Home /News /eye-catcher /OMG: મુંબઇમાં ટ્રેનના જૂનાં કોચમાંથી બનાવી રેસ્ટોરન્ટને મળી જબરદસ્ત સફળતા, હવે રેલવેએ લીધો આ નિર્ણય

OMG: મુંબઇમાં ટ્રેનના જૂનાં કોચમાંથી બનાવી રેસ્ટોરન્ટને મળી જબરદસ્ત સફળતા, હવે રેલવેએ લીધો આ નિર્ણય

ટ્રેનના જૂનાં કોચમાંથી બનાવી રેસ્ટોરન્ટને મળી જબરદસ્ત સફળતા

OMG News: . મધ્ય રેલ્વેના CPRO શિવાજી સતારે જણાવ્યું કે, CSMT માં શરૂ કરવામાં આવેલ રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સને (Restaurant on Wheel) શાનદાર સફળતા મળી છે. મધ્ય રેલ્વે તરફથી મુંબઈ ડિવીઝનના 5 અને મહારાષ્ટ્રમાં 11 સ્ટેશન પર રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

વધુ જુઓ ...
મુંબઈ (Mumbai) ના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશન પર થોડાક મહિના પહેલા રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ (Restaurant on Wheels)ની શરૂઆત કરવામાં આવી હતી. આ રેસ્ટોરન્ટને જબરદસ્ત સફળતા મળી છે. હવે મધ્ય રેલ્વે (Central Railway) વધુ માત્રામાં નોન ફેયર રેવન્યૂ જનરેટ કરવા માટે મુંબઈ ડિવિઝનના 5 સ્ટેશન સહિત સમગ્ર મહારાષ્ટ્ર (Maharashtra) માં 11 સ્ટેશન પર આ પ્રકારની શરૂઆત કરવા જઈ રહ્યું છે. CSMT સ્ટેશન બાદ LTT, કલ્યાણ, ઈગતપુરી, લોનાવાલા અને નેરૂલમાં રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સની શરૂઆત કરવામાં આવશે. જે માટે મધ્ય રેલ્વે તરફથી ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો-VIRAL VIDEO: કોયડો ઉકેલવા બાળકીએ કરી ખાસ ટ્રિક કે જોનારાએ વારંવાર જોયો વીડિયો

મુંબઈની સાથે સાથે મહારાષ્ટ્રના નાગપુર, આકુર્લી સહિત 6 સ્ટેશન પર આ રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવશે. નાગપુરમાં ટ્રેન કોચ પણ પ્લેસ કરવામાં આવ્યો છે અને તેના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. મધ્ય રેલ્વેના CPRO શિવાજી સતારે જણાવ્યું કે, CSMT માં શરૂ કરવામાં આવેલ રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સને શાનદાર સફળતા મળી છે. મધ્ય રેલ્વે તરફથી મુંબઈ ડિવીઝનના 5 અને મહારાષ્ટ્રમાં 11 સ્ટેશન પર રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો-OMG! 3 વર્ષની ઉંમરે રમતી વખતે નાકમાં ફસાઈ ગઈ હતી આ વસ્તુ, 20 વર્ષ પછી મહિલાને મળ્યો છુટકારો!

ખરાબ થયેલ કોચને રેસ્ટોરન્ટમાં કન્વર્ટ કરવાની શરૂઆત

મધ્ય રેલ્વે તરફથી મળેલ જાણકારી અનુસાર CSMT સ્ટેશન પર ખરાબ પડેલ કોચને રેસ્ટોરન્ટમાં કન્વર્ટ કરીને રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સની શરૂઆત કરવામાં આવી હતી. વિકેન્ડમાં અંદાજે 400 ગ્રાહકો અને વિકેન્ડ બાદ સામાન્ય દિવસોમાં 250 થી 300 ગ્રાહકોનો રિસ્પોન્સ મળી રહ્યો છે. રેસ્ટોરન્ટમાં આવનાર ગ્રાહકોને વિવિધ પ્રકારના જ્યૂસ અને નોનવેજ ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

આ પણ વાંચો-Cute bride video: ‘મને લહેંગો નથી પહેરવો, હું તો જીન્સમાં ફેરા ફરીશ’, દુલ્હનના લગ્નનો વિડીયો વાયરલ

રેલ્વે યાત્રી સિવાય અન્ય લોકો પણ આ સર્વિસનો લાભ થઈ શકે છે

રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સના મેનૂમાં અનેક પ્રકારના મેનૂ રાખવામાં આવ્યા છે. રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ સરકારની કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન કરી રહી છે. આ રેસ્ટોરન્ટમાં તમામ વસ્તુઓનો ખૂબ જ ઓછો ભાવ રાખવામાં આવ્યો છે. આ રેસ્ટોરન્ટનું મેનૂ મોબાઈલ ફૂડ એપ પર પણ રાખવામાં આવ્યું છે, જેથી લોકોને તેની સુવિધા મળી શકે છે. ઓનલાઈન ઓર્ડર કરીને પણ તેનો સ્વાદ મેળવી શકાય છે. આ રેસ્ટોરન્ટને ફ્રી વે આપવામાં આવ્યો છે. આ રેસ્ટોરન્ટમાં 24 કલાક સર્વિસ આપવામાં આવે છે. રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સમાં કોન્ટિનેન્ટલ, ઉત્તર અને દક્ષિણ ભારતીય, પંજાબી, ગુજરાતી તથા અન્ય વ્યંજન પણ ઉપલબ્ધ રહેશે.
First published:

Tags: OMG News, Restaurant on Wheel, ભારતીય રેલવે

विज्ञापन