નવયુગલે લગ્ન સમયે નહોતા પહેર્યા માસ્ક, હાઈકોર્ટે 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

News18 Gujarati
Updated: June 3, 2020, 3:44 PM IST
નવયુગલે લગ્ન સમયે નહોતા પહેર્યા માસ્ક, હાઈકોર્ટે 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો
પ્રતીકાત્મક તસવીર

લગ્ન સમયથી તસવીરોમાં નવયુગલે માસ્ક ન પહેર્યા હોવાની ગંભીર નોંધ લેતા હાઈકોર્ટે સુરક્ષા આપવાની સાથે દંડ ફટકાર્યો

  • Share this:
ચંદીગઢઃ કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીથી બચવા માટે લાગેલા કર્ફ્યૂ દરમિયાન પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધ લગ્ન (Marriage) કરનારા ગુરુદાસપુરના એક યુગલને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ (Punjab and Haryana High Court)એ સુરક્ષા ઉપલબ્ધ કરાવી દીધી. પરંતુ લગ્ન સમયે માસ્ક (Mask) ન પહેરવાના કારણે તેમની પર 10 હજારનો દંડ (Fine) પણ ફટકારી દીધો. આ કેસમાં હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સુરક્ષા લેવા પહોંચેલા આ વિવાહિત યુગલે કહ્યું હતું કે તેઓ પુખ્ત થયા બાદ લગ્ન કર્યા છે, પરંતુ બંનેના પરિવારના સભ્યો લગ્નની વિરુદ્ધ છે અને તેમના જીવને ખતરો છે.

અરજી પર નિર્દેશ જાહેર કરતાં જસ્ટિસ હરિપાલ વર્માએ ગુરુદાસપુરના એસએસપીને નવવિવાહિત યુગલને સુરક્ષાની માંગ પર નિર્ણય લેવાનો આદેશ જાહેર કરી દીધો. યુગલ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા લગ્નના ફોટોમાં તેમણે માસ્ક ન પહેર્યા હોવાની નોંધ લેતા હાઈકોર્ટે કહ્યું કે મહામારીના સમયમાં માસ્ક ન પહેરવા સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન છે, તેથી આ યુગલને નિયમોના ઉલ્લંઘન કરવાના કારણે 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

આ પણ વાંચો, ભીડે ન કરવા દીધા કોરોના સંક્રમિતના અંતિમ સંસ્કાર, અડધા બળેલા મૃતદેહને લઈને ભાગ્યો પરિવાર

હાઈકોર્ટે દંડની રકમને હોશિયારપુરના પ્યુટી કમિશનર પાસે 15 દિવસમાં જમા કરવાના નિર્દેશ આપતાં કહ્યું કે દંડની રકમથી લોકો માટે માસ્ક ખરીદીને વહેંચવામાં આવે.

આ પણ વાંચો, માનવતા મરી પરવારી! ગભર્વતી હાથણીને ખવડાવી દીધું ફટાકડા ભરેલું અનાનાસ, અને પછી...

POLL
First published: June 3, 2020, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading