અહીં કોઇ 'ગુમનામ' વ્યક્તિ વહેંચી રહ્યો છે પૈસા, લોકોએ કહ્યું 'રોબિનહૂડ'

 • Share this:
  સ્પેનમાં એક હેરાન કરતી ઘટના સામે આવી છે, અહીં એક ગુમનામ દાનદાતા લોકોને પૈસાની મદદ કરી રહ્યો છે. સ્થાનિકો લોકોનું કહેવું છે કે પોસ્ટબોક્સમાં અથવા લોકોના દરવાજા નીચે નગદ કેસ ભરેલા કવર રાખીને કોઇ અજાણ્યો વ્યક્તિ રાખી રહ્યો છે. એક તરફ લોકોમાં આ વાતથી ખુશી છે તો હેરાની પણ છે કે આવું કરનાર કોણ છે ?

  અંદાજે 800ની વસ્તીવાળા વિલારામિય ગામમાં લોકોમાં હેરાની કરનારી ઘટનાથી ઉત્સુક્તા વધી રહી છે. તેઓનું માનવું છે કે આ વ્યક્તિ કોણ છે. જે આવી રીતે મદદ કરી રહ્યો છે. મેયર નૂરિયા સાઇમને એએફપીને જણાવ્યું કે ગત બુધવારે ઉત્તરી સ્પેનના વિલારામિયલમાં અંદાજે 15 લોકોને બંધ કવરમાં 100 યુરો સુધીની રાશી મળી.

  અહીં ક્લિક કરી વાંચોઃ માત્ર ‘ધમાલ’ નહીં પણ હવે રમતનાં મેદાનમાં પણ ધૂમ મચાવે છે સિદ્દી બાળકો

  સ્થાનિક લોકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે આ નાના ગામના લોકોને આ ગિફ્ટ કેમ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક સ્પેનિશ સમાચારના રિપોર્ટમાં આ દાનદાતાને રોબિન હુડ ઓફ વિલારામિયલના નામથી સંબોધવામાં આવી રહ્યો છે. સાથે જ જે લોકોને ધનરાશી મળી છે તેમાંથી કેટલાકે તો પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટના અંગે વાત કરી. તો કેટલાક લોકોએ બેંકમાં જઇને નગદ મળવાની જાણકારી આપી. સાથે જ કેટલાકે તો ચેક કરાવ્યું કે આ નોટ સાચી છે કે ખોટી.સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ કોઇ ગુનો નથી આથી પોલીસ તરફથી કોઇ તપાસ શરૂ કરવામાં આવી નથી.
  Published by:Sanjay Vaghela
  First published: