Home /News /eye-catcher /NASAની ભવિષ્યવાણી- 9 વર્ષ બાદ ચંદ્રની સ્થિતિમાં થશે ફેરફાર, દુનિયા પર ભયાનક ખતરાના સંકેત

NASAની ભવિષ્યવાણી- 9 વર્ષ બાદ ચંદ્રની સ્થિતિમાં થશે ફેરફાર, દુનિયા પર ભયાનક ખતરાના સંકેત

(પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

2030માં ચંદ્ર પર થશે જોરદાર હલચલ અને ધરતી પર આવશે વિનાશકારી પૂર- NASAની સ્ટડીમાં ખુલાસો

    નાસાના વૈજ્ઞાનિકો (NASA’s Scientists) દ્વારા કરવામાં આવેલા એક સંશોધન અનુસાર અમેરિકા (America)ના કાંઠાના ક્ષેત્રો (Coastal Areas)માં 2030ના દાયકામાં પૂરના (Flood in 2030) દરમાં વધારો થશે. વૈજ્ઞાનિકોની આગાહી અનુસાર ચંદ્ર (Moon)ની ભ્રમણકક્ષામાં ધ્રુજારીના કારણે પૃથ્વી (Earth) પર ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ આકર્ષણને વધારશે. જે દરિયામાં ભરતી લાવશે અને ક્લાઇમેટ ચેન્જ (Climate Change)ના કારણે દરિયાના જળસ્તરમાં વધારો થશે.

    નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના અને યૂનાઇટેડ સ્ટેટ્સ અનુસાર વર્ષ 2019માં યૂએસ એટલાન્ટિક અને ગલ્ફ કોસ્ટમાં પૂરના 600થી વધુ મામલાઓ નોંધાયા છે. આ પૂર ઉચ્ચ ભરતીના કારણે આવે છે. ક્લાઇમેટ ચેન્જના કારણે દરિયાનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, તેથી કોસ્ટલ વિસ્તારોમાં પૂરના કારણ માટે દરિયાઇ ભરતીને જવાબદાર ગણાવી શકાય.

    આ પણ વાંચો, Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં આવ્યો ઉછાળો, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

    ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ દરિયાઇ ભરતીમાં કરશે વધારો

    નાસાના પ્રમુખ બિલ નેલ્સને એક નિવેદનમાં જણાવ્યું કે, મહાસાગરોના ઝડપથી વધી રહેલા સ્તર અને ક્લાઇમેટ ચેન્જની સાથે ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ દરિયામાં ભરતીની સ્થિતિને વધુ ખતરનાક બનાવી દેશે. નાસાના પ્રમુખ અનુસાર, નીચાણ વાળા વિસ્તારોમાં ખતરો સૌથી વધુ મંડરાઇ રહ્યો છે અને આ સ્થિતિ હજુ પણ ખરાબ થશે. જોકે તેમણે વધુમાં કહ્યું કે, નાસાની સી લેવલ ચેન્જ ટીમ આયોજન અને સુરક્ષા માટે તમામ મહત્વપૂર્ણ માહિતી આપી રહી છે.

    આ પણ વાંચો, Zomato IPO: આજથી રોકાણ માટે ખુલ્યો આ IPO, કેવી રીતે ભરશો આઇપીઓ? આ છે પ્રોસેસ

    અભ્યાસના પ્રમુખ લેખક ફિલ થોમસને એક નિવેદનમાં કહ્યું કે, ઉચ્ચ દરિયાઇ ભરતીના કારણે હજુ વાવાઝોડાઓની સ્થિતિ નહીં સર્જાય, પરંતુ તે સમયાંતરે બનતી ઘટના છે, જેની અસર જરૂર થશે. થોમસનની દલીલ છે કે મહીનામાં 10થી 15 વખત પૂરનો સામનો કરતા વિસ્તારોમાં વ્યવસાયો બરાબર કામ કરી શકે નહીં. આ અભ્યાસ 21 જૂને નેચર ક્લાઇમેટ ચેન્જમાં પ્રકાશિત થયો હતો.

    વ્યાપક પ્રમાણમાં ભરતીનું કારણ છે ચંદ્રની ભ્રમણ કક્ષા

    અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરોમાં આવેલ કોસ્ટલાઇનમાં મોટા પ્રમાણમાં પૂર આવવાનું કારણ ચંદ્રની ભ્રમણકક્ષામાં પેદા થતી ધ્રુજારી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ કંપન 18.6 વર્ષમાં પૂર્ણ થાય છે અને બે ગ્રેવિટેશનલ તબક્કાઓમાંથી પસાર થાય છે. જેમાં એક તબક્કો ભરતી ઘટાડે છે – મોટી ભરતીને નાની બનાવીને અને નાની ભરતીને મોટી બનાવીને. જ્યારે અન્ય તબક્કો ભરતીને વધારે છે, નાની ભરતીને નીચી કરી અને મોટી ભરતીને ઊંચી કરીને. 2030ના દાયકામાં સમુદ્રના ઉચ્ચા સ્તરની સાથે આ પ્રભાવો પણ વધશે.
    First published:

    Tags: Coastal areas, Flood in Coastal Areas, Moon, Moon orbit, Moon wobble, Nasa, Nasa study, Nuisance floods

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો