Video: સફાઈકર્મીનું ફૂલ, તાળીઓ અને નોટોના હારથી કરાયું સ્વાગત

News18 Gujarati
Updated: April 1, 2020, 10:48 AM IST
Video: સફાઈકર્મીનું ફૂલ, તાળીઓ અને નોટોના હારથી કરાયું સ્વાગત
સફાઈકર્મીઓની કામગીરીને બિરદાવવા માટે લોકોએ છત પર ઊભા રહી પુષ્પવર્ષા કરી અને તાળીઓ વગાડી

સફાઈકર્મીઓની કામગીરીને બિરદાવવા માટે લોકોએ છત પર ઊભા રહી પુષ્પવર્ષા કરી અને તાળીઓ વગાડી

  • Share this:
નાભા, પંજાબઃ દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના પ્રકોપની વચ્ચે લોકો હાલમાં ઘરમાં લૉકડાઉન છે. 14 એપ્રિલ સુધી નિર્ધારિત લૉકડાઉન (Lockdown in India) હેઠળ લોકો શક્ય એટલો વધુ સમય ઘરોમાં પસાર કરી રહ્યા છે જેથી કોરોના વાયરસની ચેઇનને તોડી શકાય. જોકે, કેટલાક લોકો એવા પણ છે જેઓએ બહાર જવું જ પડે છે. તેમાં ડૉક્ટર, પોલીસકર્મી, સફાઈકર્મી અને મીડિયાકર્મી સહિત અનેક લોકો સામેલ છે. પંજાબ (Punjab)ના નાભા (Nabha)માં જ્યારે મંગળવારે સવારે તેમના ઘરની સામે સફાઈકર્મી પહોંચ્યા તો તેમનું સ્વાગત ફૂલોના વરસાદ અને તાળીઓથી કરવામાં આવ્યું. આ ઉપરાંત એક સફાઈકર્મીને તો લોકોએ નોટોનો હાર પણ પહેરાવ્યો.

નોંધનીય છે કે, કોરોના વાયરસથી લડવા માટે સફાઈ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. એવામાં ઘરોની બહાર ફેલાયેલી ગંદકીને હટાવવા માટે સફાઈકર્મી રોજ સવારે પોતાની ડ્યૂટી પૂરી કરે છે. થોડા દિવસો પહેલા રાષ્ટ્રના નામે કરવામાં આવેલા પોતાના સબંધનોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ સફાઈકર્મીઓની પ્રશંસા કરી હતી અને તેમને કોરોના વીર ગણાવ્યા હતા.


આ પણ વાંચો, કોરોનાઃ કોહલી બાદ રોહિત શર્મા પણ મદદ માટે આગળ આવ્યો, દાન કરી આટલી રકમ

નાભામાં સફાઈકર્મીઓના સ્વાગતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો પોતાના ઘરોની છત પરથી સફાઈકર્મીઓ માટે તાળીઓ વગાડી રહ્યા છે અને તેમની પર ફૂલવર્ષા કરી રહ્યા છે. સાથોસાથ એક સફાઈકર્મીને નોટીનો હાર પહેરરાવવામાં આવે છે.

આ પણ વાંચો,  કોરોનાઃ ભારતે દક્ષિણ કોરિયાનું મૉડલ અપનાવવું પડશે, 20 હજાર તપાસ કેન્દ્રોની જરૂરિયાત
First published: April 1, 2020, 10:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading