Home /News /eye-catcher /

મોત સાથે સવારી! સીટ નીચે ઘૂસ્યો હતો કોબ્રા સાંપ, 20 km સુધી બાઈક ઉપર ચલાવતા રહ્યા યુવકો અને પછી..

મોત સાથે સવારી! સીટ નીચે ઘૂસ્યો હતો કોબ્રા સાંપ, 20 km સુધી બાઈક ઉપર ચલાવતા રહ્યા યુવકો અને પછી..

કામ કરવા માટે જંગલમાં (Forest) ગયેલા બે કારીગરો જ્યારે બાઈકથી (bike) પરત ફર્યા ત્યારે તેમને 20 કિલોમિટર સુધી બાઈક ચલાવ્યા પછી કંઈક અજીબ લાગ્યું હતું. બાઈક ઉભી રાખીને જ્યારે જોયું તો સીટની અંદર કોબ્રા સાંપ (Cobra snake) અવાજ કરી રહ્યો હતો. ડરના માર્યા બંને બાઈક સવાર ગાડી લોક કરીને ત્યાંથી ભાગી ગયા હતા.

ઈન્દોર શહેરમાં રહેનારા બંને વ્યક્તિ કામ અર્થે ઈન્દોરથી સિમરોલ ગયા હતા. મોટર પંપનું કામ કરનાર કારીગર સિમરોલના જંગલોમાં કામ કામ માટે ગયા હતા.

    કામ પુરું કરીને તેઓ ઇન્દોર પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં 20 કિલોમિટર મુસાફરી કર્યા બાદ તેમને કંઈ ગડબડ લાગતી હતી. અને બાઈકને એકબાજુ ઊભું કર્યું હતું.

    બાઈક ઊભી રાખ્યા બાદ તેમને માલૂમ પડ્યું કે બાઈકમાં એક સાંપ ઘૂસેલો છે અને તે સાંપ બાઈકની સીટની નીચે હતો. જે સીટ ઉપર બેસીને બંને વ્યક્તિઓ 20 કિલોમિટર સુધી સફર કરી હતી. સીટ નીચે સાંપને જોઈને બંને બાઈક સવાર ત્યાંથી ભાગી ગયા હતા.

    આ નજારાને જોનારે કંટ્રોલ રૂમમાં ફોન કરીને સાંપની જાણકારી આપી હતી. ત્યારબાદ વનવિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. અને મદારીએ સાંપ પકડવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ સાંપ પકડાયો હતો.

    સાંપ પકડ્યા પછી જાણવા મળ્યું હતું કે, આ કોબ્રા પ્રજાતિનો ઝેરી સાંપ છે. આશરે એક કલાકની જહેમત બાદ મદારીએ તેને પકડ્યો હતો. પરંતુ ડબામાં પૂરવા મારવા માટે ભારે મહેનત કરી હતી.

    પ્રત્યેક્ષદર્શીએ જણાવ્યું હતું કે આ લોકો જંગલમાં ગયા હતા. ત્યાંથી પરત ફર્યા ત્યારે બાઈકમાં સાંપ ઘૂસેલો હતો. જે 5 ફૂટ લાંબો હતો. અને કોબ્રા પ્રજાતિનો હતો. (તમામ ફોટો Aaj Tak)
    Published by:ankit patel
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन