7 વર્ષનો બાળક બોલ્ટને આપી રહ્યો છે પડકાર, આવો દોડે છે 100 મીટર રેસમાં

અમેરિકાના ફ્લોરિડાના બે ઓફ ટેમ્પોમાં રહેનાર રુડોલ્ફની દોડનો એક વીડિયો ઇંન્સ્ટાગ્રામ ઉપર ઘણો ચર્ચાસ્પદ બન્યો

News18 Gujarati
Updated: February 15, 2019, 4:38 PM IST
7 વર્ષનો બાળક બોલ્ટને આપી રહ્યો છે પડકાર, આવો દોડે છે 100 મીટર રેસમાં
7 વર્ષનો બાળક બોલ્ટને આપી રહ્યો છે પડકાર, આવો દોડે છે 100 મીટર રેસમાં
News18 Gujarati
Updated: February 15, 2019, 4:38 PM IST
વિશ્વના સૌથી ફાસ્ટેસ્ટ દોડવીરની વાત આવે એટલે આપણા મનમાં એક જ તસવીર યુસૈન બોલ્ટની સામે આવે છે. જોકે તેના જેવો જ એક સ્પીડસ્ટાર તૈયાર થઈ રહ્યો છે. આ સ્પીડસ્ટાર ફક્ત 7 વર્ષનો છે. જોકે પોતાના દોડથી આ નાનો સ્પીડસ્ટાર રુડોલ્ફ ઇનગ્રામ બધાને ચકિત કરી રહ્યો છે. રુડોલ્ફ બોલ્ટના રેકોર્ડ સ્પીડની ઘણો નજીક જોવા મળી રહ્યો છે. તેની સ્પીડને જોતા તેને ‘બ્લેજ’નામ આપવામાં આવ્યું છે.

અમેરિકાના ફ્લોરિડાના બે ઓફ ટેમ્પોમાં રહેનાર રુડોલ્ફની દોડનો એક વીડિયો ઇંન્સ્ટાગ્રામ ઉપર ઘણો ચર્ચાસ્પદ બન્યો છે. રવિવારે પોસ્ટ કરેલ આ વીડિયોમાં રુડોલ્ફ 100 મીટરની રેસ 13.48 સેકન્ડમાં પુરો કરતો જોવા મળે છે. ગત વર્ષે ઓગસ્ટમાં તેણે 100 મીટરની દોડ 14.59 સેકન્ડમાં પૂરી કરી હતી. 60 મીટર ડૈશ દોડ રુડોલ્ફ ફક્ત 8.69 સેકન્ડમાં પૂરી કરે છે.

જોકે રુડોલ્ફ બ્લેજ ઇનગ્રામનો આ રેકોર્ડ તેની એજ કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડ નથી. તે .02 સેકન્ડથી આ રેકોર્ડને પોતાના નામે કરવાથી ચૂકી ગયો હતો. ફક્ત 7 વર્ષની ઉંમરમાં રુડોલ્ફના ઇન્સ્ટાગ્રામ ઉપર 3 લાખથી વધારે ફોલોઅર્સ છે.

100 મીટર દોડમાં વર્લ્ડ રેકોર્ડની વાત કરવામાં આવે તો હાલ રેકોર્ડ જમૈકાના યુસૈન બોલ્ટના નામે છે. બોલ્ટે 100 મીટર દોડ 9.58 સેકન્ડમાં પૂરી કરી હતી. રુડોલ્ફ ભલે હાલ તેનાથી 4 મિનિટ દૂર હોય પણ તે મોટો થશે ત્યારે તેના રેકોર્ડને ટક્કર આપી શકે છે. રુડોલ્ડના પિતાને વિશ્વાસ છે કે તેમનો પુત્ર 100 મીટર રેસમાં વર્લ્ડ રેકોર્ડ જરુર પોતાના નામે કરશે. રુડોલ્ફના પિતા ફૂટબોલ કોચ છે.
First published: February 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...