Royal Enfieldની નવી બાઇક ભારતમાં લોન્ચ, માત્ર 500 જ વેચાશે

News18 Gujarati
Updated: January 14, 2018, 4:46 PM IST
Royal Enfieldની નવી બાઇક ભારતમાં લોન્ચ, માત્ર 500  જ વેચાશે
411ccનું સિંગલસિલિન્ડર એન્જિન આપવામાં આવ્યુ છે જે 24Bhpનું પાવર 32NMનું ટોર્ક ઉભુ કરે છે

411ccનું સિંગલસિલિન્ડર એન્જિન આપવામાં આવ્યુ છે જે 24Bhpનું પાવર 32NMનું ટોર્ક ઉભુ કરે છે

  • Share this:
નવી દિલ્હી: Royal Enfieldએ ભારતમાં 2018માં હિમાલયન સ્લીટ એડિશન લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેની કિમત 2,12,666 રૂપિયા (ઓન-રોડ, ચેન્નાઇ) રાખી છે. નવી હિમાલયન સ્લીટની ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ છે. તેની માટે ગ્રાહકોને 5 હજાર રૂપિયા ટોકન એમાઉન્ટના રૂપમાં આપવી પડશે. આ નવી બાઇકની બુકિંગ 12 જાન્યુઆરીથી શરૂ થઇ ગઇ છે જે 30 જાન્યુઆરી સુધી ચાલશે.
આ બાઇક માટે સેલ 30 જાન્યુઆરીથી શરૂ થશે અને પહેલા આવો-પહેલા મેળવોના આધાર પર તેનું વિતરણ કરવામાં આવશે. કંપનીએ આ બુલેટની માત્ર 500 યૂનિટ જ તૈયાર કરી છે. નવી હિમાલયન સ્લીટ એડિશન તેના રેગ્યુલર મોડલથી આશરે 28 હજાર રૂપિયા સુધી મોંઘી છે.
રોયલ એનફિલ્ડે હિમાલયનની નવી સ્લીટ એડિશનમાં કોસ્મેટિક અપગ્રેડશન સાથે પેકેજમાં એડિશનલ એક્સપ્લોરર કિટ પણ આપી છે. આ કિટમાં 26 લીટર વોટર રેજિસ્ટેન્ટ એલ્યુમિનિયમ પેનિઅર્સ, પેનિઅર માઉન્ટિંગ રેલ્સ, ઓફ રોડ સ્ટાઇલ હેન્ડલબાર વગેરે સામેલ છે.

આ નવી બાઇકમાં એન્જિન ગાર્ડ પણ સામેલ છે. જે પાઉડર કોટિંગ ફિનિસથી લેસ છે. હિમાલયથી પ્રેરિત કલર સ્કીમથી આ બાઇકને પેન્ટ કરવામાં આવી છે. 2018 હિમાલયન સ્લીટ એડિશન મોડલ પર ગ્રાહકોને બે વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે.

જાણો તેની ખાસીયત2018મા હિમાલયન સ્લીટ એડિશનના એન્જિનની વાત કરીએ તો આ રેગ્યુલર વેરિએન્ટ જેવુ રાખવામાં આવ્યુ છે. જેમાં 411ccનું સિંગલસિલિન્ડર એન્જિન આપવામાં આવ્યુ છે જે 24Bhpનું પાવર 32NMનું ટોર્ક ઉભુ કરે છે. આ બાઇકમાં લોન્ગ ટ્રાવેલ સસ્પેશન સેટઅપ આપવામાં આવ્યુ છે. બ્રેકિંગ પરફોર્મન્સની વાત કરીએ તો તેના ફ્રંટ અને બ્રેક બન્નેમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. આ એડવેન્ચર મોટરસાઇકલના ફ્રંટમાં 21 ઇંચનું સ્પોક વ્હીલ અને રિયરમાં 18 ઇંચનું વ્હીલ આપવામાં આવ્યુ છે.
First published: January 14, 2018, 10:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading