હવે રોબોટ કૂતરું ખેંચશે તમારી રિક્શા, Video જોઇને તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત

રોબોટ ગાડી

આ ફુટેજમાં અમેરિકી ઇફેક્ટ ડિઝાઇનર અને ટેલિકોમ પર્સનાલિટી એડમ સૈવેજ આ ત્રણ પૈડાની ગાડીમાં બેઠા છે.

 • Share this:
  અનેક વૈજ્ઞાનિકોનું માનવું છે કે રોબોર્ટ તે આપણું ભવિષ્ય છે. મનુષ્યનું જીવન સરળ કરવા માટે રોબર્ટ હવે આવી ગયા છે. વૈજ્ઞાનિકો તેવા અનેક નવા આવિષ્કાર કરી રહ્યા છે જેનાથી રોબોર્ટ દ્વારા આપણું કામ સંચાલિત કરી શકાય. વળી ટેકનોલોજીની મદદથી નવીનવા સંશોધન થઇ રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો ટેકનોલોજીના કારણે રોબોટિક ક્ષેત્રે વૈજ્ઞાનિકોએ હરણફાળ ભરી છે. ત્યારે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક કૂતરા જેવો રોબોર્ટ હાથ રીક્ષા જેવું વહાન ખેંચી રહ્યો છે. આ નવી ટેકનોલોજીને જોઇને લોકો પણ આશ્ચર્યચક્તિ થયા છે. આ રોબોર્ટ રીક્ષા ખેંચીને એક વ્યક્તિને બીજા સ્થળે લઇ જાય છે.

  આ ફેટેજમાં અમેરિકી ઇફેક્ટ ડિઝાઇનર અને ટેલિકોમ પર્સનાલિટી એડમ સૈવેજ આ ત્રણ પૈડાની ગાડીમાં બેઠા છે. અને આ એક રોબોટ ડોગનું પરીક્ષણ છે. જો કે આ વીડિયો ફેબ્રુઆરીનો છે. આ વીડિયોએ આઇએએસ અધિકારી સુપ્રિયા સાહૂ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ પછી આ વીડિયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોમાાં એડમ સેવેજ રોબોર્ટ ડોગથી બાંધેલી ગાડી પર સવારી કરતા નજરે પડે છે. અને જેવું તે ડોગને રસ્તા પર જવાનું કહે છે આદેશ મુજબ રોબોર્ટ ડોગ ચાલવા લાગે છે.


  આ રોબોર્ટ ડોગનું નામ સ્પોર્ટ છે. સ્પોર્ટ એક ફૂર્તિલો મોબાઇલ રોબોટ છે. જેને અમેરિકી એન્જિનિયરિંગ અને રોબોટિક્સ ડિઝાઇન કંપની બોસ્ટન ડાયનેમિક્સ દ્વારા વિકસિત કરવામાં આવ્યા છે. અને તેમના કહેવા મુજબ આ રોબોર્ટ અભૂતપૂર્વ ગતિશીલતા સાથે આ વિસ્તારને નેવિગેટ કરવા માટે સક્ષમ છે.

  આઇએએસ ઓફિસર સુપ્રિયા સાહૂએ આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે ભવિષ્યમાં રિક્ષા, રોબાટ ચાલિત રિક્ષા ગાડી એક અદ્ધભૂત પ્રોટોટાઇમ લાગી રહી છે. આ વીડિયો તેમણે 19 ઓક્ટોબરે શેર કર્યો હતો. અને ત્યારથી લઇને અત્યાર સુધીમાં તેને 65 હજાર 200થી વધુ વ્યૂઝ મળ્યા છે.

  સાથે જ 4500થી વધુ લાઇક્સ અને સાત સોથી વધુ રિટ્વિટ મળ્યા છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે આ ખરેખરમાં શાનદાર રિક્ષા છે. અને ત્યાં જ બીજા એક યુઝર્સે ચૂટકી લેતા કહ્યું કે હું તેવા વ્યક્તિની રાહ જોઇ રહ્યો છું જે ઓફિસ જવા માટે મારા માટે આવી ગાડી લાવે.

  ધ વર્ઝની ખબર મુજબ ફેબ્રુઆરીમાં સ્પોટ ધ રોબોટ ને બોસ્ટન ડાયનેમિક્સ દ્વારા સેવેજને ઉધાર આપી હતી. તેમણે આનો ઉપયોગ ઘરથી બનેલી રિક્ષામાં પોતાને ખેંચીને લઇ જવા માટે કર્યો હતો.
  Published by:Chaitali Shukla
  First published: