માત્ર 66 રૂપિયામાં આ હોટલમાં મળશે રૂમ, પરંતુ કરવું પડશે આ કામ

News18 Gujarati
Updated: November 21, 2019, 8:41 PM IST
માત્ર 66 રૂપિયામાં આ હોટલમાં મળશે રૂમ, પરંતુ કરવું પડશે આ કામ
ફાઈલ તસવીર

આ રૂમમાં રોકાનારને ફોલ્ડ થાય એવી ચટ્ટાઈ, ટીવી, અને એક નાનું કૉફી ટેબલ આપવામાં આવે છે. રૂમની વચ્ચોવચ એક ટેબલ રાખવામાં આવે છે. જેમાં લાગેલા કેમેરા ચારે તરફ નજર રાખે છે.

  • Share this:
ટોકિયોઃ જ્યારે આપણે ફરવા જઈએ ત્યારે સૌથી આપણને હોટલના ખર્ચ અંગે સૌથી પહેલો વિચાર આવે છે આમ તો હોટલના રૂમના (hotel room) ભાવ હંમેશા વધારે જ હોય છે પરંતુ જાપાન (Japan)ની એક હોટલમાં માત્ર 100 યેન એટલે કે 66 રૂપિયામાં એક રાત રૂમ મળે છે. ચાલો જાણીએ કે આટલી ઓછી રૂમની કિંમતો પાછળ શું કારણ છે.

રૂમ માટે આ કામ કરવું પડે છે
આ સસ્તા રૂમમાં રોકાનારની આની કિંમત પોતાની પ્રાઈવસીથી ચુકવવી પડશે. ફૂકોકાની (Fukuoka) રહેનારી અસાઈ ર્યોકન (Asahi Ryokan) લોકોને રૂમ એક રાતના માત્ર 100 યેન એટલે કે 66 રૂપિયાની કિંમત ઉપર આપે છે. પરંતુ આ રૂમમાં રોકાનાર લોકોએ તેમના રૂમનું બધું જ લાઈવસ્ટ્રીમ (Livestream) કરવું પડે છે.

આ પણ વાંચોઃ-માતાએ ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા, કારણ જાણીને લાગશે ઝાટકો

આ પ્રકારની છે રૂમની બનાવટ
આ રૂમમાં રોકાનારને ફોલ્ડ થાય એવી ચટ્ટાઈ, ટીવી, અને એક નાનું કૉફી ટેબલ આપવામાં આવે છે. રૂમની વચ્ચોવચ એક ટેબલ રાખવામાં આવે છે. જેમાં લાગેલા કેમેરા ચારે તરફ નજર રાખે છે. આ રૂમમાં જે પણ દેખાય એ બધું જ હોટલના યૂટ્યુબ ચેન 'વન ડૉલર હોટલ' (One Dollar Hotel) ઉપર લાઈવ સ્ટ્રીમ થઈ જાય છે.આ પણ વાંચોઃ-મૃત બાળકીને ત્રણ દિવસ સુધી ઘરમાં રાખી, જીવતી કરવા થઈ હતી પ્રાર્થના અને પછી..

કેટલીક વસ્તુઓમાં પ્રાઈવેસી મળે છે
આ હોટલના રૂમમાં રોકાનારને લાઈટ બંધ કરી શકે છે. આ સાથે માત્ર વીડિયો જ લાઈવ કરવામાં આવે છે. ઑડિયો નહીં. મતલબ તમારા ફોન કોલ્સ અને વાતચીત પ્રાઇવેટ રહે છે. આ ઉપરાંત બાથરૂમનું પણ લાઈવ નથી થતું. અહીં કોઈ જ કેમેરા નથી હોતા. આ ડીલ મેહેમાનો સાથે એક વર્ષ સુધી રહે છે.

આ પણ વાંચોઃ-દીપડા અને અજગર વચ્ચે લડાઈ, Videoમાં જુઓ કોણ જીત્યું?

આવી રીતે આવ્યો હતો આઈડિયા
મીડિયાના એક રિપોર્ટ પ્રમાણે આ આઈડિયાની પાછળનું કારણ ખુબ જ દિલચસ્પ છે. આનો આઈડિયા 27 વર્ષીય તેતસુઆ ઈનોઉને આવ્યો હતો. તેતસુઆ, અસાઈ ર્યોકનની દાદી છે. આ આઈડિયા તેણે ત્યારે આવ્યો જ્યારે એક બ્રિટિશ યુટ્યૂબર આ હોટલમાં રોકાયો હતો. આ દરમિયાન તેમણે બધું જ લાઈવ સ્ટ્રીમ કર્યું હતું.
First published: November 21, 2019, 8:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading