માલિકના મોત બાદ કૂકડાની અટકાયત, કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે- જાણો આખો મામલો

પોલીસે કૂકડાને કસ્ટડીમાં રાખ્યો હતો.

Rooster Fights: તેલંગાણા(Telangana)માં કૂકડાની લડાઈ ગેરકાયદે છે. જોકે, રાજ્યમાં ખાનગી રીતે આવી લડાઈના આયોજનો થતા રહે છે.

 • Share this:
  હૈદરાબાદ: તેલંગણામાં એક કૂકડા (Rooster)ને તેના માલિકની હત્યા માટે સજા પડી શકે છે. આ કેસ રાજ્યના જગતિયાલ જિલ્લાના ગોલાપલ્લીનો છે. હાલ પોલીસે કૂકડાને તેની કસ્ટડીમાં રાખ્યો છે. એટલું જ નહીં, શક્ય છે કે ગુના બદલ તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવી શકે છે. જોકે, આવું પ્રથમ વખત નથી જ્યારે કોઈ કૂકડાએ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડી રહ્યું છે. ગત જાન્યુઆરીમાં બે કૂકડાએ 10 લોકો સાથે ત્રણ દિવસ કસ્ટડીમાં રહેવું પડ્યું હતું.

  આ કેસ 22મી ફેબ્રુઆરીનો છે. ગોલાપલ્લી મંદિર નજીક કૂકડાની લડાઈ થવાની હતી. આ માટે પોલ્ટ્રી ફાર્મ ચલાવતા 45 વર્ષીય કે.ટી. સતૈયા તૈયારી કરી રહ્યા હતા. આવી લડાઈ માટે કૂકડાને તૈયાર કરવામાં તેઓ માહેર છે. તેઓ સવારે કામ પર આવ્યા અને કૂકડાના પગમાં ત્રણ ઇંચનું ચપ્પુ બાંધ્યું હતું. બીજા કૂકડાને ઊંચકવા માટે તેણે જેવો પહેલા કૂકડાને નીચે મૂક્યો કે પહેલો કૂકડો ચાકુ નીચે પાડવા લાગ્યો હતો. આ દરમિયાન ભૂલથી ચાકુ સતૈયાને જાંઘના ભાગે વાગી ગયું હતું.

  આ પણ વાંચો: અમદાવાદની યુવતીનો હસતા મોઢે આપઘાત! માતાપિતા સાથે અંતિમ વાતચીતનો ધ્રુજાવી દેતો ઓડિયો આવ્યો સામે

  ગોલાપલ્લી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર કે જીવને જણાવ્યું કે, ચાકુ વાગી ગયા બાદ સતૈયાના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેમણે જણાવ્યું કે, "અણીદાર ચપ્પુએ ખૂબ ઈજા પહોંચાડી હતી. હૉસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મોત થયું હતું. હૉસ્પિટલ પહોંચતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો." જીવન તેને ઓપન એન્ડ શટ કેસ માને છે. જે બાદમાં કૂકડાને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો: અજીબ ચોરી: ચોરોએ 90 લાખમાં મકાન ખરીદ્યું, ટનલ બનાવી બાજુના મકાનમાંથી 400 કિલો ચાંદી ચોરી લીધી!

  પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે અમે કૂકડાના એક દિવસ પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો. બાદમાં તેને નજીકના પોલ્ટ્રી ફાર્મમાં મોકલી દીધો હતો. ત્યાં તેની સારસંભાળ રાખવામાં આવી રહી છે. કૂકડાની તસવીર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો કોર્ટ આદેશ કરશે તો તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

  સતૈયાની પત્નીએ પોલીસને જણાવ્યું કે, તેનો પતિ આવી લડાઈમાં શામેલ થતો રહેતો હતો. તે દરેક લડાઈમાં 1,500થી 2,000 રૂપિયાની કમાણી કરતો હતો. ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં કૂકડાની લડાઈ ગેરકાયદે છે. જોકે, ખાનગી રીતે આવી લડાઈનું આયોજન થતું રહે છે. આ લડાઈમાં એક કૂકડાને બીજા સાથે લડાવવામાં આવે છે. જેના પર લાખો રૂપિયાની શરત લાગે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: