Home /News /eye-catcher /સંભોગ બાદ પોતાના જ પુરુષ પાર્ટનરને મારી નાખે છે માદા, સાપથી 15 ગણો ઝેરીલો જીવ, સુંદરીએ કેમ પાળ્યો?
સંભોગ બાદ પોતાના જ પુરુષ પાર્ટનરને મારી નાખે છે માદા, સાપથી 15 ગણો ઝેરીલો જીવ, સુંદરીએ કેમ પાળ્યો?
roosie moore spider poison
BLACK WIDOW: રોઝીએ જે નાનું પ્રાણી ઉછેર્યું છે તે સાપ કરતાં વધુ ખતરનાક છે, તે બ્લેક વિડો તરીકે ઓળખાય છે, જે બ્લેક સ્પાઈડરની એક પ્રજાતિ છે. એવું કહેવાય છે કે જો આ કરોળિયો માણસને કરડે તો તેને મૃત્યુથી કોઈ બચાવી શકતું નથી
સાપને ખૂબ જ ઝેરી માનવામાં આવે છે. કહેવાય છે કે સાપનુ ડંખેલું પાણી પણ નથી માંગતું. દુનિયાભરમાં સાપની ઘણી એવી પ્રજાતિઓ છે, જે કોઈને પણ પળવારમાં મારવામાં સક્ષમ હોય છે. તેમાં કોબ્રાથી લઈને રસેલ વાઈપર અને રેટલસ્નેકનો પણ સમાવેશ થાય છે. આ ત્રણને વિશ્વમાં સૌથી ઝેરી અને ખતરનાક માનવામાં આવે છે. પરંતુ શું તમે એવા કોઈ નાના જીવ વિશે જાણો છો, જે આ ઝેરી સાપો કરતાં પણ વધુ ખતરનાક છે? તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ એકદમ સત્ય છે. આટલું જ નહીં, આ નાનું પ્રાણી સંભોગ પછી પાર્ટનરને મારીને ખાઈ જાય છે. હાલમાં જ અમેરિકામાં રહેતી એનિમલ એક્સપર્ટ રોઝી મૂરે (Rosie Moore) એ આ જીવને પોતાના ઘરમાં ઉછેર્યો છે, જેને લોકો ગાંડપણ ગણાવી રહ્યા છે.
અમેરિકાના ફ્લોરિડા (Florida, US)માં રહેતી રોઝીને ગ્લેમ સાયન્ટિસ્ટ (Glam scientist) તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને મોડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. રોઝીએ જે નાનું પ્રાણી ઉછેર્યું છે તે સાપ કરતાં વધુ ખતરનાક છે, તે બ્લેક વિડો તરીકે ઓળખાય છે, જે બ્લેક સ્પાઈડરની એક પ્રજાતિ છે. એવું કહેવાય છે કે જો આ કરોળિયો માણસને કરડે તો તેને મૃત્યુથી કોઈ બચાવી શકતું નથી, કારણ કે તે કોઈપણ ઝેરી સાપ કરતાં 10થી 15 ગણું વધુ ઝેરી હોય છે. જોકે, રોઝી મૂર એવું માનતી નથી. શાર્ક, મગર જેવા પ્રાણીઓની વચ્ચે વૈજ્ઞાનિક તરીકે કામ કરતી રોઝી કહે છે કે હું બ્લેક વિડો સ્પાઈડર (Black Widow Spider) મેળવવા માંગતી હતી. આવી સ્થિતિમાં જ્યારે હું વેકેશન પર હતી ત્યારે ફ્લોરિડામાં આ સ્પાઈડર મારા પર ચોંટી ગયો અને હું તેને ઘરે લઈ આવી.
રોઝીએ પોતાના ફેન્સ સાથે બ્લેક વિડો વિશે ચર્ચા કરતા જ લોકો ચોંકી ઉઠ્યા હતા. જો કે, રોઝીએ તેના ફેન્સને આવા જીવોથી દૂર રહેવાની સલાહ આપી, સાથે સાથે કહ્યું કે તેનાથી ડરવાની જરૂર નથી. વાસ્તવમાં જ્યારે બ્લેક વિડો સ્પાઈડર પોતાને ખતરાનો અનુભવ થાય છે અથવા જો કોઈ તેના બાળકોને નુકસાન પહોંચાડવાનું વિચારે છે, ત્યારે જ આ કરોળિયો માણસોને કરડે છે. રોઝીએ આ બ્લેક વિડોસ્પાઈડરનું નામ ઓફેલિયા (Ophelia) રાખ્યું છે. રોઝી કહે છે, 'બ્લેક વિડો વિશે લોકોમાં ઘણી ખોટી માન્યતાઓ છે. લોકો માને છે કે તેના કરડવાથી મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ વાસ્તવમાં આ કરોળિયો કોઈને જલ્દી કરડતો નથી. જો કે, જો ખતરો મહેસૂસ થાય તો તે વૃદ્ધ લોકો અને બાળકોને નુકસાન પહોંચાડી શકે છે.
રોઝીએ કહ્યું કે બ્લેક વિડો વધુમાં વધુ અડધો ઈંચ મોટી હોઈ શકે છે. તે રેટલસ્નેક કરતાં 15 ગણા વધુ ઝેરી હોય છે, પરંતુ તેમના કદને કારણે તેઓ રેટલસ્નેક જેટલા ખતરનાક નથી. રોઝીએ કહ્યું કે હું ભાગ્યશાળી છું કે મોડલ હોવાની સાથે હું એક વૈજ્ઞાનિક પણ છું. આવી સ્થિતિમાં જ્યારે હું મારી વાત કહું છું ત્યારે લોકો તેને ગંભીરતાથી સાંભળે છે. જો કે, જે લોકો મારા કપડાં જુએ છે તેઓ મારા વિશે જાણતા નથી, તેઓ મને ગંભીરતાથી લેતા નથી. પરંતુ વિજ્ઞાન સાથે સંકળાયેલા લોકો મને એક મોડેલ હોવાથી મારું સન્માન કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર