યુવકે કચરામાં ફેંકી દીધુ અઢી લાખનું બુલેટ, જાણો કેમ

News18 Gujarati
Updated: September 26, 2018, 11:50 AM IST
યુવકે કચરામાં ફેંકી દીધુ અઢી લાખનું બુલેટ, જાણો કેમ
આ કરણથી યુવકે તેમની મોંઘી દાટ બાઇક કચરના ઢગલમાં ફેંકી દીધી.

  • Share this:
નવી દિલ્હી - રોયલ એન્ફીલ્ડ બાઇકનું નામ સાંભળીને દરેક માણસનું મન ખુશીથી ભરાઇ જાય છે. આ બાઇક વિશ્વભરમાં જાણીતી છે અને લોકોની પ્રથમ પસંદ રહે છે.

રોયલ એનફીલ્ડ ક્લાસિક 500 પૅગાસુસના બજારમાં આવતા જ હજાર બાઇકમાંથી લગભગ 250 મોડલ ભારતમાં વેચવામાં આવ્યા હતા. થોડી સેકંડમાં જ બાઇક વેચાઈ ગઇ. આ બાઇકની કિંમત આશરે 2.5 લાખ રુપિયા છે.

સામાન્ય રીતે લોકો આ મોંઘી ગાડીને તેમની જાન કરતા પણ વધુ પ્રેમ કરે છે, અને તેની કાળજી વધુ સારી રીતે કરે છે, પરંતુ અમે તમને એવા વ્યક્તિ વિશે કહી રહ્યાં છીએ જેણે કચરાના ઢગલામાં તેની કિંમતી બાઇક ફેંકી દીધી.

તમે આશ્ચર્ય પામ્યા હશો પણ તે સાચું છે. આ બાઇકને કચરાના ઢગલામાં ફેંકી દેનાર વ્યક્તિનું નામ ધીરજ ઝુરુઆ છે, જે આ બાઇકના માલિક છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ધીરજ ચર્ચાનો વિષય બન્યો છે.

કચરાના ઢગલામાં રહેલી તેની બાઇકની ફોટો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બાઇકને કચરામાં ફેંકવાનુ કારણ પણ ખૂબ જ આઘાતજનક છે.

હકીકતમાં, ધીરજે તેની બાઇક ખરીદવા માટે બે દિવસ તૈયારી કરી હતી પરંતુ વેચાણ વધુ થવાને લઇને કંપનીની વેબસાઇટ ક્રેશ થઇ ગઇ હતી. ત્યારબાદ તેમની બાઇકની બીજી તારીખ જાહેર કરવામાં આવી.

થોડા દિવસ બાદ, કંપનીએ રોયલ એનફીલ્ડ ક્લાસિક સિંગલ 350 એડિશન રજૂ કર્યુ ત્યારે પેગાસસને લઇને લોકોની દિવાનગી ઓછી થઇ ગઇ.

પેગાસસની તુલનામાં ડ્યુઅલ ચેનલ એબીએલની કિંમત 60 હજાર રૂપિયાથી ઓછી હતી. આ કારણોસર ધીરજ પોતે જ છેતરાયો હોવાનું અનુભવવા લાગ્યો અને તે કારણથી તેમણે ગુસ્સામાં તેમની બાઇક કચરના ઢગલમાં ફેંકી દીધી. ધીરજની માંગ હતી તેમની બાઇકમાં પણ ડ્યુલ ચેનલ એબીએસ ઇન્સ્ટોલ કરે અને તેની બાઇકના ક્લાસિક સિંગલ એડીશન ફ્યૂલ ટંકીથી સ્ટેન્સિલ નંબરને હટાવે જેથી પેગાસસની પણ માર્કેટમાં ખાસ ઓળખ બની રહે.
First published: September 26, 2018, 11:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading