવા મળ્યુ હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ટેસ્ટ 30 ઓક્ટોબર 1961ના રોજ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Russia-Ukraine War: શૂન્ય ડિગ્રીમાં 35 કલાક લાઈનમાં રહ્યાં, ડરામણી છે ભારતીય વિદ્યાર્થીઓની યુક્રેનથી વાપસીની કહાની

માઉન્ટ એવરેસ્ટથી 7 ગણો વધુ ઉંચાઈએ પહોંચ્યો હતો ધુમાડો

આ બોમ્બ વિશે એવું પણ કહેવામાં આવે છે કે તે હિરોશિમા પર ફેંકવામાં આવેલા બોમ્બ કરતા 3333 ગણો વધુ શક્તિશાળી હતો. આ બોમ્બથી સર્જાયેલા ધુમાડાના વાદળો આકાશમાં 42 માઈલ એટલે કે માઉન્ટ એવરેસ્ટ કરતાં સાત ગણા ઊંચાઈ સુધી ગયા હતા. 27 ફેબ્રુઆરીએ વ્લાદિમીર પુતિને દેશના ન્યુક્લિયર ડિટરન્સ ફોર્સને એલર્ટ રહેવા કહ્યું હતું. જેના પગલે સતત એવી અટકળો ચાલી રહી છે કે રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરી શકે છે.

620 માઈલ દૂરથી પણ જોઈ શકાયો હતો વિસ્ફોટ

વાયરલ ક્લિપમાં ટસર બોમ્બનું શક્તિશાળી પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું. આ બોમ્બના વિસ્ફોટ બાદ મશરૂમ ક્લાઉડ જોવા મળ્યો હતો. એવું કહેવાય છે કે તેનો અવાજ લગભગ 50 મિલિયન ટન બોમ્બના વિસ્ફોટ કરતાં પણ વધુ તેજ હતો. બ્લાસ્ટ 620 માઈલ દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ બોમ્બનો ટેસ્ટ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર સુધી ગુંજ્યો હતો. જો રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધમાં આ બોમ્બનો ઉપયોગ કરે તો આખો દેશ સંપૂર્ણપણે નાશ પામશે.
First published:

Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો